SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૯ ઉપદે શપદ : ભાગ-૧ ત્યાં અતિભક્તિના નિર્ભરતાથી નૃત્ય કર્યું. જ્વલનને પોતાની ઈચ્છા મુજબ રૂપની નિષ્પત્તિ થઈ અને દહનને તેનાથી વિપરીત (અર્થાત્ પોતે ઇચ્છા કરે તેના કરતા બીજી જ) થઈ. ગૌતમસ્વામી મહારાજા જાણવા છતાં પણ અબુધ લોકના બોધ માટે પૂછે છે કે આને રૂપો શાથી વિપરીત થાય છે? જિનેશ્વર કહે છે કે આણે પૂર્વભવમાં માયા કર્મ આચરેલું છે જેથી તેને આવા પ્રકારનું રૂપ નિર્માણ થયું. પૂર્વ જન્મ સંબંધી સર્વ વૃત્તાંત કહ્યો. કપટને કારણે ગહન સંસારમાં આવો દારૂણ અનુબંધ બંધાયો છે. તે હકીકતને સાંભળીને અનેક જીવો પ્રતિબોધ પામ્યા અને સર્પની વક્રગતિ અને સાપના ઝેરના વેગ જેવી વિષમ માયાદોષથી પાછા ફર્યા. સંગ્રહ ગાથાનો શબ્દાર્થ-હુતાશન અને જ્વલનશિખા બંને પતિ-પત્ની હતા. જ્વલન અને દહન બંને ભાઈઓ હુતાશનના પુત્રો હતા. આ પ્રમાણે ચાર જણાનું કુટુંબ વૈરાગ્ય પામ્યું અને પાટલિપુત્ર નગરમાં ધર્મઘોષ ગુરુની પાસે દીક્ષા લીધા પછી પોતાના સામર્થ્ય અનુરૂપ અનશનાદિ તપનું તથા સાધુ સમાચારીનું સારી રીતે પાલન કરે છે. (૨૭૫). જ્વલન અને દહન તે બે ભાઈઓમાંથી જ્વલન સરળ હોવાથી યથાવત્ તપ અને દીક્ષા આરાધ છે. પણ બીજો દહન જ્વલનની જેમ જ પ્રયુક્ષિણા-પ્રમાર્જનાદિ સર્વ સમાચારીને આરાધે છે. પણ માયાપૂર્વકની કરે છે. (૨૭૬) કેવી રીતે માયા કરે છે? “આ હું હમણાં આવ્યો” એમ કહીને માયાથી મોટાભાઈને ઠગે છે. શું અનાભોગથી આવું કરે છે? ના, કષાયના ત્રીજા ભેદ માયાપૂર્વકની ક્રિયાથી કરે છે પરંતુ પદાર્થની પ્રજ્ઞાપનાદિ સંબંધી નહીં. આ પ્રમાણે માયાવી ક્રિયાથી ઘણાં સમય પ્રવ્રજ્યાનું પાલન કરે છે. અંત સમયે બંનેએ દ્રવ્ય અને ભાવ કૃશ કરવા રૂપ સંલેખના કરી અને અનશન કર્યું. ત્યાર પછી સૌધર્મ દેવલોકમાં દેવ થયા. (૨૭૭) અત્યંતર પર્ષદામાં પાંચ પલ્યોપમવાળા મહર્તિકદેવ થયા. કોઈક વખત આમલકલ્પ નગરીના આમ્રશાલ વનમાં ભગવાન મહાવીર સ્વામીનું સમવસરણ થયું અને ત્યાં વંદન કરવા માટે ગયેલા તે બેનો નૃત્યક્રિયામાં વિપર્યાસ થયો. (૨૭૮). કેવી રીતે વિપર્યાસ થયો? હું સ્ત્રી-પુરુષ આદિના રૂપને વિક્ર્વીશ એમ ચિંતવ્ય છતે તેમાના જ્વલન દેવને અભિલષિત રૂપની વિકુર્વણા થઈ. ત્યારે બીજાની શું વાત કરવી? બીજાને પોતે ચિંતવેલા રૂપ કરતા પ્રતિકૂલ રૂપ થાય છે. પછી જાણતા હોવા છતાં ગણધરે પૂછ્યું: ભગવન્! આને કેમ વિપર્યય થાય છે. (૨૭૯) ૧. દ્રવ્યથી શરીરને કૃશ કરવા રૂપ અને ભાવથી કર્મોને કૃશ કરવા રૂપ સંલેખના.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy