SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ઉપદેશપદ : ભાગ-૧ ઉતારાતો હતો પણ હવે ડાબી બાજુથી ઉતાર્યો આનાથી એ સૂચવ્યું કે હમણાં તમારા ઉપર રાજકુળ પ્રતિકૂળ છે તેથી હજુ પણ રાજા વધ કરે તે પૂર્વે નીકળી જાઓ. આ પ્રમાણે કલાચાર્યને સાડી આદિનું સમર્પણ કરતા, કૃતજ્ઞતાથી સુંદર શિષ્યભાવને પામેલા રાજપુત્રોને વૈનાયિકી બુદ્ધિ પ્રાપ્ત થઈ અને કલાચાર્ય અક્ષતપણે નીકળી ગયા. (૧૧૮) णिव्वोद पोसियजार, खुरकए रत्तितिसियदगमरणे । उज्झय नावियपुच्छा, णाएतयगोणसुलद्धो ॥११९॥ 'णिव्वोदे' इति, नीव्रोदके ज्ञाततयोपन्यस्ते–'पोसियजारखुरकए' इति कयाचित् प्रोषितभर्तृकया जारो विटो गृहे प्रवेशितः, तस्य च क्षुरकर्म नखाद्युद्धरणादि कृतं । कृते च रत्तितिसियदगमरणे' इति रात्रौ तृषितस्सन्नुदकं सन्निहितान्यजलाभावे नीव्रसलिलं पायितस्तत्क्षणादेव मरणं तस्य सम्पन्नम् । निश्चिते च तत्र उज्झनं बहिर्दैवकुलिकायास्त्यागः कृतः । दृष्टश्च लोकेन गवेषितश्च कथमसौ मृत ? इति, सद्भावं चालभमानेन तत्र केनचित् सप्रतिभेनोक्तं-नवमेवास्य क्षुरकर्म नापितविहितं च दृश्यते, ततो लोकेनाहूय नापितानां पृच्छा कृता-केनास्य क्षुरकर्म विहितम् ? इति, कथितं चैकेन यथा-मयामुकस्य गेहे इति । ज्ञाते च पृष्टा सा-किं त्वया मारित ? इति, सा चाह तृषितो मया नीव्रोदकमेव केवलं पायितः। ततो लोकस्य नीवस्थितत्वग्विषगोनसोपलब्धिः प्रस्तुतबुद्धिप्रभावात् संपन्ना ॥११९॥ ગાથાર્થ- નેવાનું પાણી, પ્રોસિતપતિ સ્ત્રી, જાર, સુરકર્મ, રાત્રે તૃષા, નેવાનું પાણી, મરણ, ત્યાગ, હજામને પૃચ્છા, જ્ઞાન, વગૂગોણસ સાપની પ્રાપ્તિ. (૧૧૯). ઉદાહરણરૂપે મૂકેલું નીદ્રોદક કહેવાય છે. ક્યારેક જેનો પતિ પરદેશ ગયો છે એવી સ્ત્રીએ ઘરમાં જારને લઈ આવીને તેનું નખાદિ કાપવા સ્વરૂપ સુરકર્મ કરાવ્યું અને તેમ કર્યા પછી રાત્રે તરસ્યો થયો ત્યારે નજીકમાં પાણી નહીં હોવાથી નેવાનું પાણી પાયું. તત્ક્ષણ જ તેનું મરણ થયું અને ખાત્રી થયા પછી દેવકુલિકાની બહાર તેનો ત્યાગ કર્યો, લોકોએ તેને જોયો અને તપાસ કરી કે આ કેવી રીતે મર્યો ? મરણનું કારણ નહીં મળવાથી ત્યાં કોઈક બુદ્ધિશાળીએ કહ્યું કે હજામે આનું સુરકર્મ હમણાં જ કર્યું લાગે છે. પછી લોકોએ હજામોને બોલાવી પૃચ્છા કરી કે આનું સુરકર્મ કોણે કર્યું છે? તેમાંના એકે કહ્યું કે મેં અમુકને ઘરે સુરકર્મ કર્યું હતું. અને લોકોએ આ હકીકત જાણ્યા પછી સ્ત્રીને પૂછ્યું કે શું તે આને માર્યો છે ? તે કહે છે કે તરસ્યા થયેલા આને મેં નેવાનું ફક્ત પાણી પીવડાવ્યું હતું. પછી લોકોએ નળિયા ઉપર રહેલા ત્યવિષ સાપને જોયો. લોકોને સાપની ઉપલબ્ધિ (જાણ) વૈનાયિકી બુદ્ધિના પ્રભાવથી થઈ. (૧૧૯) ૧. વૈશ્વિષ- જેની ચામડીમાં ઝેર છે એવો સાપ.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy