SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ ઉપદેશપદ : ભાગ-૧ ततोऽस्माभिरवधार्य निगद्यमानमेतत् प्रत्यवधारयन्तु भवन्तः । 'दुःखपरिणामो' मूर्छाप्रलापाङ्गभङ्गादिः 'आणाबज्झसमाओ' इति आज्ञाबाह्यात् शमाद् रागद्वेषमन्दतालक्षणात् तथाविधदेवभवैश्वर्यमनुष्यजन्मराज्यादिसुखस्य किञ्चित्कालं लाभेऽपि पापानुबन्धिपुण्यवशाद् भगवतोऽपि सद्धर्मबीजवपनविधावेकान्तेन खीलीभूतात्मनां कुणिकब्रह्मदत्तादीनामिवोपात्तदुरन्तपापप्राग्भाराणां एतादृशकः सुसंमोहः स्वस्थतोत्तरकालभाविदुःखपरिणामतुल्य एव 'विज्ञेयो' मुणितव्यः । तौ हि रागद्वेषावव्यावृत्तप्रबलविपर्यासौ सन्तौ पापानुबन्धिनः सातवेद्यादेः कर्मणो मिथ्यात्वमोहनीयस्य च बन्धहेतू भवतः । ततो भवान्तरे प्राप्तौ तत्पुण्यपाकेन समुदीर्णमिथ्यात्वमोहा अत एव हिताहितकृत्येषु मूढतामुपगता मलिनकर्मकारिणः प्रागुपात्तपुण्याभासकर्मोपरमे निष्पारनारकादिदुःखजलधिमध्यमज्जिनो जीवा जायन्त इति ॥१९०॥ - જો મોહ પ્રબળ હોય ત્યારે રાગ-દ્વેષની મંદતા ન થાય તો જેમને પોતાના પક્ષ(–દર્શન) ઉપર ગાઢ પક્ષપાત બંધાયો છે તેવા કેટલાક મિથ્યાદૃષ્ટિઓમાં પણ મોહ પ્રબળ હોવા છતાં જે ઘણો ઉપશમ દેખાય છે તે કેવી રીતે થયો? એવી શંકાનું સમાધાન કરવા માટે કહે છે– ગાથાર્થ– જેવી રીતે સન્નિપાત વ્યાધિમાં થયેલી સ્વસ્થતાથી પરિણામે દુઃખ વધે છે તેવી રીતે આજ્ઞાબાહ્ય ઉપશમથી પણ પરિણામે દુઃખ વધે છે. ટીકાર્થ– સન્નિપાત એટલે વાત, પિત્ત અને કફનો એકી સાથે પ્રકોપ થવાથી થયેલો રોગ. આ રોગ શરીરમાંથી દૂર ન થયો હોય-નિર્મૂળ ન થયો હોય તો પણ કોઈક કાળના પ્રભાવથી દબાઈ ગયો હોય, તેથી શરીરમાં વ્યાધિની મંદતા જણાય. પણ પછી ફરી પૂર્વ અવસ્થાની અપેક્ષાએ વાત-પિત્ત-કફનો અધિક પ્રકોપ થવાથી તે વ્યાધિ વધારે પ્રબળ બને અને એથી મૂછ, પ્રલાપ અને અંગભંગ વગેરે દુઃખ અધિક થાય. તેવી રીતે આજ્ઞાબાહ્ય રાગ-દ્વેષની મંદતારૂપ ઉપશમથી પણ પરિણામે દુઃખ વધે છે. તે આ પ્રમાણે–આજ્ઞાબાહ્ય ઉપશમથી તેવા પ્રકારનું દેવભવનું ઐશ્વર્ય અને મનુષ્ય જન્મમાં રાજ્ય વગેરે સુખ થોડા કાળ સુધી મળે છે. પણ પાપાનુબંધી પુણ્યના કારણે એ સુખ ભોગવ્યા પછી અધિક દુઃખ અનુભવે છે. આ વિષે કૂણિક અને બ્રહ્મદત્ત વગેરે દૃષ્ટાંતરૂપ છે. કૃણિક અને બ્રહ્મદત્ત સધર્મરૂપ બીજ વાવવામાં ભગવાનને પણ એકાંતે પ્રતિકૂળ હતા, અર્થાત્ ખુદ ભગવાન પણ તેમનામાં સદ્ધર્મરૂપ બીજ વાવી શકે નહિ તેવા હતા. તેમણે દુઃખે કરીને નાશ કરી શકાય(–દુઃખ ભોગવીને જ નાશ કરી શકાય) તેવો પાપસમૂહ બાંધ્યો હતો. (કૂણિક પૂર્વભવમાં તાપસ હતો. બ્રહ્મદત્તે પૂર્વભવમાં ચારિત્ર લીધું હતું. આ અવસ્થામાં તે બંનેને ઉપશમ ભાવ હતો. પણ એ ઉપશમભાવ દબાઈ ગયેલા સન્નિપાત રોગ તુલ્ય હતો.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy