SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ ઉપદેશપદ : ભાગ-૧ છે તો હું લગ્ન નહિ કરું. પછી સમય જતાં તે બ્રહ્મચારી થયો. (૨૪૭) આથી વણિકે રાજાને પોતાની કન્યા આપી અને તેનો પુત્ર રાજા થયો. ભીમે પણ ઘરમાં રહીને જ બ્રહ્મચર્યનું પાલન કર્યું. ઈન્દ્ર પ્રશંસા કરી કે ભીમને બ્રહ્મચર્ય પાલન રૂપ જિનાજ્ઞાથી દેવ પણ ચલાયમાન કરવા સમર્થ નથી. તેથી દેવે કામરૂપ જ્વરથી પીડિત શરીરવાળી વેશ્યા ભીમને બતાવી. પછી દેવે ભીમની માતાનું રૂપ ધારણ કરીને ભીમને કહ્યું: મને અત્યંત પ્રિય આ પુત્રીની ઇચ્છાને તું પૂરી કરતો નથી તેથી કષ્ટકારી મરણ દશાને પામેલી તે નિયમા મૃત્યુ પામી જશે. તું સ્ત્રીહત્યાની ઉપેક્ષા કરનારો હોવાથી નિર્દય છે. આનાથી તને અધર્મ થશે. (૨૪૮) ભીમે જિનાજ્ઞાની વિચારણા કરી. તેથી તેને તે સ્ત્રી ઉપર રાગ ન થયો. ભીમે વિચાર્યું કે બ્રહ્મચર્યની વિરતિના નાશમાં નિયમા પાપ થાય. તે મરણ ન પામે એ માટે મારે તેના ઉપર જૈનધર્મ કથનરૂપ સુકરુણા કરવી યોગ્ય છે. તેના કામની શાંતિ થાય તેવો ધર્મ તેને કહ્યો. પછી દેવ તેને મક્કમ જાણીને પોતાનું રૂપ બતાવીને દેવલોકમાં જતો રહ્યો. (૨૪૯) ભીમ અરિહંતોની આજ્ઞાને યાદ કરીને આત્મારામ થયો, અર્થાત્ આત્મારૂપ નંદનવનમાં રમણ કરનારો થયો. આ પ્રમાણે જ્યારે જે કરવું ઉચિત હોય ત્યારે તે ઉચિતને કરતા બીજા જીવોને પણ ધર્મ થાય. (૨૫૦) ટીકાર્થ– અન્ય નગરીની સમૃદ્ધિનું અભિમાન રૂપ તગરવૃક્ષનો જેણે નાશ કર્યો છે તેવી તગરા નામની નગરીમાં પોતાના લાવણ્યથી કામદેવના રૂપને જિતનાર રતિસાર નામનો રાજા હતો. તેનો ભીમ નામનો પુત્ર થયો. બાલ્યાવસ્થાને વટાવી ગયેલા તેને પિતા તેવા પ્રકારના (–આચાર સંપન્ન) આચાર્યની પાસે લઈ ગયો. શ્રુત-ચારિત્રરૂપ ધર્મને સાંભળીને તે સમ્યકત્વને પામ્યો. (૨૪૫) તેણે વિચાર્યું કે મારા પિતાએ મને સંપૂર્ણ ત્રણ લોકમાં સારભૂત એવા જૈન ધર્મમાં જોડ્યો. આથી પિતા મારા અતિશય હિત કરનારા અને પરમોપકારી છે. આથી પ્રાણના ભોગે પણ પિતાના ઉપકારનો બદલો વાળવો અશક્ય છે. આથી “મારે સદા-સર્વકાળ) તેમનું અનિષ્ટ ન કરવું” એવો અભિગ્રહ કર્યો. ત્યાર બાદ ઘરે રહીને જ શરદઋતુના ચંદ્રના કિરણોના ઢગલા જેવો નિર્મલ અને સુખકારી તથા શ્રાવકોને ઉચિત અને સમ્યગ્દર્શન જેનું મૂલ છે એવા અણુવ્રત-ગુણવ્રત-શિક્ષાવ્રત રૂપ ધર્મને આચરે છે.' શરદઋતુના ચંદ્રના કિરણોના ઢગલા જેવો નિર્મળ ધર્મ કરે છે. (અર્થાત્ અતિચાર ન લાગે તે રીતે ધર્મનું પાલન કરે છે.) આ ધર્મ સ્વર્ગ-મોક્ષમાં થનારા સુખનું કારણ હોવાથી સુખ છે–સુખકારી છે. (૨૪૬) આ પ્રમાણે પ્રતિદિન નવા નવા પવિત્ર પરિણામની પરંપરામાં ચઢી રહેલા ભીમનો કાળ પસાર થાય છે. સાગરદત્ત નામના વણિકની ચંદ્રલેખા નામની કન્યા હતી. તે શુંગાર ૧. અહીં “ધર્મને આચરે છે” એ પ્રમાણે વર્તમાન કાલનો નિર્દેશ તે કાળની (–ભીમ જ્યારે વિદ્યમાન હતો તે કાળની) અપેક્ષાએ સમજવો.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy