SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૨૪૯ લંબાવે છે અને તે પણ જેટલામાં ભૂમિ ઉપર મુકાયો તેટલામાં ગુરુએ કહ્યું: શું આ કોઈ વજ છે ? જેથી વજનદાર ભારને ધારણ કરે છે. એટલામાં દેવકુમાર સમાન બાળકને જુએ છે તેટલામાં વિસ્મિત થયેલા ગુરુ કહે છે કે આ પુત્રની સારી રીતે સંભાળ રાખજો કારણ કે આ પ્રવચનનો પાલક થશે. વજ એ પ્રમાણે તેનું નામ કરાયું અને સાધ્વીઓને સોંપવામાં આવ્યો. પછી તે શય્યાતરના ઘરે નિધિરૂપે રખાયો. પછી જ્યારે પોતાના પુત્રોનું સ્નાન-સ્તનપાન-મંડન આદિ કરાય છે ત્યારે આની (વજની) પણ પ્રાસુક સામગ્રીથી શુશ્રુષા કરાય છે. (૧૫૪) આ પ્રમાણે તે બધાના ચિત્તને ઘણો સંતોષતો મોટો થાય છે. સૂરિ બહાર વિહાર કરી ગયા ત્યારે સુનંદા સાધ્વીઓ પાસેથી તેને પાછો માગવા લાગી. સાધ્વીઓએ કહ્યું: આ ગુરુની થાપણ છે તેથી અમે નહીં આપીએ. તે (સુનંદા) પણ દરરોજ તેને સ્તનપાન કરાવે છે અને આ પ્રમાણે વજ ત્રણ વરસનો થયો ત્યારે ત્યાં સૂરિ પાછા પધાર્યું છતે સુનંદાએ વિવાદ ઊભો કર્યો. જ્યારે તેઓ વજને પાછો આપતા નથી ત્યારે રાજાની પાસે વ્યવહાર થયો. ન્યાયાધીશ વડે પુછાયેલા ધનગિરિ કહે છે કે આના વડે પોતાના સ્વહસ્તથી મને પૂર્વે અપાયો છે. સુનંદાનો પક્ષ લઈને રાજાએ કહ્યું પુત્રને મારી પાસે મૂકીને બોલાવો જેની તરફ આ બાળક જશે તેનો થશે. આ લોકોએ તે પ્રમાણે કરવું સ્વીકાર્યું. સુનંદા બાળવર્ગના આંખને આનંદદાયક અને બાળજનને ઉચિત એવા અનેક પ્રકારના રમકડા લઈ આવી. નક્કી કરેલા શુભ દિવસે બંને પણ વર્ગ (પક્ષ) રાજા પાસે ઉપસ્થિત થયા. રાજા પૂર્વાભિમુખ રહ્યો. સંઘ જમણી તરફ રહ્યો. સર્વ પરિજનની સાથે સુનંદા ડાબી બાજુ રહી. રાજા કહે છે કે હું તમને પ્રમાણ છું? અર્થાત્ હું જે નિર્ણય આપું તે તમોને મંજુર છે ને? તેઓએ સ્વીકાર્યું. રાજાએ કહ્યું કે નિમંત્રણ કરાયેલો આ બાળક જે દિશામાં જશે અર્થાત્ જેની પાસે જશે તેનો તે થશે. ધર્મ પુરુષપ્રધાન છે તેથી પિતા પ્રથમ બોલાવે. રાજા વડે આ પ્રમાણે કહેવાય છતે આ સ્નેહરાગી નગરજન કહે છે કે માતા દુષ્કરકારિણી છે. તથા અતિ તુચ્છ સત્ત્વથી યુક્ત છે. તેથી માતા પ્રથમ બોલાવે. પછી સુનંદા રત્નમણિજડિત બળદ-સેળા-હાથી-ઊંટના રમકડાઓ કોમળ વચનોથી કારુણ્યને બતાવતી, અતિ દીનમુખી બોલે છે કે હે વજ ! તું આમ આવ એમ હાથ બતાવે છે. તે તેને જોતો રહે છે અને જાણે છે કે હું આ સંઘનો અનાદર કરીશ તો સુદીર્થ સંસારમાં ભમીશ અને આ માતા પણ સુદીર્ઘ સંસારમાં ભમશે. હું દીક્ષા લઇશ તો અવશ્ય તે પણ દીક્ષા લેશે આ પ્રમાણે વિચારતો તેના વડે ત્રણ વાર બોલાવાયે છતે જતો નથી. પછી પોતાના હાથમાં રજોહરણ લઈને પિતાએ કહ્યું છે કમળના પાંદડા જેવા નિર્મળ નેતૃયગલવાળા અને શશિમંડલ જેવા મુખવાળા વજ! જો તું શુભ અધ્યવસાયવાળો થયો હો તો આ ઊંચા કરેલા ધર્મધ્વજ (રજોહરણ) ને તે ધીર ! જલદી ગ્રહણ કર, જે કર્મરૂપી રજને દૂર કરનારું છે. જલદીથી વજે જઇને તેને ગ્રહણ કર્યું અને લોકો વડે “ધર્મ જય પામે છે.” એમ ઉત્કૃષ્ટથી સિંહનાદ કરાયો. પછી માતા વિચારે છે કે મારા સ્વામી, પુત્ર અને ભાઈએ દીક્ષા લીધી છે તો હું કોના માટે ગૃહવાસ
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy