SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ ઉપદેશપદ : ભાગ-૧ ટીકાર્થ– અતિનિપુણનીતિથી- વજની સોયથી પણ અતિતીણ તર્ક-વિતર્કવાળી યુક્તિથી. હિતાહિતને- આ લોક અને પરલોક સંબંધી હિતને અને અહિતને. નીતિથી વ્યવહાર કરવો વગેરે હિત છે= હિતકર છે. તેનાથી વિપરીત પારકાનું ધન લેવું વગેરે અહિત છેઃ અહિતકર છે. પ્રાયઃ કર્તવ્યમાં સમ્યક પ્રવર્તે છે– પ્રાયઃ ધર્મશ્રવણ વગેરે કરવા યોગ્ય કાર્યોમાં સમ્યક પ્રવૃત્તિ કરે છે. પ્રાયઃ કાર્યને સાધે છે– નિષ્ફળ ન જાય તેવી બુદ્ધિવાળો હોવાથી સફલ ચેષ્ટાવાળો હોય છે. અને એથી ધર્મ અને અર્થ (ધન) વગેરે કાર્યને પ્રાયઃ સિદ્ધ કરે છે. (૨૬૦) आह-किं कदाचिदन्यथाभावोऽपि स्याद् येनात्र प्रायोग्रहणं कृतमिति । उच्यते-सत्यमेवैतत्, कदाचित् कस्यचित् प्रतिबन्धसम्भवात् । तमेव दर्शयन्नाह पडिबंधो वि य एत्थं, सोहणपंथम्मि संपयट्टस्स । कंटगजरमोहसमो, विन्नेओ धीरपुरिसेहिं ॥२६१॥ प्रतिबन्धोऽपि च स्खलनारूपः किं पुनरप्रतिबन्ध इत्यपिचशब्दार्थः, अत्र-भावाज्ञायां लब्धायां सत्यां तथाविधावश्यंवेद्यकर्मविपाकात् शोभनपथे-सर्वसमीहितसिद्धिसम्पादकत्वेन सुन्दरे पथि पाटलिपुत्रकादिपुरसम्बन्धिनि सम्प्रवृत्तस्य कस्यचित् पथिकस्य ये कण्टकज्वरमोहाः प्रतिबन्धहेतुत्वात् प्रतिबन्धा जघन्यमध्यमोत्कृष्टरूपास्तैः समस्तुल्यः कण्टकज्वरमोहसमो विज्ञेयो धीरपुरषैः ॥२६१॥ પ્રશ્ન- ક્યારેક કર્તવ્યમાં ન પણ પ્રવર્તે ક્યારેક ધર્મ વગેરે કાર્ય ન પણ સાથે એવું શું બને ? જેથી અહીં “પ્રાયઃ' કહ્યું. ઉત્તર- તમે કહ્યું તે સાચું જ છે. કોઈક સમ્યગ્દષ્ટિ જીવને ક્યારેક વિઘ્નનો સંભવ છે. એથી કોઈક સમ્યગ્દષ્ટિ જીવ કર્તવ્યમાં ન પણ પ્રવર્તે અને ધર્મ વગેરે કાર્ય ન પણ સાથે એવું બને. આ જ વિષયને બતાવતા ગ્રંથકાર કહે છે– ગાથાર્થ– ભાવાત્તા પ્રાપ્ત થયે છતે સારા માર્ગમાં સમ્યક પ્રવૃત્ત થયેલા જીવને વિન પણ આવે. ધીરપુરુષોએ આ વિપ્નને કંટક, જ્વર અને મોહ તુલ્ય જાણવો. ટીકાર્થ– જેમ પાટલિપુત્ર વગેરે નગરમાં જવા માટે પ્રવૃત્ત થયેલા કોઈક મુસાફરને કંટક, જવર અને મોહરૂપ વિધ્ધ થાય તે રીતે પ્રસ્તુતમાં મોક્ષમાર્ગ રૂપ સુંદર માર્ગમાં
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy