SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૧ ઉપદેશપદ : ભાગ-૧ પ્રશમ વગેરે કારણોના સર્ભાવથી- મોક્ષના પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ પાંચ કારણોનો સદ્ભાવ હોવાથી. ભાવાર્થ- જે જીવની ગ્રંથિનો ભેદ થયો હોય તે જીવમાં જિનાજ્ઞાનો સાચો પરિણામ ઉત્પન્ન થાય છે. તેથી તે જીવ સર્વ વસ્તુના સ્વરૂપને યથાર્થ રીતે જુએ છે. તે જીવને સર્વવસ્તુઓનું જ્ઞાન ન પણ હોય, આમ છતાં તે જીવમાં તપેવ સંધ્ય નિ:શવં કં નિર્દિ પડ્યું—“તે જ નિઃશંકપણે સાચું છે કે જે જિનેશ્વરોએ કહ્યું છે” આવી શ્રદ્ધા હોવાના કારણે સર્વ વસ્તુના સ્વરૂપને યથાર્થ રીતે જુએ છે. તથા તેનામાં જિનાજ્ઞાનો પરિણામ સાચો હોય છે. દેખાવનો નથી હોતો. સમ્યકત્વની હાજરીમાં પ્રશમ વગેરે લિંગો અવશ્ય હોય છે. અલબત્ત તરતમતા અવશ્ય હોઈ શકે. એટલે સમ્યકત્વની હાજરીમાં એક જીવને જેટલા પ્રમાણમાં પ્રશમ વગેરે હોય તેનાથી બીજા જીવને ઓછા પ્રમાણમાં પ્રશમ વગેરે હોય એવું બની શકે છે. પણ સમ્યકત્વની હાજરીમાં કોઈક જીવને પ્રશમ વગેરે ન પણ હોય એવું ન જ બને. આથી જ શ્રાવકપ્રશસ્તિપ્રકરણની ૬રમી ગાથાની ટીકામાં લખ્યું છે કે-“અનંતાનુબંધી કષાયોનો ક્ષયોપશમ વગેરે થયા વિના તત્ત્વાર્થશ્રદ્ધા ન થાય. અનંતાનુબંધી કષાયોનો ક્ષયોપશમ વગેરે વિદ્યમાન હોય ત્યારે જે જીવોને અનંતાનુબંધી કષાયોનો ઉદય છે તે જીવોની અપેક્ષાએ આ જીવમાં પ્રશમ વગેરે ગુણો હોય જ છે.” મોક્ષના પ્રશમ વગેરે કારણો વિદ્યમાન હોવાના કારણે ભાવાજ્ઞા અવશ્ય મોક્ષને પમાડે છે. (૨૬૯) ततोऽस्यां यदसौ करोति तदाहएयाए आलोचइ, हियाहियाइमतिनिउणनीतीए । किच्चे य संपयट्टति, पायं कजं च साहेति ॥२६०॥ एतस्यां भावाज्ञायां सत्यां आलोचयति जीवः । किमित्याह-हिताहितानि इहलोकपरलोकयोर्हितानि नीतिव्यवहारादिलक्षणानि, अहितानि च तद्विपरीतानि परद्रव्यापहारादीनि । कथमित्याह-अतिनिपुणनीत्या-वज्रसूचेरप्यतितीक्ष्णयोहापोहयुक्त्या। तथा कृत्ये च कर्त्तव्येऽर्थे धर्मश्रवणादौ संप्रवर्तते-सम्यक् चेष्टावान् भवति प्रायो बाहुल्येन । तथा, कार्यं च धर्मार्थादिरूपं साधयति-निवर्तयति प्राय एवावन्ध्यबुद्धित्वेन सफलचेष्टत्वात् ॥२६०॥ તેથી ભાવાણા હોય ત્યારે જીવ જે કરે છે તેને કહે છે ગાથાર્થ –ભાવાજ્ઞા હોય ત્યારે જીવ અતિનિપુણનીતિથી હિતાહિતને વિચારે છે. પ્રાયઃ કર્તવ્યમાં સમ્યક્ પ્રવર્તે છે અને પ્રાયઃ કાર્યને સાધે છે.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy