SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૩૩૩ ___ 'अन्यत्रापि' गुरुव्यतिरिक्तेऽपि जीवादौ विषये गुरौ तावदविभ्रम एवेत्यपि शब्दार्थः, अनाभोगश्चैवानुपयोग एव 'नवरं' केवलं निबिडश्रुतावरणप्रतिघाताद् एतस्य माषतुषादेरत्यन्ततत्त्वजिज्ञासावतोऽपि नीलपीतादिरूपोपारूढदिदृक्षापरिणामस्य यथा कस्यचिद् अन्धस्य दृष्येष्वर्थेषु, व्यवछेद्यमाह- 'न' नैव 'विपर्ययो' विपर्यासः । इति पदपरिसमाप्तौ । 'नियमाद्' निश्चयेनात्र हेतुमिथ्यात्वादीनां मिथ्यात्वमोहनीयस्यादि शब्दाद् अनन्तानुबन्धिनां च बोधिविपर्यासकारिणां, तथा क्रियाव्यत्ययहेतूनां अप्रत्याख्यानावरणानां प्रत्याख्यानावरणानां च कषायाणामभावादनुदयात् । एतदुदयो हि हृत्पूरकोपयोगवत् मद्यादिकुद्रव्योपयोगवद्वा नियमात् आत्मानं भ्रममानयति । तद्वतश्च न तात्त्विकी काचित् कार्यनिष्पत्तिरिति ॥ १९७ ॥ માષતુષ આદિ મુનિમાં માત્ર ગુરુસંબંધી વિભ્રમ ન હોવા છતાં અન્ય તત્ત્વ સંબંધી વિભ્રમ છે. એથી એનું કર્તવ્ય ભ્રાન્તિવાળું હોવાથી એનામાં શુદ્ધ ચારિત્ર તરીકે વ્યવહાર કેવી રીતે કર્યો ? અર્થાત્ એનામાં શુદ્ધ ચારિત્ર છે તેવો નિર્ણય કેવી રીતે કર્યો ? આવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે– ગાથાર્થ– માલતુષ આદિને બીજા વિષયમાં પણ માત્ર અનાભોગ જ જાણવો, વિપર્યય ન જાણવો. કારણ કે તેમને નિયમા મિથ્યાત્વ આદિનો અભાવ છે. ટીકાર્થ– બીજા વિષયમાં પણ– ગુરુ વિષે તો વિભ્રમનો (–વિપર્યાસ અને સંશયનો) અભાવ છે જ, કિંતુ ગુરુ સિવાય બીજા જીવાદિ વિષયમાં પણ વિશ્વમનો અભાવ છે. માત્ર અનાભોગ જ જાણવો, વિપર્યય ન જાણવો- અહીં અનાભોગ એટલે વિશેષ જ્ઞાનનો અભાવ, અર્થાત્ જીવાદિ સંબંધી વિશેષ બોધનો અભાવ. જેવી રીતે નીલ-પીત આદિ રૂપને જોવાની ઇચ્છાના દઢ પરિણામવાળા કોઈ અંધને જોવા લાયક પદાર્થોમાં દર્શનનો અભાવ હોય, પણ વિપરીત દર્શન ન હોય, તેવી રીતે તત્ત્વની અત્યંત જિજ્ઞાસાવાળા પણ માલતુષ આદિ મુનિને ગાઢ શ્રુતાવરણ કર્મના અવરોધથી કેવળ વિશેષબોધનો અભાવ હોય, પણ વિપર્યય ન હોય. વિપર્યય એટલે મિથ્યાજ્ઞાન કે વિપરીત બોધ. અથવા અનાભોગ એટલે અનુપયોગ. અનુપયોગ એટલે ક્રિયા આદિમાં અસાવધાની. માષતુષ વગેરે મુનિઓને અનુપયોગ હોય, પણ વિપર્યય ન હોય. મિથ્યાત્વ આદિનો અભાવ છે- ભ્રાન્તિના હેતુ મિથ્યાત્વ આદિનો અભાવ છે. અહીં આદિશબ્દથી વિપરીતબોધ કરાવનારા અનંતાનુબંધી કષાયોના તથા "ક્રિયાવ્યત્યયના હેતુ અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ કષાયોના ઉદયનો અભાવ જાણવો. મિથ્યાત્વાદિનો ઉદય ધંતૂરાના ભક્ષણની જેમ કે દારૂ વગેરે કુદ્રવ્યના ભક્ષણની જેમ નિયમો આત્માને ભ્રમ પમાડે છે. બ્રમવાળાને કોઈ કાર્યની તાત્ત્વિક સિદ્ધિ થતી નથી. ૧. મોક્ષથી વિરુદ્ધ ક્રિયાના હેતુ.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy