SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૪૧ મનુષ્યને કહ્યું કે આ બે પાસા છે અને આ દીનારથી ભરેલો થાળ છે તેને લઇને તું ત્રણ રસ્તા, ચાર રસ્તા વગેરે ઉપર એવી ઘોષણા કર કે જે મને ચૂતમાં જીતશે તે આ દાનારનો થાળ મેળવશે. હવે કોઈપણ રીતે હું જીતું તો તેણે મને એક દીનાર આપવી અને એ પ્રમાણે તે સતત નિરંકુશ જૂગાર રમવા લાગ્યો. તે કોઇથી જીતી શકાતો નથી પણ તે બીજા બધાને જીતી લે છે. અતિદક્ષ પણ કોઈ મનુષ્ય વડે તેને જીતી લેવો જેમ દુર્લભ છે તેમ મનુષ્ય ભવમાંથી ભ્રષ્ટ થયેલ આત્માને ફરી મનુષ્ય ભવ મળવો દુર્લભ છે. ગાથાનો શબ્દાર્થ– સૌળિજી એટલે યંત્ર પ્રયોગથી નિયંત્રિત અથવા દેવતાથી અધિષ્ઠિત બે પાસા. અને તે ઇચ્છા મુજબ ઢળતા (પડતા) હોવાથી તેનાથી રમત રમવી શરૂ કરી. તથા તેમાં એક દીનારની શરત રાખવામાં આવી. ચાણક્યના નિયુક્ત પુરુષ વડે તેવા પ્રકારનો જૂગાર આરંભાયો જેથી તેની જ જીત થાય છે, બીજા ધીર બુદ્ધિમાન પુરુષની જીત થવી દુર્લભ છે તેમ મનુષ્યભવની પ્રાપ્તિ થવી દુર્લભ જણાય છે.(૭) अथ तृतीयदृष्टान्तसंग्रहगाथाधण्णे त्ति भरहधण्णे, सिद्धत्थगपत्थखेव थेरीए । अवगिंचणमेलणओ, एमेव ठिओ मणुयलाभो ॥८॥ अथाक्षरार्थः । धन्ने'त्ति द्वारपरामर्शः, 'भरहधन्ने'त्ति भरतक्षेत्रधान्येषु मध्ये केनापि देवेन दानवेन वा कुतूहलिना 'सिद्धार्थानां' सर्षपाणां प्रस्थस्य' सेतिकाचतुष्टयात्मकस्य क्षेपः कृतः। ततः स्थविरयात्यन्तवृद्धया स्त्रिया कर्तृभूतया 'अवगिंचण'त्ति अववेचनेनाशेषधान्येभ्यः पृथक्करणेन यद् 'मीलनं' प्रस्तुतसर्षपलाभो मनुष्यप्राप्तिरिति ॥८॥ હવે ત્રીજા ખ્રિતની સંગ્રહગાથાને કહે છે ગાથાર્થ થઇ એટલે ભરત ક્ષેત્રમાં થતા સર્વ ધાન્યમાં એક પ્રસ્થક પ્રમાણ સરસવના દાણા નાખી બરાબર ભેળવી દઈ એક વૃદ્ધાને તેમાંથી વીણવાનું કહેવામાં આવે તો તેમાંથી દાણા વીણવું જેટલું દુષ્કર છે તેટલું ફરી મનુષ્યભવને પ્રાપ્ત કરવું દુષ્કર છે. (૮) લ્પનાથી કોઈ એક દેવે ભરતક્ષેત્રમાં થતા સર્વધા ને કુતૂહલથી ભેગા ર્યા. તેમાં એક પ્રસ્થક (પાલી) પ્રમાણ સરસવના દાણા નાખવામાં આવે, પછી બરાબર મિશ્રણ કરવામાં આવે, પછી એક દુર્બળ, દરિદ્રથી દૂમિત, કંઈક રોગથી પીડાયેલ શરીરવાળી, સુપડાવાળી ડોશીને સૂપડાથી સોવીને ધાન્યને અલગ પાડવાનું કહેવામાં આવે તો પછી તે ડોશી સરસવનો પ્રસ્થક મૂળ જે સ્થિતિમાં હતો તે સ્થિતિમાં ફરી મેળવવા શરૂઆત કરે તો શું તે વૃદ્ધા
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy