________________
૨૦
ઉપદેશપદ : ભાગ-૧ છે જેણે એવી વર્ષાઋતુ આવી. જાણે નવા લીલા વસ્ત્રો ધારણ કર્યા હોય તેમ ઘાસથી પૃથ્વી સર્વત્ર ઊભી થઈ. વિરહી જનના ઉન્માદની જેમ ઇન્દ્રગોપથી પૃથ્વીતળ સ્કુરાયમાન થયું. સુમુનિઓના મનની જેમ સફેદ બગલાઓ વિલસિત થયા. સ્વજનના સંગની જેમ લોકનો તાપ શાંત થયો. ધાર્મિક જનની ધર્મકથા જેમ અજ્ઞાનરૂપ અંધકારના સમૂહને દૂર કરે તેમ ગાઢ અંધકારના સમૂહને હણતી ભુવનતળને ઉદ્યોતિત કરતી ચમકારા મારતી વિજળી શરૂ થઈ. અતિ ગંભીર વાદળના અવાજના શ્રવણથી ક્ષોભ પામેલી પ્રિયાઓ વિશેના અનુરાગના કારણે મુસાફરોનો સમૂહ પોતાના સ્થાન(ઘર) તરફ ચાલ્યો. (૧૧૦)
કુલપતિએ તે કુમારને પૂર્વે નહીં શીખેલી એવી સર્વ ધનુર્વેદ વગેરે કળાઓ સારી રીતે શીખવાડી. ચારે તરફથી સફેદ વાદળના વલયથી યુક્ત છે આકાશ જેમાં, વિકસિત કમલવનમાં વિલાસી થયેલ હંસના કલરવથી રમણીય એવી શરદઋતુ શરૂ થઈ. ક્યારેક કંદ-ફળ-પાણી લેવા જતા તાપસીની પાછળ પાછળ જતો કુમાર કુલપતિ વડે વારણ કરાયો હોવા છતાં કુતૂહલથી ચંચળિત થયો છતો તે જંગલના પરિસરમાં રમ્યવનોને જોતો અંજનગિરિ જેવા ઊંચા હાથીને જુએ છે. તે હાથી કેવો છે– નિશ્ચલ અને ક્રમથી વિસ્તૃત થતી સૂંઢવાળો છે, સફેદ દાંતની અણીથી વનખંડને ભાંગે છે, ઝરણાની માફક ઝરતા મદજળના પૂરમાં આસક્ત થયેલા ભમરાઓના સમૂહથી વીંટળાયેલ છે, સાત અંગથી પ્રતિષ્ઠિત છે, કુંભ સ્થળથી જિતાયો છે નભસ્થળનો વિસ્તાર જેના વડે એવો હાથી છે, અર્થાત્ હાથીનું કુંભસ્થળ ઘણું મોટું છે. પ્રલયકાળના વાદળના જેવા ગંભીર ગર્જરવોથી ચારે બાજુથી પૂરી દીધો છે દિશાઓના અંતને જેણે એવો છે. કુમારને સન્મુખ આવતો જોઈને રોષથી જાણે પ્રત્યક્ષ ભયંકર યમરાજ ન હોય ! તેવો. શીઘગતિવાળો તે કુમારની તરફ ચાલ્યો.
હાથીને ક્રીડા કરાવવાના કૌતુકથી તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલા પાછા નહીં હટતા કુમારે ઉત્તરીય વસ્ત્રનો દડો બનાવીને હાથી તરફ ફેંક્યો. હાથીએ પણ તત્ક્ષણ જ દડાને ગ્રહણ કરી સૂટથી આકાશમાં ઉછાળ્યો અને કેટલામાં તે અરણ્યનો હાથી રોષથી આંધળો થયો તેટલામાં ચતુરાઈથી હાથીને છેતરીને કુમારે દડાને ગ્રહણ કર્યો. પછી ક્ષોભ પામ્યા વિના કુમાર હાથીને ક્રીડા કરાવવા લાગ્યો. સૂંઢના અગ્રભાગને સ્પર્શવાથી ઉત્તેજિત થયો છે આવેશ જેનો એવા પાછળ દોડતા વનહાથીની આગળ કુમાર એક ક્ષણ દોડ્યો. પછી જેટલામાં તે હાથીનો પગ અલના પામ્યો તેટલામાં કુમારે ચાલીને મુઢિપ્રહારથી હાથીને પાછળ ભાગમાં હણ્યો. પછી રૌદ્ર(ભયંકર) હાહાર મૂકીને હાથી જેટલામાં પરાવર્તન કરે છે (પડખું ફેરવે છે) તેટલામાં કરતલથી સ્પર્શ કરાયો છે તળનો ભાગ (ગંડસ્થલનો ભાગ) જેના વડે એવો કુમાર બે પગના વચ્ચેના ભાગથી હાથીને બીજી બાજુ વાળે છે. એ પ્રમાણે કુંભારના ચક્રની જેમ ભમાવાયેલો
૧. ચાર પગ, પૂંછડું, સૂંઢ અને લિંગ આ સાત અંગોથી પરિપૂર્ણ હાથી છે.