SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ઉપદેશપદ : ભાગ-૧ હવે સંગ્રહ ગાથાના શબ્દાર્થને કહે છે- ચોલ્લ એટલે ભોજન. પૂર્વે કહેવાયેલ દષ્ણતની દ્વારા ગાથામાં જે ચોલ્લક એ પ્રમાણે પદ કહેવાયું છે તે પદ દેશી શબ્દ હોવાથી તેનો અર્થ ભોજન થાય છે. અર્થાત્ ચોલ્લક શબ્દ ભોજનનો વાચક છે. અને તે ભોજન પ્રથમ બ્રહ્મદત્તના ઘરે લેવાનું છે. પરિવાર મારા મિ ત્તિ સૂત્ર દિશાનું સૂચન કરે છે એ ન્યાયે અહીં પરિવાર શબ્દથી બ્રહ્મદત્તના અંતઃપુરાદિ પરિવારના ઘરો લેવા, અર્થાત્ તેઓના ઘરમાં એકેક દિવસે ભોજનનો વારો ગણવો, પછી ચક્રવર્તીએ ભરતક્ષેત્રમાં વસતા લોકોના ઘરોમાં ભોજન કરવાના પૂર્વ કહેવાયેલ બ્રાહ્મણને કરરૂપે વારા નક્કી કરી આપેલા છે તે સર્વવારા પૂરા થયા પછી તે જ બ્રાહ્મણને ચક્રવર્તીના ઘરે ફરી વારો આવવો દુર્લભ છે તેમ ફરી મનુષ્યભવ પ્રાપ્ત થવો દુલર્ભ છે. અહીં માત્ર બ્રાહ્મણના જ વારા ગણવાના પણ તેના પુત્ર-પૌત્ર આદિના વારા નહીં ગણવાના. अथ द्वितीयदृष्टान्तसंग्रहगाथाजोगियपासिच्छियपांडरमणदीणारपत्तिजूयम्मि । जह चेव जओ दुलहो, धीरस्स तहेव मणुयत्तं ॥७॥ ગજ થાક્ષાવિજી' થવપ્રો નિષ્પક્ષ વત્તાવિતી ના પાણાજી' अक्षौ-ताभ्यामीप्सितपातेन 'रमणं क्रीडनं प्रारब्धं, तथा दीनारपात्रीपणः कृतश्चाणक्यनियुक्तपुरुषेण, द्यूते तादृशे यथा चैव जयो दुर्लभो'ऽन्यस्य पुरुषस्य 'धीरस्य' बुद्धिमतो मानवस्य तथैव मनुजत्वं' दुर्लभं प्रतिभासत इति ॥७॥ હવે બીજા દૃષ્ટાંતની સંગ્રહગાથા કહે છે જેમ યંત્ર પ્રયોગથી નિયંત્રિત અથવા દેવતાએ આપેલ બે પાસા ઇચ્છા મુજબ ઢળે (પડે) છે જેમાં એવા એક દીનારની શરતવાળી જૂગારની રમતમાં ઘીરપુરુષની જીત થવી દુર્લભ છે તેમ ફરી મનુષ્યભવ પ્રાપ્ત થવો દુર્લભ છે. (સં. ગા. ૭) પ્રથમ પાટલીપુત્ર નગરમાં નંદરાજાને મૂળસહિત ઉખેડી નાખવા સુધીની ચાણક્યની ઉત્પત્તિ (હકીકત) કહેવી. પરંતુ ગ્રંથકાર સ્વયં જ આગળ ઉપર વિસ્તારથી કહેશે તેથી અહીં વિસ્તારથી વર્ણન કર્યું નથી. ચંદ્રગુપ્ત રાજ્ય પર સ્થાપિત કરાયે છતે ચાણક્ય વિચારે છે કે નંદની સમૃદ્ધ (રાજ્યનો ઉદ્ધાર કરનારી) લક્ષ્મી મળી નહીં તેથી તેના વિરહમાં રાજ્ય કેવી રીતે ચલાવાશે? લક્ષ્મીનું ઉપાર્જન કરવા માટે હું કેવા પ્રકારનો ઉપાય કરું ? પછી તેણે યંત્રવાળા પાસાની રચના કરી. બીજા કેટલાક કહે છે કે દેવતા અધિષ્ઠિત પાસા મેળવ્યા. પછી એક સુદક્ષ ૧. સૂરના સૂત્રમિતિ - સૂત્ર માત્ર માર્ગનું સૂચન કરે છે પણ માર્ગ કેવો છે, માર્ગમાં શું શું આવે છે વગેરે વર્ણન કરતું નથી તેમ અહીં પરિવાર મારામ'એ સૂત્ર ભરતક્ષેત્રમાં પરિવારોનું સૂચન કરે છે પણ ભરતક્ષેત્રમાં કેટલા નગર છે, કેટલા ગામ છે, કેટલા પરિવારો છે વગેરે વર્ણન કરતું નથી. તે અર્થપત્તિથી જાણી લેવા જોઈએ.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy