SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૩૧૯ ઉત્તર- જે રાગ-દ્વેષ બીજ રહિત બની ગયા હોય અથવા તો બીજ રહિત બનવાની સન્મુખ થયા હોય(–નજીકના કાળમાં બીજ રહિત બનવાના હોય) તેવા રાગ-દ્વેષ મંદ કહેવાય. (બીજ રહિત બનેલા રાગ-દ્વેષ ફરી ક્યારેય પ્રબળ બને નહિ. બલ્ક અધિક ઘટતા જાય.) પરિણામ શબ્દનો અર્થ પૂર્વે ૧૮૭મી ગાથામાં કહ્યો છે. પ્રશ્ન- અહીં મોહ એટલે શું ? ઉત્તર– મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી થતું વિપરીત જ્ઞાન તે મોહ. આવો મોહ ગુણવાન પુરુષના પ્રતિપાદનથી (–સમજાવવાથી) પણ દૂર ન કરી શકાય તેવો બળવાન હોય ત્યારે રાગ-દ્વેષની મંદતા ન થાય. પ્રશ્ન- મંદતા એટલે શું ? ઉત્તર- મંદતા એટલે શક્તિ નષ્ટ થઈ જવી. અર્થાત્ રાગ-દ્વેષ જે શક્તિથી ઉત્પન્ન થાય છે તે શક્તિ નષ્ટ થઈ જાય તેને રાગ-દ્વેષની મંદતા કહેવામાં આવે છે. (કોઈ પણ વસ્તુમાંથી ઉત્પત્તિની શક્તિ નષ્ટ થઈ ગયા પછી તે વસ્તુ ફરી ઉત્પન્ન ન થાય અને ઉત્પન્ન થઈ ગયેલી વસ્તુ સમય જતાં તદન નષ્ટ થઈ જાય. પ્રસ્તુતમાં રાગ-દ્વેષની શક્તિ નષ્ટ થઈ ગયા પછી ગમે તેવાં નિમિત્તો મળે તો પણ રાગ-દ્વેષ પ્રબળ ન થાય અને સમય જતાં સર્વથા નાશ પામે. મિથ્યાત્વમોહ રાગ-દ્વેષની શક્તિ છે. આથી મિથ્યાત્વ જ્યાં સુધી પ્રબલ હોય ત્યાં સુધી રાગવૈષની શક્તિ નષ્ટ ન થાય એથી રાગ-દ્વેષ મંદ ન બને.). પ્રશ્ન- મૂળગાથામાં હૃહિ એવો પ્રયોગ શા માટે છે ? ઉત્તર–રિ એવો પ્રયોગ કરીને ગ્રંથકાર નજીકમાં રહેલા અને જોતા એવા સભ્યજનને એમ કહે છે કે જો મોહ પ્રબળ હોય ત્યારે રાગ-દ્વેષની મંદતા થતી હોય તો તમે જાતે જ જુઓ. કારણ મંદ થયા વિના કાર્ય મંદ ન થાય. જેમકે, અતિશય હિમ પડતું હોય ત્યારે રોમરાજી વિકસ્વર થવી વગેરે શરીર વિકારો મંદ પડતા નથી. (૧૮૯) ननु मिथ्यादृशामपि केषाञ्चित् स्वपक्षनिबद्धोद्धरानुबन्धानामपि भूयानुपशमः प्रबलमोहत्वेऽपि दृश्यते, स कथं जातः ? इत्याह संमोहसत्थयाए, जहाहिओ हंत दुक्खपरिणामो । आणाबज्झसमाओ, एयारिसओ वि विन्नेओ ॥१९०॥ 'संमोहः' सन्निपातो युगपद्वातपित्तशुष्मसंक्षोभजन्यो व्याधिविशेषः, तस्य स्वस्थता देहादनुत्तारेऽपि कुतोऽपि वेलाबलादनुद्रेकावस्था संमोहस्वस्थता तस्यां सत्यामपि, यथा अधिकः प्रभूतः भूयः संक्षोभात् प्रागवस्थामपेक्ष्य जायते, हन्तेति प्रत्यवधारणे,
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy