SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ઉપદેશપદ : ભાગ-૧ પૂર્વે જેનું રક્ષણ કર્યું છે તે તારા ગૃહિણીપણાને ઇચ્છે છે. ત્યારે જ તું તેનો પ્રાણદાયક હતો, તેણીએ તને સાભિલાષ દૃષ્ટિથી લાંબો સમય જોયો હતો તેથી તેના મનનું પ્રિય કર. હાથીનો ભય દૂર થયા પછી સ્વજન તેને મહામુશ્કેલીથી ઘરે લઈ ગયો અને ઘરે પણ તે સ્નાન વગેરે શરીરશુશ્રુષા કરવા ઇચ્છતી નથી. મુખના વચન વ્યાપારને છોડીને ફક્ત સીવાયેલા મુખની જેમ (મૌન ધરીને) રહે છે. હે પુત્રી! તું અકાળે આવા દુઃખને કેમ પામી ? (૪૪૧) આમ પુછ્યું ત્યારે તે કહે છે કે મારે તમને સર્વ હકીકત કહેવી જોઈએ. જો કે મને કહેતા લજ્જા થાય છે તો પણ હું કહું છું. ત્યારે પોતાના પ્રાણદાનથી રાક્ષસ જેવા હાથથી મને જેણે બચાવી તેની સાથે જો મારું પાણિગ્રહણ નહીં થાય તો મને મરણ એ જ શરણ છે. પછી આ સર્વ હકીકત સાંભળીને પરિજને તેના માતાપિતાને સર્વ હકીકત જણાવી. તેઓએ(=માતા-પિતાએ) પણ મને અહીં તમારી પાસે મોકલી છે તેથી આ બાળાનો તમે સ્વીકાર કરો. આ યોગ્ય કાળે પ્રાપ્ત થઈ છે એટલે વરધનું વડે તે પણ માન્ય કરાઈ. તથા અમાત્યે પણ નંદા નામની જ્યા આપી અને વિવાહ મંગળ થયો અને બંનેના સુખથી દિવસો પસાર થાય છે. સર્વકલંકથી રહિત એવી ચારેબાજુ પ્રસિદ્ધિ થઈ કેપંચાલ રાજાનો પુત્ર સર્વત્ર જયને મેળવતો હિમવંત પ્રદેશના જંગલના ગજેન્દ્રની જેમ નિરંકુશ ભમે છે. ધનુકુળના નંદન વરધનુની સાથે માર્ગમાં જતા એવો તે વાણારસી ગયો. હવે કોઈકવાર કુમારને બહાર રાખીને કટક નામના પંચાલ રાજાના મિત્રની પાસે વરધનુ ગયો. સૂર્યોદય થાય અને કમળવન વિકસે તેમ તેને જોવાથી કટક રાજા હર્ષમાં પરવશ થયો, અર્થાત્ અતિ હર્ષ પામ્યો. અને તેણે કુમારના ખબર પુછડ્યા. તેણે પણ જે રીતે અહીં આવ્યો તે રીતે કહ્યું. પોતાના સૈન્ય અને વાહન સહિત તે બહાર નીકળી સન્મુખ ગયો. કટકે બ્રહ્મરાજાની સમાન બ્રહ્મદરનું સન્માન કર્યું અને જયકુંજર હાથી પર બેસાડી, સફેદ ચામરથી વીંઝાતો છતો, પૂર્ણિમાના ચંદ્ર સમાન સફેદ છત્ર જેના મસ્તકે ધારણ કરાયેલું છે, પગલે પગલે ભાટ ચારણોથી ગવાતું છે ચરિત્ર જેનું એવા કુમારને નગરમાં લઈ જઈ પોતાના મહેલમાં રાખ્યો અને તેને પોતાની કટકવતી પુત્રી સમર્પિત કરી. વિવિધ પ્રકારના શ્રેષ્ઠ હાથી, ઘોડા, રથાદિ સામગ્રીના પ્રદાનપૂર્વક પ્રશસ્ત દિવસે તેનો વિવાહ કર્યો. તેની સાથે વિષયસુખને ભોગવતો જેટલામાં રહે છે તેટલામાં દૂત વડે બોલાવાયેલ પુષ્પચૂલ રાજા, ધનુમંત્રી અને કણેરુદત્ત આવી પહોંચ્યા તથા સિંહરાજા, ભવદત્ત, રાજા અશોકચંદ્ર વગેરે ઘણા રાજાઓ ભેગા થયા. પછી તેઓએ ચતુરંગ વિપુલ સૈન્યથી યુક્ત વરધનુની સેનાપતિ પદે નિમણુંક કરી અને દીર્વને ઉખેડવા કાંપીલ્યપુર મોકલ્યો. એટલામાં સતત પ્રયાણ કરવા લાગ્યો તેટલામાં દીર્ઘ રાજાએ કટકાદિ રાજાઓની પાસે દૂત મોકલ્યો અને કહેવડાવ્યું કે, તમોએ બ્રહ્મદત્તને સહાય કરી આગળ કર્યો છે, તેથી પ્રલયકાળના પવનથી આંદોલિત કરાયેલ સમુદ્રના પાણીની જેમ વિપુલ બળવાળો દીર્ધ ચઢાઈ કરશે ત્યારે ખરેખર તમારું કલ્યાણ નહીં થાય, તેથી તમો પાછા ફરો, અર્થાત્ સહાય કરવાનું બંધ કરો. મારા આ અપરાધને ક્ષમા કરવો, સપુરુષો વિનયમાં તત્પર મનુષ્ય પર નિર્મત્સર હોય છે. કરાયેલા ભયંકર ભૂકુટિના ભંગથી પ્રચંડ
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy