SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ઉપદેશપદ : ભાગ-૧ વૈનયિકી બુદ્ધિ વિષે સોમક ચિત્રકારનું દૃષ્ટાંત સાકેત નામનું નગર છે, તેના ઈશાન ખૂણામાં સર્વ અર્થ સાધવામાં સમર્થ, અતિ રમણીય સૂરપ્રિય યક્ષનું મંદિર છે. ત્યાં આવેલ પટમાં નિત્ય રમ્ય મહોત્સવ પ્રવર્તે છે. પવનના બળથી ફરકતા સફેદ ધ્વજ પટના આડંબરથી તે મંદિર મનોહર લાગતું હતું. જેને દ્વારપાળનું સાનિધ્ય છે એવો તે યક્ષ વિવિધ પ્રકારના ચિત્રકર્મોથી દર વર્ષે ચિતરાય છે અને તેનો મહામહોત્સવ કરાય છે. પરંતુ ચિતરવા માત્રથી તે જ ચિત્રકારને હણે છે, અર્થાત્ જે ચિત્રકાર તેનું ચિત્ર દોરે છે તે ચિત્રકારને યક્ષ મારી નાખે છે. જો ચિતરવામાં ન આવે તો અપાર (ભયંકર) મારિને વિક છે. પ્રાણના ભયથી ચિત્રકારો પોબારા ભણી ગયા અને રાજાએ વિચાર્યું કે જો આને ચિતરવામાં નહીં આવે તો અમારો પણ વધ કરશે. ભાગી જતા સર્વે ચિત્રકારોને રોક્યા અને માર્ગમાં પલાયન થયેલા સર્વ ચિત્રકારોને પકડીને ભેગા કર્યા અને બધાના નામો કાગળમાં લખ્યા, અર્થાત્ બધાના નામની ચિઠ્ઠિઓ લખી અને એક ઘડામાં નાખી સીલ કર્યું, અર્થાત્ મુદ્રા લગાવી. જે વરસે જેનું નામ નીકળે છે તે વરસે યક્ષને ચિતરે. એ પ્રમાણે ઘણો કાળ જેટલામાં પસાર થયો ત્યારે ક્યારેક શ્રેષ્ઠ કૌશાંબી નગરીમાંથી એક ચિત્રકારનો પુત્ર પિતાના ઘરેથી ભાગી સાકેતપુરમાં ચિત્રકારને ઘરે આવ્યો. તે સ્થવિરાએ તેને પોતાના પુત્રની જેમ રાખ્યો. પોતાના કાર્યમાં રત તેઓના દિવસો મૈત્રીપૂર્વક પસાર થાય છે. (૧૧) હવે કોઈપણ રીતે તે વરસે વિરાના પુત્રનો વારો આવ્યો. તે અતિવિષાદમુખી ફરી ફરી રોવા લાગી. તેણે કહ્યું: હે માત ! તું રડ નહીં. હું ખરેખર અહીં આ પ્રસંગને સંભાળી લઈશ. શું તું મારો પુત્ર નથી ? મારા પુત્રના મરણમાં જે દુઃખ છે તે તારા મરણમાં પણ છે. આ પ્રમાણે બોલતી પણ સ્થવિરાને તેણે તેના મધુર વચનોથી શાંત કરી. તેથી હે માત ! તું શોકને છોડીને નિરાકુલ રહે. તેણે ઉપાય જાણ્યો કે વિનયથી દેવો પ્રસન્ન થાય છે તેથી અહીં મારે ઉત્તમ વિનય સહિત વર્તવું જોઈએ. પછી તેણે છઠ્ઠ ભક્તનો તપ કર્યો. બ્રહ્મચર્યાદિ વ્રત તથા વિનય કર્યો અને વર્ણ, પીંછી, કોડિયો વગેરે સર્વ નવા કર્યા. સ્નાન કરી દશીવાળા વસ્ત્ર પહેરી, આઠ પડવાળી મુહપત્તિથી મુખબંધ કરીને નવા કળશોથી પક્ષાલ કરીને તેની પ્રેમપૂર્વક સ્તવના કરે છે. પછી પગમાં પડીને કહે છે કે અહીં મારો જે અપરાધ થયો હોય તે ક્ષમા કરો. પછી ખુશ થયેલો યક્ષ કહે છે કે તને જે ગમે તે એક વરદાન માગ. તે કહે છે કે લોકમારિને ન કર. આ જ મારું વરદાન છે, અર્થાત્ આ જ વરદાન હું માંગુ છું. યક્ષ કહ્યું: જેમ તું મારા વડે હણાયો નથી તેમ બીજાને પણ હું નહીં હણું. હું તારા ઉપર ઘણો ખુશ થયો છું તેથી બીજું વરદાન માગ. દ્વિપદાદિના એક દેશને કોઈક રીતે જોઇને તેના સમગ્ર પણ રૂપને જોયા મુજબ હું આલેખી શકું. આ પ્રમાણે તેણે વરદાન માંગ્યું ત્યારે યક્ષે કહ્યું કે એમ થાઓ, હું સમ્યક્ સ્વીકારું છું. પછી તે રાજા તરફથી સત્કાર અને સાધુવાદને (પ્રશંસાને) પામ્યો. (૨૨).
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy