SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ _ 'लब्ध्वा' समुपलभ्य 'मानुषत्वं' मनुजभावलक्षणं कथंचित्' केनापि प्रकारेण तनुकषायत्वादिनाध्यवसायविशेषेणेत्यर्थः, यदवाचि-"पयईइ तणुकसाओ, दाणरओ सीलसंजमविहूणो । मज्झिमगुणेहिंजुत्तो, मणुयाउंबंधए जीवो ॥१॥" 'अतिदुर्लभम्' अतीव दुरापं वक्ष्यमाणैरेव चोल्लकादिभितैिः 'भवसमुद्रे'ऽनेकपरजात्यन्तरनीरभराकीर्णेऽनर्वाक्पारे संसारकूपारे । किमित्याह-'सम्यक् स्वावस्थोचितानुष्ठानारम्भरूपसंगतभावयुक्तं यथा भवति एवं नियोक्तव्यं' मनोवाकायसामर्थ्यागोपनेन व्यापारणीयं 'कुशलैः'अज्ञानादिदोषकुशलवञ्चनकलाकलापकलितैःमतिमद्भिःपुंभिरित्यर्थः। सदापि' बालयुवत्वादि-सर्वावस्थाव्याप्त्यासर्वकालमेव, धर्मे' श्रुतचारित्रलक्षणे जिनप्रणीते, अत एव पठ्यते- "बाल एव चरेद्धर्ममनित्यं खलु जीवितम् । फलानामिव पक्वानां, शश्वत् पतनतो भयम्॥१॥अद्य श्वो वा परश्वो वा, श्रोष्यते निष्पतिष्यतः। परिपक्वપચ્ચેવ, વપુષોપટ રૂ" સર્વ ઉપદેશવચનોમાં જે પ્રધાન(=મુખ્ય) ઉપદેશવચન છે, તેને કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે– ગાથાર્થ– ભવસમુદ્રમાં અતિદુર્લભ એવા મનુષ્યભવને કોઈપણ રીતે પામીને કુશળ પુરુષોએ મનુષ્યભવને સદાય ધર્મમાં સમ્યક જોડવો જોઈએ, અર્થાત્ મનુષ્યભવનો સદાય ધર્મમાં સમ્યક ઉપયોગ કરવો જોઇએ. ટીકાર્થ– ભવસમુદ્રમાં=અનેક બીજી જાતિઓના ભેદરૂપ પાણીના સમૂહથી ભરેલા અને જેનો કિનારો બહુ દૂર છે તેવા સંસારસમુદ્રમાં. અતિદુર્લભ= હવે પછી જ કહેવાશે તે ભોજન વગેરે દૃષ્ટાંતોથી અતિશય મુશ્કેલીથી પ્રાપ્ત કરી શકાય તેવા. કોઈપણ રીતે- કષાયોની મંદતા આદિ અધ્યવસાય વિશેષથી. કહ્યું છે કે- “પ્રકૃતિથી અલ્પ કષાયવાળો, દાનમાં તત્પર, શીલ-સંયમથી રહિત અને મધ્યમગુણોથી યુક્ત જીવ મનુષ્યનું આયુષ્ય બાંધે છે.” ૧. પપુ એ પદમાં પદ શબ્દનો વસ્તુ અર્થ કરવો. ઉપદેશ વચનોરૂપ વસ્તુઓમાં. શબ્દરત્નમહોદધિ કોષમાં પદ શબ્દનો “વસ્તુ' એવો અર્થ પણ જણાવ્યો છે. આથી શબ્દાર્થ આ પ્રમાણે થાય- ઉપદેશવચનરૂપ વસ્તુઓમાં જે સર્વથી પ્રધાન ઉપદેશવચન છે. ૨. મધ્યમગુણોથી યુક્ત એટલે મનુષ્યનું આયુષ્ય બંધાય તેવા ક્ષમા વગેરે ગુણોથી યુક્ત. જો અધમગુણો હોય તો નરકનું આયુષ્ય બંધાય. ઉત્તમગુણો હોય તો મોક્ષની પ્રાપ્તિ થાય અથવા દેવગતિનું આયુષ્ય બંધાય. માટે અહીં મધ્યમગુણોથી યુક્ત એમ કહ્યું છે.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy