SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ ઉપદે શપદ : ભાગ-૧ સમાન હુતાશન નામનો બ્રાહ્મણ હતો. તેને વિનયરૂપી માણેકનું ભોજન એવી જ્વલનશિખા નામની સ્ત્રી હતી. જે દુઃશીલ લોકના મનના વિકલ્પરૂપ ભ્રમર-શ્રેણી માટે અગ્નિની જ્વાળા સમાન હતી. શ્રાવકધર્મમાં તત્પર, કુળને સમુચિત મર્યાદા પાળવામાં રત એવા તેઓને કેટલાક દિવસો ગયે છતે જ્વલન અને દહન ક્રમથી બે પુત્રો થયા. સર્વકાર્યોમાં માતા-પિતાના ચિત્તને અનુસરતા વૃદ્ધિ પામ્યા. (૫) હવે સમસ્ત ભવ્ય જીવોરૂપી કમળોને બોધ કરવામાં સૂર્ય જેવા ધર્મઘોષ નામના સૂરિ વિહાર કરતા આવ્યા અને મુનિને ઉચિત વસતિમાં રહ્યા. જેમને ઘણો સંતોષ (હર્ષ) થયો છે એવા નગરલોકે ભગવાનને વંદન કર્યું. ભવરૂપી કારાગારમાંથી સર્વથા છોડાવનાર ધર્મ સાંભળ્યો. આસન ઉપરથી ઊભો થઈને વંદન કરીને હુતાશન આ પ્રમાણે કહે છે કે હે ભગવન્! ભવથી ભયભીતમનવાળો હું કુટુંબ સહિત તમારા ચરણરૂપી કમળમાં દીક્ષા ગ્રહણ કરવા ઇચ્છું છું. હે સૌમ્ય! તારે અહીં વિલંબ કરવો ઉચિત નથી. આ પ્રમાણે ગુરુના અભિપ્રાયને જાણીને, જિનપૂજાદિ કરણીય કરીને હુતાશને કુટુંબ સહિત અતિ આશ્ચર્યકારી દીક્ષા ગ્રહણ કરી અને સર્વ આશ્રવદ્વારો બંધ કર્યા. તે કુટુંબને અતિ ઉગ્ર ભવવિરાગવાળો કરે છે, ઘોર તપ આચરે છે, શુદ્ધ અધ્યવસાયથી યુક્ત વજૂના ચણા ચાવવા સમાન દીક્ષાને પાળે છે, પરંતુ સર્વક્રિયામાં દહન જ્વલનને માયાથી ઠગે છે. આ હું આવું છું એમ બાના બતાવીને માયા સ્થાનોનું સેવન કરે છે, પરંતુ વિપરીત પદાર્થની પ્રરૂપણા વગેરે આચરતો નથી. આ પ્રમાણે તેનો આ જન્મ પ્રમાદમાં ગયો અને કયારેય ગુની પાસે માયાશલ્યની આલોચના કરતો નથી. વિધિથી સંલેખનાદિ અનશન કરીને મરીને સૌધર્મ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયો. જ્વલન પણ ઋજુભાવથી તેવા પ્રકાર (સાધુ)ની ક્રિયામાં નિરત ત્યાં જ દેવપણે ઉત્પન્ન થયો. (૧૫) બાહ્ય, મધ્ય અને અત્યંતર એમ શકેન્દ્રની ત્રણ પર્ષદાઓ છે જેના અનુક્રમે જવા, ચંડા અને સમિતા નામ છે. ઈન્દ્ર આંતરપર્ષદાની સાથે કાર્યની વિચારણા કરે છે અને મધ્યપર્ષદાની સાથે નિર્ણય કરે છે, નિશ્ચિયથી કરવા યોગ્ય કાર્યનો આદેશ ત્રીજી અત્યંતર પર્ષદાની સાથે કરે છે. અત્યંતર સમિતા પર્ષદા બોલવવામાં આવે ત્યારે જ આવે છે. મધ્યપર્ષદા બોલાવે ત્યારે આવે અથવા સ્વયં પણ આવે અને જવણા પર્ષદા સંતોષના વશથી ઉત્સુક થયેલી સ્વયં જ ઈન્દ્રની પાસે રહે છે. તે બંને ઈન્દ્રની અત્યંતર પર્ષદામાં પાંચ પલ્યોપમના આયુષ્યવાળા મહદ્ધિક દેવ થયા. અન્યદા પૂર્વ ભવના સ્નેહના વશથી યુગપદ્ આમલકલ્પ નગરીના આમ્રશાલ વનમાં ભગવાન મહાવીરસ્વામીનું સમવસરણ રચાયું ત્યારે પોતાના પરિવાર સહિત આવ્યા, ત્રણ પ્રદક્ષિણા કરીને વંદન કર્યું. તેઓએ
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy