SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૧૧ કુશલપુરુષોએ= અજ્ઞાનતા વગેરે દોષોને કુશળતાથી છેતરનાર કલાસમૂહથી યુક્ત મતિમાન પુરુષોએ. (છેતરનારનો તાત્પર્યાર્થ નાશ કરનાર એવો સમજવો. કલાસમૂહ અજ્ઞાનતાદિ દોષોનો નાશ કરે છે.) સદાય= બાલ્યાવસ્થા અને યુવાવસ્થા આદિ સર્વ અવસ્થાઓમાં, સર્વ કાળમાં. આથી જ કહેવાય છે કે, બાલ્યાવસ્થામાં જ ધર્મ કરવો જોઇએ, કારણ કે જીવન અનિત્ય છે. પાકેલાં ફળોની જેમ સદા પડવાનો ભય રહે છે. પાકેલા ફળની જેમ ભવિષ્યમાં પડનારા શરીરનો પણ આજે, કાલે કે પરમ દિવસે પડવાનો અવાજ સંભળાશે.” ધર્મમાં= શ્રુતધર્મમાં અને ચારિત્રધર્મમાં. સમ્યક્ જોડવો જોઇએ= પોતાની અવસ્થાને જે ઉચિત હોય તેવા અનુષ્ઠાનનો પ્રારંભ કરવો જોઇએ. પોતાની અવસ્થાને ઉચિત જે અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો હોય તે અનુષ્ઠાનને સંગત થાય તેવા ભાવથી યુક્ત જે રીતે થાય તે રીતે મન-વચન-કાયાની શક્તિને છુપાવ્યા વિના મનુષ્યપણાનો ઉપયોગ કરવો જોઇએ. (૩) मनुजत्वदुर्लभत्वमेवाह— अइदुल्लहं च एयं, चोल्लगपमुहेहिं अत्थ समयम्मि । भणियं दिट्टंतेहिं, अहमवि ते संपविक्खामि ॥४ ॥ " ‘અતિદુર્ત્તમ ૨' અતિદુરાવમેવ ‘તંત્’માનુષત્વ ‘ચોસ પ્રમુÎ:' અનન્તામેવ વ્યાધ્યાયમાંનૈશમિ ‘અત્ર’ આદંતે‘સમયે' સિદ્ધાન્ત‘મળિત’નિરૂપિત વર્તતે ‘ધ્યાન્ત' उदाहरणैः । यदि नामैवं ततः किमित्याह; - 'अहमपि' कर्त्ता, न केवलं पूर्वैरेवोक्ता હત્યાવિ( ? કૃત્યપિ શવ્વાર્થ:, ‘તાન્' ચોØાવિદષ્ટાન્તાન્ ‘સંપ્રવક્ષ્યામિ' મવદ્ भद्रबाहुस्वामिभणितानुसारसांगत्येन प्रतिपादयिष्यामि । ननु पूर्वैरेवोपदेशपदानामुक्तत्वात् किं भवतः पिष्टपेषणप्रायेण तद्भणनेन प्रयोजनमिति ? उच्यते- पूर्वैस्तत्कालभाविनः प्रौढप्रज्ञान् श्रोतॄन् स्वयमेव भावार्थप्रतिपत्तिसहानपेक्ष्य भावार्थाविष्करणानादरेण नोपदेश (? उपदेश ) प्रणयनमकारि, संप्रति तु तुच्छबुद्धिः श्रोतृलोको न स्वयमेव भावार्थमवबोद्धुं क्षमत इति तदनुग्रहधिया भावार्थसारयुक्तोपदेशपदप्रणयनं प्रस्तुतमिति ॥४॥ મનુષ્યભવની દુર્લભતાને જ કહે છે— ગાથાર્થ જૈનશાસ્ત્રોમાં ભોજન વગેરે દૃષ્ટાંતોથી મનુષ્યભવને અતિશય દુર્લભ કહ્યો છે. આથી હું પણ તે દૃષ્ટાંતોને કહીશ. ૧. સ્વાધ્યાય કરવો, ભણવું એ શ્રુતધર્મ છે. ચારિત્રની ક્રિયાઓ ચારિત્રધર્મ છે.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy