SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ ઉપદેશપદ : ભાગ-૧ કરું? પછી તેણે પણ દીક્ષા લીધી. સ્તનપાનનો ત્યાગ કરીને દ્રવ્યથી પણ તે સાધુ થયો. હજુ પણ વિહાર કરવા અયોગ્ય છે તેથી તે સાધ્વીઓ પાસે રખાયો. ફરી પણ તેઓની પાસે અગીયાર અંગ સાંભળે છે અને ભણતી સાધ્વીઓ પાસેથી તેણે જાતે જ યાદ રાખી લીધા. અને તેની મતિ એક પદથી સો પદને અનુસરે છે અર્થાત્ એક પદને ભણવાથી તેના સંબંધી સો પદને યાદ કરી શકે છે. અને તે જ્યારે આઠ વરસનો થયો ત્યારે ગુરુએ પોતાની પાસે રાખ્યો, અર્થાત્ દીક્ષા આપી. વિહાર કરતા ઉજ્જૈની ગયા અને બહાર ઉદ્યાનમાં વાસ કર્યો. ક્યારેક તીવ્રધારાથી સુર્નિવાર વરસાદ વરસે છે. સાધુઓ ભિક્ષાચર્યાદિ કાર્યો કરી શકતા નથી. તેટલામાં વજના પૂર્વપરિચિત તિર્ય જંભક દેવો તે દેશમાંથી પસાર થતા હતા. અને વજને જોઇને તુરત ઓળખી લીધો અને તેના ઉપર ભક્તિ ઉત્પન્ન થઈ. તેના પરિણામની પરીક્ષા માટે તે વખતે વાણિયાઓ થઈને તે પ્રદેશમાં સાર્થ સહિત બળદોને વસાવે છે. તે વખતે તેઓ વજલુલ્લકને નમીને તૈયાર થયેલા ભક્તપાનનું આમંત્રણ કર્યું. ગુરુવડે અનુજ્ઞા અપાયેલ વજ ગોચરી લેવા ગયો. ધીમો ધીમો વરસાદ વરસે છે એમ જાણીને પાછો ફર્યો. પછી જેટલામાં તે વાણિયોઓ આદરથી ઘણા આગ્રહપૂર્વક બીજી વાર બોલાવે છે ત્યારે વજ પણ ત્યાં ગયો અને તે વખતે તીવ્ર દ્રવ્યાદિ વિષયવાળા ઉપયોગને મૂકે છે. દ્રવ્યથી આ પુષ્યફળ છે. ક્ષેત્રથી ઉજ્જૈની નગરી છે. કાળથી ગાઢ વર્ષા ઋતુ છે. અને ભાવથી આ પૃથ્વીને સ્પર્શીને રહેલા નથી અને આંખ-સંકોચ વિકાસથી રહિત છે અર્થાત્ મટકું હાલતું નથી અને અત્યંત હર્ષિત મનવાળા છે તેથી તેણે જાણ્યું કે આ દેવો છે નહીંતર આઓનું આવા પ્રકારનું સ્વરૂપ ક્યાંથી હોય? એમ જાણીને તેઓની પાસેથી ભક્તપાન આદિ ગ્રહણ ન કર્યા. પછી અતિ ખુશ થયેલા દેવો કહે છે કે કૌતુકના વશથી અમો તમને જોવા માટે આવેલા છીએ અને તેઓ વૈક્રિય વિદ્યા આપે છે તેના પ્રભાવથી દિવ્ય અને મનુષ્યોના અનેક પ્રકારના રૂપો કરાય છે. (૧૮૬) કરી પણ જયેષ્ઠ માસમાં સંજ્ઞાભૂમિ ઉપર ગયેલા વજસ્વામીને તે જ દેવો ઘેબરનું નિમંત્રણ કરે છે. પૂર્વની જેમ ઉપયોગ મૂકીને સદ્ભાવ જાણે છતે તેનો નિષેધ કર્યો અને દેવો આકાશમાં અબાધાથી જઈ શકાય એવી, અર્થાત્ આકાશગામિની વિદ્યા આપે છે. તે વિદ્યાથી જેટલામાં માનુષોત્તર પર્વત ઉપર ગયા તેટલામાં અતિ બળવાન પણ દેવ-દાનવના સમૂહથી અલના કરી શકતા નથી. આ પ્રમાણે તે બાળકાળમાં પણ અતિ અદ્ભૂત અનેક આશ્ચર્યોના પાત્ર થયા અને ગુરુની સાથે ગ્રામ આકરથી શોભતી પૃથ્વી ઉપર વિહરે છે. તેણે સાધ્વીઓની વચ્ચે રહીને જે અંગો ભણ્યા હતા તે એક પદથી સો પદને યાદ રાખવાની લબ્ધિથી સાધુઓની પાસે વધારે સ્પષ્ટતર થયા. અને જે કોઈ પૂર્વગતને ભણે છે તેને પણ કાનથી સાંભળીને જલદીથી યાદ રાખી લે છે. ક્લેશ વિના જ ભણીને તે પ્રાયઃ બહુશ્રુત થયા. તેના ભાવથી અજ્ઞાત અર્થાત્ વજને આટલું આવડે છે એમ નહીં જાણતા એવા અધ્યાપક વડે કહેવાયો હોય કે આ સૂત્રને તું ભણ ત્યારે વજ તે જ આલાપકને કડકડાટ ગોખે છે અને બીજો ભણતો હોય તેમાં પણ દઢ ઉપયોગવાળો થઈ ભણી લે છે. (૧૯૪)
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy