SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૪ ઉપદેશપદ : ભાગ-૧ અન્ય કાર્ય કરવા સમર્થ હોય. જેમકે શુદ્ધાત્તાપૂર્વક સમ્યગ્દર્શનનો સ્વીકાર કરવામાં આવે તો તે સમ્યકત્વ અન્ય દેશવિરતિ આદિ ધર્માનુષ્ઠાનોની પરંપરા સર્જે છે. દેશવિરતિ આદિ ધર્માનુષ્ઠાન ઉત્તરોત્તર સુગતિના લાભ રૂપ અન્ય કાર્ય કરવા સમર્થ છે, અર્થાત્ એનાથી ઉત્તરોત્તર સુગતિની પ્રાપ્તિ થાય છે. આ વિષે દીપકનું દૃષ્ટાંત છે. પવન ન આવે તેવા સ્થાનમાં મૂકેલો દીપક માત્ર પ્રકાશ જ કરે છે એમ નહિ, કિંતુ કાજળનો પણ અનુબંધ કરે છે, અને એ કાજળ તરુણીઓના નયનોને નિર્મલ બનાવે છે, પ્રિસ્તુતમાં દીવાના સ્થાને સમ્યગ્દર્શન છે. કારણ કે તે પ્રકાશ કરે છે. કાજળના સ્થાને ઉત્તરોત્તર પ્રગટ થતો દેશવિરતિ વગેરે ધર્મ છે. તરુણીઓના નયનોને નિર્મલ બનાવવાના સ્થાને ઉત્તરોત્તર સુગતિની પ્રાપ્તિ છે. દીવાને નિર્વાત સ્થાનમાં મૂકવાના સ્થાને વિશુદ્ધ આજ્ઞાયોગ છે. કારણ કે તેનાથી કાર્યની પરંપરા ચાલે છે.] (૩૫૯). ભાવાનુવાદકારની પ્રશસ્તિ સુગૃહીત નામધેય પ.પૂ. આચાર્યદેવ શ્રીહરિભદ્રસૂરિ વિરચિત અને સમર્થ સાહિત્ય સર્જક પ.પૂ. આચાર્યદેવ શ્રીમુનિચંદ્ર વિરચિત ટીકા સહિત ઉપદેશપદ ગ્રંથનો સિદ્ધાંત મહોદધિ સ્વ. પ.પૂ. આચાર્યદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર પરમ ગીતાર્થ સ્વ. પ. પૂ. આચાર્યદેવ શ્રીહરસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર વર્ધમાન તપોનિધિ પ. પૂ. આચાર્યદેવ શ્રીલલિતશેખરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પંચસૂત્ર, પંચવસ્તુક, પંચાશક, ધર્મબિંદુ, શ્રાદ્ધદિનકૃત્ય, વીતરાગ સ્તોત્ર, શીલોપદેશમાલા, અષ્ટક પ્રકરણ, યોગદષ્ટિ સમુચ્ચય, શ્રાવકધર્મવિધિ પ્રકરણ, ગુરુતત્ત્વવિનિશ્ચય, ઉપદેશમાલા (પુષ્પમાલા), પ્રશમરતિ આદિ અનેક ગ્રંથોના ભાવાનુવાદ કરનારા આચાર્ય શ્રી રાજશેખરસૂરિએ વિસ્તારવાળી કથાઓ સિવાય કરેલા ગુજરાતી ભાવાનુવાદ સહિત પ્રથમ ભાગ પૂર્ણ થયો. इति-प्रकरणचतुर्दशशतीसमुत्तुङ्गप्रासादपरम्परासूत्रणैकसूत्रधारैरगाधसंसारवारि धिनिमज्जजन्तुजातसमुद्धरणप्रधानधर्मप्रवहणप्रवर्तनकर्णधारैर्भगवत्तीर्थकरप्रवचनावितथतत्त्वप्रबोधप्रभूतप्रज्ञाप्रकाशतिरस्कृतसमस्ततीर्थिकचक्र प्रवादप्रचारैःप्रस्तुतनिरतिशयस्याद्वादविचारैःश्रीमद्-हरिभद्रसूरिभिः प्रणीते अनेकप्रकरणकुलकटीकादिग्रन्थनिर्मातपूज्यश्रीमुनिचन्द्रसूरिविरचितसुखसम्बोधनीवृत्तियुते श्रीउपदेशपदमहाग्रन्थे प्रथमो भागः समाप्तः । ॥ प्रथमो भागः समाप्तः ॥
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy