SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ ઉપદેશપદ : ભાગ-૧ ( આ પ્રમાણે સંપ્રતિ રાજા, અવંતિસુકુમાલના પ્રતિબોધથી માંડીને તથા ગ્રામ-નગરાદિમાં રહેતા વિવિધ ભવ્ય જીવોને દેશવિરતિ અને સર્વવિરતિ આદિ શબ્દથી સમ્યકત્વનું પ્રદાન કરીને આર્યસુહસ્તિસૂરિ પણ સર્વ ગચ્છના પ્રયોજનો પૂર્ણ કરીને પંડિત મરણથી કાળ કરીને દેવલોકમાં ગયા. (૨૧૯) હવે ઉપસંહાર કરતા કહે છે કે આર્યમહાગિરિ અને આર્યસુહસ્તિ બંને પણ આચાર્યોની પરંતુ એકની જ નહીં. પોતપોતાની યોગ્યતા અનુસાર, ગચ્છની પ્રતિપાલના રૂપ તેવી અનેક પ્રકારની પ્રવૃત્તિ પૂર્વાચાર્યો વડે કહેવાઈ છે, કુશળ આત્માએ સૂક્ષ્મબુદ્ધિ (હય અને ઉપાદેય પૂર્વકની બુદ્ધિ)થી તેની વિચારણા કરવી. બીજે પણ કહેલું છે કે–જે કારણથી જે પુરુષ જે કાર્ય કરવા યોગ્ય હોય તે કારણથી તેણે તે કાર્યનો પ્રારંભ કરવો જોઇએ આ સજ્જનોની સમ્યગૂ નીતિ છે. (૨૨૦) योग्यारम्भमेवानयोर्भावयतिकप्पेऽतीते तक्किरियजोगया फासिया महागिरिणा । तह गच्छपालणेणं, सुहत्थिणा चेव जतितव्वं ॥२२१॥ 'कल्पे'-जिनकल्पे जम्बूनाममहामुनिकालव्यवच्छिन्नत्वेनातीते 'सति तक्रियायोग्यता'-जिनकल्पानुकाररूपा 'स्पृष्टा'-निषेविता महागिरिणा । तथेति पक्षान्तरोपक्षेपार्थः । 'गच्छपालनेन'-सारणावारणादिना गच्छानुग्रहकरणरूपेण सुहस्तिना च तक्रियायोग्यता स्पृष्टा । सम्यक्परिपालितगच्छो हि पुमान् जिनकल्पयोग्यो भवतीति गच्छपरिपालनमपि परमार्थतो जिनकल्पयोग्यतैवेति । निगमयन्नाह-एवेत्यनुस्वारलोपादेवं-भणितपुरुषन्यायेन 'यतितव्यम्' उद्यमः कार्यः सर्वप्रयोजनेषु ॥२२१॥ આર્ય મહાગિરિસૂરિ-આર્યસુહસ્તિસૂરિના યોગ્ય પ્રારંભને જ વિચારે છે ગાથાર્થ– જિનકલ્પનો વિચ્છેદ થયે છતે આર્ય મહાગિરિએ જિનકલ્પનું અનુકરણ કરવા રૂપ પોતાને યોગ્ય ક્રિયા કરી, તથા આર્યસુહસ્તિસૂરિએ ગચ્છનું પાલન કરવા વડે પોતાને યોગ્ય ક્રિયા કરી. સર્વકાર્યોમાં આર્યમહાગિરિ-આર્યસુહસ્તિસૂરિના દૃષ્ટાંત પ્રમાણે પ્રયત કરવો જોઇએ. ટીકાર્થ– જંબૂ નામના મહામુનિના કાલધર્મ પછી જિનકલ્પનો વિચ્છેદ થયો. આથી આર્યમહાગિરિસૂરિએ (જિનકલ્પનો સ્વીકાર ન કર્યો, કિંતુ) જિનકલ્પનું અનુકરણ કર્યું આર્યસુહસ્તિસૂરિએ ગચ્છનું પાલન કર્યું, અર્થાત્ સારણા-વારણા આદિથી ગચ્છ ઉપર અનુગ્રહ કર્યો. જેણે ગચ્છનું સમ્યક્ પરિપાલન કર્યું હોય તે જ પુરુષ જિનકલ્પને યોગ્ય
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy