SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૪ ઉપદે શપદ : ભાગ-૧ હવે કહેલા અર્થને સિદ્ધ કરતા ગ્રંથકાર દાંતને કહે છે ગાથાર્થ–આ વિષયમાં સર્વનય વિશારદ મહામંત્રીનું દૃષ્ટાંત છે. આ મહામંત્રી મારિનિવારણના પ્રસંગથી જ્ઞાનગર્ભ એવા નામથી પ્રસિદ્ધિને પામ્યો. ટીકાર્ય–આ વિષયમાં=પુરુષાર્થથી કર્મનો ઉપક્રમ (=નાશ) થાય એ વિગતને સામાન્યથી સિદ્ધ કરવાના વિષયમાં. સર્વનય વિશારદ=આન્વીક્ષિકી, ત્રયી, વાર્તા અને દંડ નીતિરૂપ નયોની વિચારણા કરવામાં વિચક્ષણ. આન્વીક્ષિકી=જિન અને જૈમિની આદિએ રચેલાં ન્યાયશાસ્ત્રોની વિચારણા તે આન્વીક્ષિકી નીતિ છે. ત્રયી= ઋગ્વદ, યજુર્વેદ અને સામવેદ એ ત્રણ વેદો. વાર્તા-લોકના નિર્વાહનું કારણ એવી ખેતી અને પશુપાલન આદિ આજીવિકાને વાર્તા કહેવામાં આવે છે. દંડનીતિ–દંડનીતિ એ રાજનીતિ છે. સામ, ભેદ, ઉપપ્રદાન અને નિગ્રહ એમ ચાર પ્રકારની રાજનીતિ છે. (ઉપપ્રદાન એટલે ભેટ કે લાંચ.) મહામંત્રી=સર્વ રાજ્ય કાર્યોની ચિંતા કરનારો હોવાથી અન્ય સર્વ મંત્રીઓનો ઉપરી હતો. આથી તે મહામંત્રી હતો. જ્ઞાનગર્ભ=આ મહામંત્રી બીજા કોઈ નામથી પ્રસિદ્ધ હતો. પણ એકવાર તેના સમગ્ર કુંટુબના મરણનો પ્રસંગ સહસા જ ઉપસ્થિત થયો. તેણે પોતાની બુદ્ધિથી) કુંટુબનું મરણ અટકાવ્યું. આથી તે જ્ઞાનગર્ભ એવા નામથી પ્રસિદ્ધ થયો. (૩૨૯) इदमेवोदाहरणं भावयितुं गाथादशकमाहवेसाली जियसत्तू, राया सचिवो उ णाणगब्भो से ॥ णेमित्तागम पुच्छा, अत्थक्कत्थाणि किं कस्स ॥३३०॥ मंतिस्स मारिपडणं, कइया पक्खारउत्ति तुसिणीया । सव्वेवि मंतिणिग्गम, काले णेमित्तिगाहवणं ॥३३१॥ पइरिक्के पुच्छा कह, सुयदोसा पच्चओ कुसुमिणोत्ति । पूजा वारण संवाय पुत्तमालोचण णिरोहो ॥३३२॥
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy