SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૩૭ ઉદ્ભટ ભૃકુટિના ભંગથી પ્રગટ કરાયો છે અતિભયંકર ક્રોધ જેઓ વડે એવા કટક વગેરે રાજાઓએ દૂતની નિર્ભસ્ના કરી એટલે દૂત સ્વયં પંચાલ દેશમાં પાછો આવ્યો. તે વખતે કાંપીલ્યપુર નગરની આસપાસના સરોવરોનું પાણી છોડી દેવાયું હતું. નગરમાં ઘણું ધાન્ય ભરવામાં આવ્યું હતું. નગરમાં ઘાસ અને લાકડાનો ઘણો સંગ્રહ કરવામાં આવ્યો હતો. સત્ત્વહીન લોક નગરમાંથી ચાલ્યો ગયો હતો. કાયમી વાવડી, કૂવા, નદી, દુર્ગ, પ્રાકારને નિષ્પક કરી દેવાયા હતા. સજ્જાગ પુરુષોને કિલ્લાના રક્ષણ માટે ગોઠવવામાં આવ્યા હતા. નગરમાં લોકોની અવરજવરને રુંધી દેવામાં આવી હતી. નગરની સીમ ઉ૫૨ અશ્વસેના સતત ભમી રહી હતી. કિલ્લા ઉપર વિચિત્ર પ્રકારના યંત્રોની ગોઠવણી કરવામાં આવી હતી. શત્રુ સૈન્યની અસાધ્યતા જાણી દીર્ઘરાજાએ નગરને રોધસાધ્ય અર્થાત્ આક્રમણનો સામનો કરી શકે તેવું બનાવ્યું હતું. (૪૬૭) આ બાજુ રાજાઓના સમૂહથી અનુસરાતા બ્રહ્મદત્તે ભયથી વ્યાકુળ બનેલા કાંપીલ્યપુરને ચારે બાજુથી ઘેરો ઘાલ્યો. પરસ્પર ઉત્પન્ન થયેલ દુઃસહ મત્સર રૂપી ઝેરના વેગથી પીડાયેલા એવા તળેટીના ભાગ પર રહેલા દીર્ઘરાજાના અને કિલ્લા ઉપર રહેલા બ્રહ્મદત્તના સૈનિકોનું ઘોર યુદ્ધ થયું. જોશથી વગાડાયેલા મુખ્યો વાજિંત્રોના અવાજથી પોરસ ચડાવાયેલા કાયર સૈનિકોનો બાણ અને પથ્થરના વરસાદથી અતિઘોર સંહાર થયો. યંત્રમાં ભરેલા ઘણા તપેલા તેલના ફુવારાથી સૈન્યોના વ્યૂહો નાશ પામ્યા. ઢાલની ગતિથી પરસ્પર રક્ષકોના કિલ્લાના મૂળો રુંધાયા હતા. ક્રોધને વશ બની સૈનિકો દાંત કચકચાવીને કઠોર વાણી બોલતા હતા. સળગતા ઘાસના પૂળા ફેંકીને ઈંધણ અને શૂરવીર શત્રુઓને સળગાવવામાં આવતા હતા. તીક્ષ્ણ કુહાડાના પ્રહારથી શેરીઓના વિકટ દરવાજા ભાંગવામાં આવતા હતા. વિખેરાયેલા હાથીઓના સમૂહને જોઈ લોકો હુરિયો મચાવતા હતા. કુતૂહલને કરાવનારા, ક્ષયને કરાવનારા, અતિ દારૂણ રોષને ઉત્પન્ન કરનારા આવા ભયંકર યુદ્ધો દીર્ઘ અને બ્રહ્મદત્તના સૈનિકોની વચ્ચે દ૨૨ોજ થયા. દીર્ઘના સૈન્યો હતાશ થયા ત્યારે પોતાના જીવિતનો બીજો ઉપાય નહીં જાણતો વિપુલ સૈન્યની સાથે આગળ થઈને દીર્ઘ નગરના દરવાજાને ઉઘાડીને જલદીથી નગરમાંથી બહાર નીકળ્યો. પછી તે બંને સૈન્યોનું મોટું યુદ્ધ થયું. સ્થાને સ્થાને તીક્ષ્ણ ભાલાઓ પડ્યા. માર્ગમાં ધૂળની ડમરીઓ ઉછળી. પ્રૌઢ ધનુર્ધરોએ ધનુષ્યોનું મંડલ કર્યું. ભેરીના ભંકા૨ના અવાજથી
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy