SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૧ ઉપદેશપદ : ભાગ-૧ વ્યાકુળ થયો. પછી આર્યસુહસ્તિ મુનીશ્વરે પરિવાર સહિત ભદ્રાને કહ્યું કે રાત્રિમાં અવંતિસુકુમાલ દીક્ષા લઈને અનશન કરીને કંથારવૃક્ષના વનમાં કાયાની માયા છોડીને નલિની ગુલ્મ વિમાનમાં મહર્લૅિક દેવ થયો છે. પુત્રવધૂઓથી યુક્ત ભદ્રા ત્યાં ગઈ અને મૃતકકાર્ય કર્યું. તે સ્થાનથી પાછી ફરેલી ભદ્રાને સૂરિએ આ પ્રમાણે ઉપદેશ આપ્યો. નદીના પૂરમાં પડેલા જીવોને સમાગમ થવો દુર્લભ છે અને વિયોગ સુલભ છે તેમ સંસારમાં પડેલા જીવોને સમાગમ દુર્લભ છે અને વિયોગ સુલભ છે. જેવું સ્વપ્ન છે, જેવી મૃગતૃષ્ણા છે, જેવી ઇન્દ્રજાળ છે, જેવો બાળકોના ધૂળના ઘરનો વિલાસ છે, તેવો જીવલોક છે. અર્થાત્ બંનેમાં ભિન્નતા નથી. આ સંસારમાં ધનવાન ગરીબ થાય છે, દુઃખી પણ સુખી થાય છે, ગુણી પણ અગુણી બને છે, ભાઈ પણ શત્રુ થાય છે. સંસારમાં રહેલો લોક નિરાધાર થાય છે, એવા સંસારને ધિક્કાર હો. તથા મર્યા પછી જીવને સ્વર્ગ કે મોક્ષ બેમાંથી એકની નિયમથી પ્રાપ્તિ થતી હોય તો તે મનુષ્યનું મરણ પણ ઉત્સવભૂત થાય છે. આ પ્રમાણે જેનો શોક દૂર કરાયો છે એવી ભદ્રા અને પુત્રવધૂઓ અત્યંત વૈરાગ્યને પામી અને એક સગર્ભા પતીને છોડીને ભદ્રા સહિત બધી પત્નીઓએ સુહસ્તિસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી. ઉચિત કાળે ઘણા લક્ષણથી યુક્ત તેને પુત્ર થયો. પિતાના પક્ષપાતથી તે અગ્નિ સંસ્કાર ભૂમિ ઉપર પિતાની પ્રતિમાથી યુક્ત ઊંચુ મંદિર બંધાવ્યું. કાળે કરી બૌદ્ધ ભિક્ષુઓએ તીવ્રરોષથી તેનો કો કર્યો અને આ હમણાં મહાકાલ નામથી પ્રસિદ્ધ થયું. (૫૨) પૂર્વે કહેવાયેલી સાત ગાથાનો શબ્દાર્થ– બીજા સુહસ્તિસૂરિએ જીવિતસ્વામીની પ્રતિમાને વંદન કરવા માટે ઉજ્જૈની નગરીમાં વિહાર કર્યો. અને ત્યાં સાધુઓએ ભદ્રા પાસે વસતિની યાચના કરી. પછી યાનશાળામાં ઉતર્યા. રાત્રે સુહસ્તિસૂરિ નલિનીગુલ્મ વિમાન નામના અધ્યયનનું પરાવર્તન કરતા હતા ત્યારે ભદ્રાપુત્ર અવંતિસુકમાલે સાંભળ્યું. તેને વિસ્મય થયો. અહો! આ કેમ બોલાય છે? ત્યાર પછી તેને પૂર્વભવનું સ્મરણ થયું અને મનુષ્યભવથી વિરાગ પામ્યો. ત્યાર પછી ગુરુ પાસે આવીને શ્રીમદ્ આર્યસુહસ્તિસૂરિને પોતાનો વૃત્તાંત કહ્યો. અને કહ્યું કે હું દીક્ષા લેવા અતિ ઉત્કંઠિત છું તેથી હમણાં જ દીક્ષા લઇશ. લાંબો સમય દીક્ષા પાળવા અસમર્થ હોવાથી હું જલદીથી હમણાં જ અનશન કરીશ. (૨૧૫) ગુરુએ કહ્યું: તારે માતાને પૂછી કરવું ઉચિત છે. તે માતાને પૂછવા ઇચ્છતો નથી ત્યારે આ સ્વયં વેશ ન લઈ લે તે માટે ગુરુએ તેને લિંગ અર્પણ કર્યું. કંથારવૃક્ષની ઝાડીમાં જઈને ઈગિનીમરણ સ્વીકાર્યું. બચ્ચા સહિત શિયાલણીએ રાત્રીના બીજા, ત્રીજા અને ચોથા પહોરમાં ક્રમથી જાનુ, સાથળ અને પેટનું ભક્ષણ કર્યું ત્યારે તે મરણ પામ્યો. (૨૧૬)
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy