SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ઉપદેશપદઃ ભાગ-૨ નથી ખંડન કરાયું છાતી રૂપી વજૂ જેનું અર્થાત્ અતિપરાક્રમી, પુણ્યના વશથી જેને બાળપણમાં પણ રાજ્ય પ્રાપ્ત થયું છે એવા કરકંડુ રાજાનો પણ પિતા હતો. તેને શરદઋતુના ચંદ્રના બિંબસમાન મુખવાળી, નીલકમળ સમાન કાંતિવાળી, સર્વ અંતઃપુરમાં શ્રેષ્ઠ ગુણવાળી અભયા નામે રાણી હતી. તેના ચિંતત સર્વકાર્યો કરવામાં વિચક્ષણ એવી પંડિતા નામની તેની ધાવમાતા હતી. (૮) તથા તે નગરમાં ઋષભદાસ નામનો શ્રેષ્ઠી હતો, જે ક્ષીરસમુદ્રના પાણી સમાન અતિ નિર્મળ કાંતિવાળી શોભાથી વિશિષ્ટ પ્રકારના શ્રેષ્ઠિઓમાં પ્રતિષ્ઠિત હતો. તેણે સુગુરુઓની પાસે જિનશાસ્ત્રોનો અભ્યાસ કરીને સદ્ભાવને (સારા ભાવને) પ્રાપ્ત કર્યો હતો અને પોતાની અવસ્થાને ઉચિત ધર્મકાર્યોની આરાધના કરતો દિવસો પસાર કરે છે. તેને સર્વાગથી સુંદર શરીરવાળી, લજ્જા અને મર્યાદાનું ઘર, અનવદ્ય કાર્યોને કરનારી અહદાસી નામે પત્ની હતી. તેના ઘરમાં ભેંસોને સંભાળનારો એક સુભગ નામે ચાકર હતો. તે પ્રસ્તુત કાર્યમાં ભેંસો સંભાળવામાં સમર્થ અને ભદ્રકપ્રકૃતિવાળો હતો. (૧૨) કોઇક વખત તે નદીના તટ પર દુઃખે કરીને સહન કરી શકાય એવી અતિ ઠંડી પડતી હતી ત્યારે તે વિકાલેઃસંધ્યા સમયે ભેંસો લઈને ઘર સન્મુખ આવતો હતો તે વખતે ચારણસાધુને આકાશમાંથી ઉતરેલા અને બે ભુજાને લટકતી રાખીને ઉઘાડા શરીરથી કાઉસ્સગ્નમાં રહેલા જુએ છે. પછી તેના વિષે બહુમાન જાગ્યું. તેના ગુણો સંભારીને તેણે તે રાત્રિ કઠિનાઈથી પસાર કરી. પ્રભાત થયે છતે ઉત્સુક થયેલો જેટલામાં નદી કિનારે જાય છે તેટલામાં રાત્રિના અંધકારને ભેદનારો સૂર્યોદય થયો. બે હાથને ઊંચા લઈને નમો અરિહંતાણં' પદ બોલીને તત્ક્ષણ જ તે સાધુ આકાશમાં ઊડ્યા. ઊડી જતા તે સાધુને તેણે જોયા. તેણે નમસ્કાર પદ સાંભળ્યો. પછી તેમાં તેને શ્રદ્ધા થઈ. હંમેશા તેનું જ રટણ કરે છે. હવે શ્રેષ્ઠીએ ક્યારેક જ્યાં ત્યાં બોલાતા પદને સાંભળીને નિષેધ કર્યો અને કહ્યું કે આ રીતે બોલવામાં નિયમા દોષ લાગે. સુભગે કહ્યું: આ પદને બોલ્યા વિના હું એક ક્ષણ પણ રહી શકતો નથી. આ પ્રમાણે કહ્યું છતે શ્રેષ્ઠી વિચારે છે કે- આ કોઈ આસન્નભવ્યજીવ છે. જેને આ પદમાં આવી ભક્તિ છે, તેથી તેને સંપૂર્ણ નવકાર આપવો જોઇએ. જિનેશ્વર ભગવાનની પ્રતિમા સમક્ષ શુભમુહૂર્તે સંપૂર્ણ નવકાર આપવામાં આવ્યો અને કહ્યું: હે સોમ્ય ! તારે શુદ્ધ સમયે આની સતત પરિભાવના કરવી. (૨૨) હવે કોઇક વખતે વર્ષાકાળમાં ભેંસો લઇને નદી પાસે ચરાવવા ગયો. ભેંસો નદીના સામે કાંઠે જઈ અન્ય ખેડૂતની ક્ષેત્રભૂમિ ચરવા લાગી ત્યારે નદીમાં પૂર આવ્યું. તે ખેતરનો માલિક મને ઠપકો આપશે એવા ભયથી તે ભેંસોને વાળવા નદીમાં કૂદકો માર્યો
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy