SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૩ ઉપદેશપદ : ભાગ-૧ एयं च एत्थ णेयं, जहा कहिंचि जायम्मि एयम्मि । इहलोगादणवेक्खं, लोगुत्तरभावरुइसारं ॥२३१॥ एतच्च-धर्मबीजमत्र-लोकोत्तरधर्माराधनप्रक्रमे ज्ञेयं, यथाकथञ्चित्-काकतालीयान्धकण्टकीयादिज्ञातप्रकारेण जाते एतस्मिन्-कर्मोपशमे, कीदृशमित्याहइहलोकाद्यनपेक्षम्-ऐहलौकिकपारलौकिकफलाभिलाषविकलम् । तथा, लोकोत्तरभावरुचिसारं-जैनशासनसूचितदयादानाद्यनवद्यभावश्रद्धानप्रधानम्, लौकिकभावेषु हि दृढविपर्यासानुगतेषु श्रद्धायां व्यावृत्तविपर्याससद्धर्मबीजभावानुपपत्तेरिति ॥२३१॥ આ જ વિષયને કંઈક વિશેષથી કહે છે ગાથાર્થ– અહીં યથાકથંચિત્ કર્મનો ઉપશમ થયે છતે આ લોક-પરલોકના ફળની અભિલાષાથી રહિત અને લોકોત્તર ભાવસચિની પ્રધાનતાવાળું ધર્મબીજ જાણવું. ટીકાર્થ- અહીં લોકોત્તર ધર્મની આરાધનાના પ્રારંભમાં. યથાકથંચિત્ કાકતાલીય ન્યાયથી કે અંધકંટકીય વગેરે ન્યાયથી. કાગડાએ બેસવું અને તાળના ફળનું પડવું એ કાકતાલીય ન્યાય છે. એ રીતે જે કાર્ય પ્રયત્ન વિના આકસ્મિક થાય તે કાર્ય કાકતાલીય ન્યાયથી થયું કહેવાય. આંધળા માણસે પગમાં હાથ ફેરવ્યો અને પગમાંથી કાંટો નીકળી ગયો. એ રીતે જે કાર્ય પ્રયત વિના આકસ્મિક થાય તે કાર્ય અંધકંટકીય ન્યાયથી થયું કહેવાય. પ્રસ્તુતમાં કર્મનો ઉપશમ(–મિથ્યાત્વમોહની મંદતા) જીવના પ્રયત્ન વિના આકસ્મિક થાય છે માટે નાતાલીય ન્યાયથી એમ કહ્યું. લોકોત્તર ભાવરુચિની પ્રધાનતાવાળું– જૈનશાસનમાં સૂચિત દયા અને દાન વગેરે નિષ્પાપ ભાવોની (–ગુણોની) શ્રદ્ધાની પ્રધાનતાવાળું, અર્થાત્ જેમાં જૈનશાસનમાં બતાવેલા નિષ્પાપ દયા-દાન આદિ ગુણોની શ્રદ્ધા હોય તેવું ધર્મબીજ. દઢ વિપર્યાસથી યુક્ત લોકિક ભાવોની શ્રદ્ધામાં વિપર્યાસ રહિત શુદ્ધ ધર્મબીજની સત્તા ઘટી શકે નહિ (વિપર્યાસ મહા અનર્થનું કારણ છે એમ પૂર્વે જણાવ્યું છે. લૌકિક ભાવોની શ્રદ્ધામાં વિપર્યાસ રહેલો હોય છે. શુદ્ધ ધર્મના બીજમાં વિપર્યાસ ન હોય. દૃઢ વિપર્યાસ ન હોય તો જ શુદ્ધ ધર્મના બીજની વાવણી થઈ શકે છે. માટે અહીં શુદ્ધ ધર્મબીજનું લોકોત્તર ભાવરુચિની પ્રધાનતાવાળું એવું વિશેષણ છે.) ૧. નદી ઘોલ પાષાણ ન્યાયથી કે ઘુણાક્ષર ન્યાયથી એમ પણ કહી શકાય.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy