SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ઉપદેશપદ : ભાગ-૧ મુખ પાસે પહોંચ્યો ત્યારે વાણીમાત્રથી સહાય કરે તેવા લોભરૂપી સર્પથી સાયેલ, જાતિથી ઢક્ક, ભગ્ન (હતાશ), ભાથાથી યુક્ત, નામથી સદ્ધડ એવા એક મુસાફરને માર્ગમાં જતો જુએ છે. આના ભાથાની સહાયથી હું હમણાં ચાલુ, આ મને નિરાશ નહીં કરે, અર્થાત્ મને ખાવાનું આપશે. તે બંને પરસ્પર વાતો કરતા ચાલ્યા. દિવસના ત્રીજા પહોરે ગ્રામ અને માર્ગ વગરની અટવીમાં કોઈક પાણીવાળા પ્રદેશમાં પહોંચ્યા અને વિશ્રામ કરવા બેઠા. ભાથામાંથી સસ્તુને બહાર કાઢી પત્રપુટિકામાં પાણી સાથે મસળીને એકલાએ જ ખાધું. મૂલદેવ નજીકમાં હોવા છતા નિષ્ફર મનવાળા સદ્ધઢે વચન માત્રથી પણ ભોજનનું નિમંત્રણ ન આપ્યું. કૃપણના આચરણોને ધિક્કાર થાઓ ! ખરેખર આ ભૂલી ગયો છે તેથી તેણે નિમંત્રણ નથી આપ્યું. આવતી કાલે નિમંત્રણ આપશે એમ માનીને મૂલદેવ તેની જ સાથે ચાલ્યો. આ પ્રમાણે બીજે દિવસે પણ તેણે જરા પણ નિમંત્રણ ન આપ્યું. - ત્રીજો દિવસ થયો ત્યારે બંને પણ અટવીને ઓળંગી ગયા અને વસતિની નજીક આવ્યા. ભોજનની આશા આપી હોવાથી આ મારો ઘણો ઉપકારી છે એમ વિચારીને મૂલદેવે કહ્યું: હે ભદ્ર ! પોતાના કાર્યમાં પ્રવૃત્ત થા, મને યાદ કરજે. મને જ્યારે રાજ્ય મળે ત્યારે મારી પાસે આવજે હું તને ગામ આપીશ. (૨૨) દિવસના બીજા પહોરે ગામમાં આવ્યો, અક્લિષ્ટ મનવાળો, હાથમાં પાંદડાનો પુટ (પડિયો) લઈને ગામમાં ભિક્ષા માટે ગયો. પડિયો ભરાય તેટલા ફક્ત અડદના જ બાકળા મળ્યા. અત્યંત ઉત્સુકતા રહિત ધીમે ધીમે તળાવને કાંઠે ચાલ્યો. આટલામાં પ્રફુલ્લિત નેત્ર અને મનવાળા મૂલદેવે માસક્ષમણના તપથી વિશેષ શોષાયું છે શરીર જેનું એવા પારણા માટે ઉદ્યાનબાજુથી ગામ તરફ આવતા એક મુનિને જોયા. અહો ! મારા પુણ્યની શ્રેણી કેવી છે ! નિર્ભાગી ચિંતામણિ પણ મેળવે છે, નિર્ભાગી ક્યારેક લ્પવૃક્ષ પણ મેળવે છે. નિર્ભાગીઓ વડે આ મુનિદાન પ્રાપ્ત કરતું નથી. અર્થાત્ નિર્ભાગીઓ સુપાત્ર દાન આપી શકતા નથી. અહીં જે ક્ષણે જે આપવા માટે મેળવાય છે તે અતિ કિંમતી છે. મને હમણાં દાન આપવા અડદના બાકળા જ મળ્યા છે બીજું કંઈ મળ્યું નથી. અતિ ઘણા રોમાંચથી યુક્ત, હર્ષના આંસુથી ભિનાઈ છે બે આંખો જેની એવો મૂળદેવ કહે છે કે હે ભગવન્! મારા ઉપર કરુણા કરીને આ બાકળાને ગ્રહણ કરો. મથી નાખ્યું છે અભિમાનને જેણે એવા મુનિએ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી શુદ્ધ અને પર્યાપ્ત જાણીને પાત્રમાં ગ્રહણ કર્યા. મૂળદેવ કહે છે કે ખરેખર ધન્ય પુરુષોના બાકળા પણ સાધુના પારણા માટે થાય છે. જેટલામાં અતિ ખુશ થયો તેટલામાં
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy