SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ ઉપદેશપદ : ભાગ-૧ ટીકાર્થ– ચંદ્રગુપ્ત રાજા મૌર્યવંશની ઉત્પત્તિનું પ્રથમ કારણ છે, અર્થાત્ મૌર્યવંશની ઉત્પત્તિ ચંદ્રગુપ્ત રાજાથી થઈ. આનું વિસ્તારથી વર્ણન પૂર્વે કરેલું છે. પ્રસ્તુતમાં જરૂરી પ્રસંગ આ પ્રમાણે છે– ચંદ્રગુપ્ત અને ચાણક્ય થોડું સૈન્ય એકઠું કરીને નંદરાજાને હરાવવા પાટલીપુત્ર પર ચઢાઈ કરી. પણ લડાઈમાં હારી જવાથી તે બંને નાસી ગયા. નંદરાજાના સૈનિકો તેમની પાછળ પડ્યા. તેમણે થોડે દૂર ગયા પછી પાછળ જોયું તો નંદરાજાનો એક ઘોડેસવાર વધુ નજીક આવી ગયો હતો. આથી ચાણક્ય ચંદ્રગુપ્તને સરોવરમાં સંતાડી દીધો અને પોતે સરોવરના કાંઠે ધોબી બનીને વસ્ત્રો ધોવા લાગ્યો. થોડીવારમાં ઘોડેસવાર ત્યાં આવી પહોંચ્યો. તેણે ધોબીને પૂછ્યું: ચંદ્રગુપ્ત અને ચાણક્યને અહીં જતાં જોયા છે ? ધોબી બનેલા ચાણક્ય કહ્યું: ચંદ્રગુપ્ત આ સરોવરમાં છે અને ચાણક્ય તો ક્યારનોય પલાયન થઇ ગયો છે. ઘોડેસવાર ઘોડા પરથી ઉતર્યો. પછી વસ્ત્રો અને તલવાર જમીન ઉપર મૂકીને સરોવરમાં પ્રવેશ કરવા જાય છે તેવામાં ચાણક્ય તેની તલવાર લઈને તેને મારી નાખ્યો. પછી બંને જણા ઘોડા ઉપર સવાર થઈને આગળ ચાલ્યા. માર્ગમાં ચાણક્ય ચંદ્રગુપ્તને પૂછ્યું: નંદના અશ્વસવારને મેં ચંદ્રગુપ્ત સરોવરમાં છે એમ કહ્યું ત્યારે તને મારા ઉપર કેવો ભાવ આવ્યો ? ચંદ્રગુણે કહ્યું. તે વખતે મને આપના ઉપર જરાય અવિશ્વાસ ન હતો. મેં તે વખતે એમ વિચાર્યું કે આર્યપુરુષ જ યુક્ત કે અયુક્ત જાણે, આર્યપુરુષ જ સાચું હિત જાણે અને કરે. આથી ચાણક્ય મને તળાવમાં બતાવી દીધો, તે પણ મારા હિત માટે જ કર્યું છે. ચંદ્રગુપ્તનો જવાબ સાંભળી ચાણક્યને ખાતરી થઈ ગઈ કે આને મારા ઉપર પૂર્ણ વિશ્વાસ છે. જેવી રીતે ચંદ્રગુપ્તને ચાણક્ય મંત્રી ઉપર (સર્વથા) બધી રીતે (સર્વત્ર) ચાણક્યથી આદેશ કરાતા સર્વકાર્યોમાં વિપર્યાસ કે સંશય ન હતો, અર્થાત્ પૂર્ણ વિશ્વાસ હતો, તેવી રીતે ગુરુવિષે સર્વથા વિપર્યાસથી રહિત અને આ ગુરુની સેવા સંસારરૂપ વિષના વિકારને દૂર કરનારી છે એમ માનતા માપતુષ આદિ મુનિને શુભગુરુ ઉપર ચંદ્રગુપ્તને ચાણક્ય ઉપર જેટલો વિશ્વાસ હતો તેનાથી અનંત ગણો વિશ્વાસ હોય છે. કારણ કે ચાણક્ય ઉપર કરેલા વિશ્વાસથી માત્ર રાજ્યરૂપ ફળની પ્રાપ્તિ થઈ. "શુભગુરુ ઉપર કરેલા વિશ્વાસથી તો સર્વ પ્રકારનાં સુખોની પ્રાપ્તિ થાય છે. (૧૯૬) ननु गुरुमात्रगोचरविभ्रमाभावेऽपि शेषतत्त्वविषयविभ्रमसद्भावात् कथमस्य कृत्यं भ्रान्तिगर्भं . सत् शुद्धचरित्रतया व्यवहृतमित्याशङ्क्याह अन्नत्थवि विन्नेओऽनाभोगो चेव नवरमेयस्स । न विवजउत्ति नियमा, मिच्छत्ताईण भावातो ॥१९७॥ ૧. “શુભ ગુરુ ઉપર” ઈત્યાદિ ટીકામાં ન હોવા છતાં વિશેષ સ્પષ્ટતા માટે લખ્યું છે.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy