SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ ઉપદેશપદ : ભાગ-૧ પછી તેણે માણક પ્રમાણ ઘઉંના લોટની, પલપ્રમાણ ગુડની, એક કર્મ પ્રમાણ ઘીની આજીવિકા બાંધી આપી, સુમતિએ પણ રાજાનો પ્રસાદ થયો એમ બહુમાન બતાવ્યું. (૧૫૪) પછી સ્થિરપ્રજ્ઞાની પરીક્ષા માટે રાત્રે સજ્જ કરાયેલા નાના ઘોડાને મોકલ્યો અને પુછ્યું: આ ઘોડો સર્વોત્તમ છે તો ખરીદવો કે નહીં ? તેની પરીક્ષા કરી. કહ્યું કે આ રૂક્ષવાળવાળો હોવાથી ઉત્તમ નથી. સુમતિને આવું જ્ઞાન થયે છતે, રાજાએ તેના ઉપર કૃપા કરી. પૂર્વે કહેવાયેલ માનથી બમણું પ્રમાણ કર્યું. (૧૫૫) પછી અશ્વની જેમ બે કન્યા રત્નની પરીક્ષા કરી. મુખથી માંડી કટિ સુધી સ્પર્શ કર્યો. એકને ક્ષોભ ન થવાથી જાણ્યું કે આ વેશ્યાની પુત્રી છે. બીજીને સ્પર્શી એટલે તેણીએ નિર્ભર્સના કરી તેથી તેણે જાણ્યું કે તે કુલવાન છે. આ કહેતા તેના (રાજાના) પ્રસાદની વૃદ્ધિ થઈ. (૧૫૬) પૂર્વોક્ત વૃત્તિદાતા કોશાધ્યક્ષને રાજાએ કહ્યું: આને લોટની ચાર સેતિકા કરો, તે જ પ્રમાણે ઘીના ચાર પલ અને ગુડના ચાર પલ પ્રમાણે આજીવિકા કરો. અને તેણે રાજાને વાણિયાનો છોકરો છે એમ કહ્યું તથા હે રાજન્ ! આવું બોલતા મારા ઉપર તમારે કોપ ન કરવો. લોટ આદિના માપમાં વણિયાની જેમ થોડો થોડો વધારો કરવાથી તું વણિકપુત્ર છે એમ જણાય છે. ખુશ થયેલા રાજપુત્રો પ્રચુર દાન આપે છે. “અહીં શું સાચું છે ? એમ રાજાએ કહ્યું ત્યારે સુમતિએ કહ્યું કે માતાને પૂછીને ખાત્રી કર. (૧૫૭) ઘણા આગ્રહથી પુછાયેલી માતાએ કહ્યું કે વૈશ્રમણ વિષે મને અભિલાષ થયો હતો. અને ઋતુસ્નાતા થયે છતે શ્રેષ્ઠીનું દર્શન થયું અને તેના વિષે કંઈક અભિલાષ થયો. તુ શબ્દ ભિન્ન ક્રમમાં છે. બીજા આચાર્યો કહે છે કે શ્રેષ્ઠીની સાથે સંભોગ થયો. પરંતુ તું આ શ્રેષ્ઠીના સંભોગથી ઉત્પન્ન નથી થયો પરંતુ રાજાના વીર્યથી ઉત્પન્ન થયો છે. (૧૫૮) - પછી ખેદને પામેલા રાજાને બોધ આપ્યો કે હે દેવ ! આ વસ્તુ તમારે કોઈને જણાવવી નહીં તથા અહીં કોઈ દોષ નથી. કેમ દોષ નથી ? તેવા પ્રકારની કર્મની પરવશતા હોવાથી. પછી સુમતિ કુશળ (નિપુણ) છે એમ જાણીને તેને સર્વ મંત્રીઓનો નાયક બનાવ્યો.(૧૫૯) आह-कथं तेनान्धेन सता एवंविधा विशेषा निर्णयपदमानीताः? इत्याशक्य प्रतिवस्तूपमामाह दूरनिहित्तं पि निहि, तणवल्लिसमोत्थयाए भूमीए । णयणेहिं अपेच्छंता, कुसला बुद्धीए पेच्छंति ॥१६०॥ 'दूरनिहितमपि' गंभीरभूमिभागगर्भनिक्षिप्तमपि निधिं हिरण्यादिनिक्षेपरूपं तृणवल्लिसमवस्तृतायां भूमौ' तृणैर्वल्लिभिश्च सर्वतः संछन्नायां वसुंधरायां 'नयनाभ्यां'
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy