SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ આકાશમાં મુનિભક્ત દેવતાએ વરદાન માગ એમ કહ્યું ત્યારે મૂળદેવ દેવી પાસે દેવદત્તા ગણિકા, એક હજાર હાથી અને રાજ્ય માગે છે અને બાકી વધેલા બાકળાથી ભોજન કર્યું. અમૃતમય ભોજનથી તે ઘણી તૃપ્તિને પામ્યો. (૬૩) ૪૯ સાંજના સમયે બેન્નાતટ નગરે આવીને ધર્મશાળામાં સૂતો. પ્રભાત સમયે અતિ સફેદ પ્રભાથી ઉજ્વલિત કરાઇ છે દિશાની શોભા જેના વડે એવા પૂર્ણિમાના ચંદ્રમંડલનું પાન કરતો પોતાને જુએ છે. બીજો મુસાફર પણ તેવા જ ચંદ્રમંડળને જુએ છે. તે બંને સાથે જાગ્યા, કોલાહલ થયો જાણીને અતિમંદ ભાગ્યવાળો મુસાફર મુસાફરોની પાસે સ્વપ્રને કહી અને સ્વપ્રના ફળને પૂછે છે તેટલામાં એક મુસાફરે કહ્યું કે તને ઘી ગોળથી સંર્પૂણ પુડલાનો લાભ થશે. બીજા દિવસે ઢાંકવામાં આવતા અર્થાત્ છાપરું લગાડાતા કોઇ ઘરે આવ્યો અને ઘરના સ્વામીએ મુસાફરને જોયો અને ઘી ગોળથી યુક્ત પુડલો આપ્યો, અર્થાત્ મુસાફરે પુડલો મેળવ્યો. અતિનિપુણમતિવાળા મૂળદેવે વિચાર્યું કે સ્વપ્ર આટલા માત્ર ફળવાળું નથી, આ લોકો સ્વપ્રફળના અજાણ છે. હવે સૂર્યોદય થયો ત્યારે મૂળદેવ પ્રભાતના કાર્યો કરીને, ફુલોની અંજલિ ભરીને સ્વપ્રપાઠક પાસે આવ્યો. તેના ચરણો પૂજીને, પ્રદક્ષિણા કરીને માથું નમાવી અંજલિ જોડી સ્વપ્રમાં થયેલ ચંદ્રપાનનું નિવેદન કર્યું. પછી સ્વપ્રપાઠક તે સ્વપ્રને રાજ્યફળવાળું જાણી પ્રથમ પોતાની લાવણ્યરૂપ અમૃતથી ભરેલી કન્યાને પરણાવીને કહ્યું કે આ તારું સ્વપ્ર સાતદિવસની અંદર તને રાજ્ય અપાવશે. એમ જ થાઓ એમ મસ્તકે અંજલિ જોડી સ્વીકાર્યું. ક્રમથી બેન્નાતટ નગરમાં આવ્યો. પછી વિચાર્યું કે હું અત્યંત નિર્ધન છું તેથી નગરમાં કેવી રીતે ફરું ? પછી રાત્રે એક ધનવાનના ઘરે ખાતર પાડ્યું. આરક્ષકોએ પકડ્યો, બાંધીને ન્યાયાલયમાં લઈ ગયા. ચોરને વધનો દંડ છે એમ નીતિશાસ્ત્રને યાદ કરતો અમાત્ય તેને વધની સજ્જા કરે છે. જેટલામાં વધભૂમિએ લઇ જવાય છે તેટલામાં મૂલદેવ વિચારે છે કે શું પૂર્વે ભાખેલું સર્વ ખોટું થશે ? પછી નગરમાં તેના જ ઉદયમાં આવેલા નિકાચિત પુણ્યના વશથી, પ્રબળ શૂળની વેદનાથી પીડિત શરીરવાળો રાજા અપુત્રીઓ મરે છે. હાથી, ઘોડો, છત્ર, અને બે ચામર તેમજ કળશ એમ પાંચ દિવ્યો કરાય છે. પછી દેવતાઓ જલદીથી પંચ દિવ્યોમાં અવતરે છે. રાજ્યને માટે રાજ્યને યોગ્ય ન૨૨ત ચાર રસ્તા વગેરે ૧. શ્રાવક ભોજન રાંધે ત્યારે છ કાય જીવની હિંસા થતી હોવાથી તેનું ભોજન વિષ ભોજન કહેવાય છે પરંતુ આ જ ભોજનને સુપાત્રમાં આપીને ભોજન કરે તો તેનું ભોજન અમૃત ભોજન બની જાય છે. કેમકે ભોજન બનાવતા જે પાપ બંધાયું છે તે સુપાત્ર દાનના પ્રભાવથી નાશ પામે છે. અહીં મૂળદેવ ભોજન માગીને લાવેલો છે એટલે અનુમોદનાનો દોષ રહેલો છે પરંતુ સુપાત્રમાં આપીને અનુમોદનાના પાપને નાશ કરી અમૃત ભોજન કર્યું.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy