SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૩૯૩ રૂપ સમુદ્રની લહરી જેવી હતી, તથા સુંદર લાવણ્યના કારણે સુરસુંદરીઓનો પણ તિરસ્કાર કરનારી હતી. આ કન્યા એક વાર હવેલીની અગાસીમાં સુવર્ણના દડાની ક્રીડાનો રસ અનુભવી રહી છે. આ વખતે ઝરૂખામાં બેઠેલા રતિસાર રાજાની દૃષ્ટિપથમાં આવી (–જોવામાં આવી). તેથી તેની રાજહંસ સમાન લીલા પૂર્વકની ગતિ વગેરે તેના ગુણો પ્રત્યે તેનું મન આકર્ષાયું. તેના ઉપર રાગ થતાં રાજા પ્રબળ કામરાગની અવસ્થાને પામ્યો. રાજાને તેવી અવસ્થાવાળા જોઈને મંત્રીએ રાજાને કહ્યું: હે દેવ ! કોઈ કારણ વિના જ આપના શરીરની આ અકુશળતા કેમ છે ? રાજાએ પણ આની આગળ કાંઈ પણ છુપાવવા જેવું નથી એમ વિચારીને પોતાનું સ્વરૂપ જણાવ્યું. પછી મંત્રીએ સાગરદત્તના ઘરે જઈને ચંદ્રલેખાની સગાઈ કરવા માટે શરૂ કર્યું. અર્થાત્ રાજાની સાથે ચંદ્રલેખાના લગ્ન કરવા માટેની વાત માંડી. સાગરદત્તે કહ્યું હું રાજાને સ્વપુત્રી આપતો નથી. કારણ કે રાજાને રાજ્યને યોગ્ય ભીમ નામનો પુત્ર છે, તેથી તે રાજા થશે, મારી પુત્રીનો પુત્ર રાજા ન થાય. આ વૃત્તાંતની ભીમને ખબર પડી. તેથી ભીમે સાગરદત્તને કહ્યું હું રાજ્ય નહિ કરું, માટે રાજાને તમારી કન્યા આપો. પછી ફરી પણ સાગરદત્ત વણિકે કહ્યું: પિતાને જે અપ્રિય છે તેનો ત્યાગ કરવાની ઇચ્છાવાળો તું રાજ્ય નહિ કરે, તો પણ તારો પુત્ર રાજ્ય કરશે. વણિકના આ પ્રમાણે ગાઢ આગ્રહને જાણીને ફરી પણ ભીમે કહ્યું: જો તમે આ પ્રમાણે સૂક્ષ્મદ્રષ્ટિથી જોનારા છો તો હું કોઈ પણ કુલબાલિકાને (-કન્યાને) પરણીશ નહિ. આથી મારા પુત્રનો સંભવ નથી જ. આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને ભીમકુમાર સમય જતાં બ્રહ્મચારી થયો. અર્થાત્ લોકમાં તે બ્રહ્મચારી તરીકે પ્રસિદ્ધિને પામ્યો. (૨૪૭) આ પ્રમાણે મનોરથ પૂર્ણ થવાથી વણિકે રાજાને ચંદ્રલેખા આપી. ઘણા ધનનો ખર્ચ કરીને સારા દિવસે રાજા ચંદ્રલેખાને પરણ્યો. તેની સાથે વિષય સુખને અનુભવતા તેને પુત્ર થયો. યોગ્ય સમયે તેને રાજા કર્યો. જેણે આત્માને જિનાજ્ઞાથી ભાવિત કર્યો છે તેવા અને અપારસંસારમાં પતનથી ભય પામેલા ભીમકુમારે પણ ઘરમાં (સંસારમાં) રહીને જ નિષ્કલંક અબ્રહ્મવિરતિરૂપ વ્રતનું પાલન કરતાં દિવસો પસાર કર્યા. હવે ક્યારેક સૌધર્મ સભામાં બેઠેલા શક્રેન્દ્ર ભીમકુમારના વ્રતમાં દઢતાના અભિપ્રાયને જાણીને દેવસભાની આગળ પ્રસંશા કરી કે ભીમકુમાર જગતના જનસમૂહના ચિત્તમાં ચમત્કારની ઉત્પત્તિનું કારણ એવા સૌભાગ્ય વગેરે ગુણોથી યુક્ત હોવા છતાં ઇન્દ્રોની સહાયવાળા દેવોથી પણ બ્રહ્મચર્ય પરિપાલન રૂપ જિનાજ્ઞાથી ચલાયમાન કરવા સમર્થ નથી, તો પછી બિચારા માનવો વગેરેથી ચલાયમાન ન કરી શકાય તેમાં શું કહેવું? તેથી કોઈ દેવે તેને ચલાયમાન કરવા માટે કામરૂપ જ્વરથી પીડાયેલા શરીરવાળી વેશ્યા વિકુવને બતાવી. પછી દેવે માતાનું રૂપ ધારણ કરીને ભીમકુમારને હ્યું: મને અત્યંતપ્રિય આ પુત્રીની ઇચ્છાને તું પૂરી કરતો નથી તેથી કષ્ટકારી મરણ દશાને પામેલી તે નિયમો મૃત્યુ પામી જશે. તું સ્ત્રી હત્યાની ઉપેક્ષા કરનારો હોવાથી નિર્દયી છે. આનાથી તને અધર્મ
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy