SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ ઉપદેશપદ : ભાગ-૧ હાથી જેટલામાં ઘણો થાક્યો (શ્રમ પામ્યો) તેટલામાં બધા વ્યાપારોને છોડીને કુમાર તે દેશમાં ચરતા મૃગોના સમૂહને ખંભિત કરી દે તેવા અતિમધુર કાગલિગીતથી (સૂક્ષ્મ અને મધુર અસ્પષ્ટ અવાજથી) ગાવા લાગ્યો, તેટલામાં હાથી સ્થિર કાન કરી સાંભળવા લાગ્યો. અવળે માર્ગે ચાલવામાં બીજે કયાંય પણ નજર નહીં કરતો સૂંઢને સ્થિર કરી, પગને નિશ્ચલ કરી ચિત્રમાં આલેખાયેલની જેમ ક્ષણવારમાં સ્થિર થયો. પછી ત્રાસ પમાડવાનું છોડી દઈને, દાંતના અગ્રભાગ પર ચરણ કમળ ટેકવીને કુમાર પીઠ પ્રદેશ પર દઢરીતે આરૂઢ થયો. કુમારનું કૌતુક પૂર્ણ થયું. પછી હાથી પરથી ઉતરીને ધીમે ધીમે આગળ જવા લાગ્યો. અવળે માર્ગે ચાલવામાં તત્પર કુમાર દિશા સમૂહમાં મૂઢ થયો, અર્થાત્ કઈ દિશામાં જવું એનું ભાન ન રહ્યું. પછી કુમાર મંદ ગતિથી પરિભ્રમણ કરતો તે દેશના પર્વતના ખીણમાંથી નીકળતી એક નદીના કાંઠે જુના પડી ગયેલા ઘરની દીવાલના ભાગ માત્રથી ઓળખાતા એક નગરને જુએ છે. તે નગરને જોતા કુમારને કુતૂહલ થયું અને ચારે તરફ નિરીક્ષણ કરવા લાગ્યો, તેટલામાં અતિગૂઢ વાંસ નિકુંજને જુએ છે. તેની બાજુમાં એક તીક્ષ્ણ પગ મૂકેલું છે. પછી કૌતુકથી તે વાંસજંળીને છેદવા માટે આદરથી (પ્રયતથી) ખગને વહન કરે છે. જલદીથી તે વાંસજાળી છેદાઈને પડી. તેના મધ્યભાગમાં પુનમના ચંદ્રમંડળ સમાન મુખરૂપી કમળને તે પ્રમાણે (કપાયેલું) જોઈને મેં ઘણું દુષ્ટ આચરણ કર્યું કે નિરપરાધી, સજ્જન સમાન એવો કોઈ મનુષ્ય મારા વડે હણાયો. મને ધિક્કાર થાઓ! મારું બાહુબળ અને કુતૂહલ આવા પ્રકારનું અનર્થકારક થયું. પશ્ચાત્તાપને પામેલો, મારે શું કરવા યોગ્ય છે એમ વિચારે છે તેટલામાં બીજી દિશામાં નજર કરતાં તેણે ઊર્ધ્વચરણે લટકતું, પ્રારબ્ધ કરાયું છે ધૂમપાન' જેના વડે એવું અને વિદ્યા સાધવામાં પ્રધાન એવું એક મસ્કત વિનાનું ધડ જોયું. તેને અધિકતર દુઃખ થયું. હા હા મેં આને વિદ્યા સાધવામાં) વિઘ્ન કર્યો તેથી મારે આનો બદલો કેવી રીતે વાળવો ? અર્થાત્ હું આને કેવી રીતે સહાયક થાઉં? (૧૩૭) આ પ્રમાણે ઝૂરતા હૈયાવાળો જેટલામાં ચાલે છે તેટલામાં સીધા સોટામય શાલવૃક્ષોના સમૂહથી શોભતું એક ઉદ્યાન જોયું. તે સર્વ ઋતુમાં વિકસિત થનારા વૃક્ષના પુષ્પના સમૂહની પરિમલથી મહેકતું હતું. જેમાં અતિ કલરવથી સંધાઈ છે દિશા જેના વડે એવો ભમરાનો સમૂહ શોભે છે. તથા પવનથી ડોલાવાયેલી ઊંચા ગાઢ વૃક્ષની મંડળી (સમૂહ) જાણે કુમારના નવા રૂપના દર્શનથી વિસ્મિત રસને અનુભવતી માથાને ધુણાવતી ન હોય તેમ શોભે છે. અને તે ઉદ્યાનમાં મોટા પાંદડાવાળા કંકેલિ વૃક્ષોથી ચારેબાજુથી ઘેરાયેલા, ધ્વજા ફરકતા, સાતમાળવાળા એક મહેલને જુએ છે. પોતાની ભીંતના ભાગમાંથી પ્રસરતી કાંતિના સમૂહરૂપ ૧. યજ્ઞકુંડનો ધૂમાડો. ૨. પ્રધાન એટલે જે ક્રિયાથી જે વસ્તુ સાધવા ઇચ્છતો હોય તે વસ્તુની અવશ્ય સિદ્ધિ થાય તેવી ક્રિયા. અર્થાત્ વિદ્યા સાધવા વિધિપૂર્વકની ક્રિયા કરે છે જેથી તેને અવશ્ય ફળ(કાર્ય)ની સિદ્ધિ થશે.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy