SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ ઉપદેશપદ : ભાગ-૧ અહીં તાત્પર્ય આ પ્રમાણે છે- જે જીવ લોકોત્તર ધર્મની આરાધના કરનારો બનવાનો હોય તે જીવમાં પ્રારંભમાં કાકતાલીય ન્યાયથી મિથ્યાત્વમોહની મંદતારૂપ કર્મોપશમ થાય છે. એના કારણે તે જીવ ધર્મમાં આ લોક-પરલોકના ફળની અપેક્ષાથી રહિત બને છે. તથા જિનશાસનમાં કહેલા દયા-દાન આદિ ગુણો ઉપર શ્રદ્ધાવાળો બને છે. આવો જીવ લોકોત્તર ધર્મની થોડી પણ જે આરાધના કરે તે આરાધના શુદ્ધધર્મનું બીજ બને છે. એનાથી એને ભવિષ્યમાં અવંધ્ય લોકોત્તર સમ્યક્ત વગેરે ધર્મની પ્રાપ્તિ થાય છે. (૨૩૧૨) एतदेवाधिकृत्याहपायमणक्खेयमिणं, अणुहवगम्मं तु सुद्धभावाणं । भवखयकरंति गरुयं, बुहेहिं सयमेव विनेयं ॥२३२॥ प्रायो-बाहुल्येन बहुमानस्वरूपेणेत्यर्थः, अनाख्येयम्-आख्यातुमशक्यमिदं-धर्मबीजं परेभ्यः। एवं तमुसंवेद्यमप्येतत्स्यादित्याशङ्क्याह-अनुभवगम्यं तु-स्वसंवेदनप्रत्यक्षपरिच्छेद्यं पुनः शुद्धभावानाम्-अमलीमसमानसानाम् । तथा, भवक्षयकरं-संसारव्याधिविच्छेदहेतुरिति-अस्मात् कारणाद् गुरुकं-सर्वजनाभिमतचिन्तारत्नादिभ्योऽपि महद् बुधैः 'स्वयमेव' निजोहापोहयोगतो विज्ञेयम्, इक्षुक्षीरादिरसमाधुर्यविशेषाणामिवानुभवेऽप्यनाख्येयत्वात् । उक्तं च-"इक्षुक्षीरगुडादीनां, माधुर्यस्यान्तरं महत् । तथापि न तदाख्यातुं, सरस्वत्याऽपि शक्यते ॥१॥२३२॥" આ જ વિષયને આશ્રયીને કહે છે ગાથાર્થ–ધર્મબીજ પ્રાયઃ (=મોટા ભાગે) બીજાઓને કહી શકાય તેવું નથી, પણ શુદ્ધભાવવાળા જીવો તેને અનુભવથી જાણી શકે છે. ધર્મબીજ સંસારનો ક્ષય કરનારું હોવાથી મહાન છે. આ નિપુણ પુરુષોએ સ્વયં જાણવું. ટીકાર્થ– અનુભવથી જાણી શકે છે– સ્વસંવેદનથી પ્રત્યક્ષ જાણી શકે છે. ધર્મબીજ પ્રાયઃ બીજાઓને કહી શકાય તેવું નથી. આથી સ્વસંવેદનથી પણ ન જાણી શકાય તેવું હોય એવી આશંકા કરીને અહીં કહ્યું કે શુદ્ધભાવવાળા જીવો તેને અનુભવથી જાણી શકે છે. સંસારનો ક્ષય કરનારું છે– સંસારરૂપ વ્યાધિના નાશનો હેતુ છે. મહાન છે– સંસારરૂપ વ્યાધિના નાશનો હેતુ હોવાથી જ સર્વલોકને ઈષ્ટ એવા ચિંતામણિ રન વગેરેથી પણ મહાન છે.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy