SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૧૬૭ લોકમાં તેનો પરિવાર બુદ્ધિશાળી સંભળાય છે. જેલના રક્ષક પુરુષોએ કહ્યુંઃ હે દેવ ! તેમાં કોઇ છે જ જે ભોજનને ગ્રહણ કરે છે. તેમાં માંચીને અંદર નાખી તેના ઉપર બેસાડીને કૃશ શ૨ી૨ી કલ્પક બહાર કઢાયો. વિવિધ પ્રકારના ઔષધોથી સશક્ત શરીરવાળો કરાયો. કિલ્લાની ઉપર ચઢાવી, ઉજ્જ્વળ વેષ પહેરાવીને સુંદર આકૃતિવાળા કલ્પકને રાજાઓને બતાવાયો. તે રાજાઓ ક્ષણથી ભયભીત થયા તો પણ નંદને ક્ષીણ સામગ્રીવાળા જાણીને સારી રીતે અધિક ઉપદ્રવો કરવા લાગ્યા. પછી નંદે તેઓને લેખ મોકલ્યો કે તમારામાંથી સર્વને માન્ય એવા કોઇને મોકલો જેથી તેની સાથે ઉચિત સંધિ અને બીજું પણ કરીએ. કલ્પક નાવડીમાં બેસી ગંગા મહાનદીની મધ્યમાં રહ્યો ત્યારે તેઓએ પુરુષ મોકલ્યો. નદીમાં બંને થોડા અંતરથી મળ્યા. પછી કલ્પક મંત્રી હાથની સંજ્ઞાથી તેને ઘણું કહે છે. જેમકે— નીચે ઉપર શેરડીનો ભારો છેદાયે છતે અને નીચે ઉપર કાણું કરાયેલ દહીંનો ઘડો એકાએક ભૂમિ પર પડે છતે શું થાય તે તું હે ભદ્ર ! કહે. વ્યામોહને ઉત્પન્ન કરનારા વચનને બોલીને કલ્પક જલદી પ્રદક્ષિણા કરીને પાછો ફરીને જલદી આવ્યો. પેલો પણ કલ્પકના વચનોનો ૫રમાર્થ નહીં સમજાવાથી અતિ વિલખો થયેલો, લજ્જાવાળો પુછાયેલો પાછો ગયો. રાજાઓએ મંત્રણાની હકીકત પૂછી તો પણ તે કંઇપણ કહેવા સમર્થ થતો નથી અને કહે છે કે બટુક બહુ બોલે છે. તેઓએ જાણ્યું કે આ ક્લ્પક વડે વશ કરાયો છે જે અમારા હિતમાં નથી નહીંતર અતિકુશલ કલ્પકને બહુ પ્રલાપ કરનાર કેમ કહે. ચિત્તમાં ભ્રમ થવાથી તે દશે દિશામાં નાશી ગયા. કલ્પકે રાજાને કહ્યું કે આઓની પાછળ પડો. નંદે તેઓના હાથી ઘોડા ગ્રહણ કર્યા અને છાવણીમાં રહેલું ઘણું ધન ગ્રહણ કર્યું. રાજાએ કલ્પકને પૂર્વના પદ ઉપર સ્થાપન કર્યો. પોતાની બુદ્ધિથી સર્વ પણ રાજ્યકાર્યને વશ કર્યું અને પૂર્વના વિરોધી મંત્રીને અત્યંત રોધમાં નાખ્યો. અતિતીક્ષ્ણ પણ બળતો દાવાગ્નિ' મૂળનું રક્ષણ કરે છે, અર્થાત્ મૂળને બાળતો નથી. જ્યારે મૃદુ અને શીતલ પાણીનો પ્રવાહ મૂળ સહિત વૃક્ષના સમૂહને ઉખેડે છે (નાશ કરે છે). આથી વિચારણા કરતા તેણે કેવળ સામથી જ રાજ્યલક્ષ્મીને નહીં સહન કરતા શત્રુઓને મૂળથી ઉખેડી નાખ્યા. જેમ અગ્નિમાંથી પસાર થયેલું સુવર્ણ ઘણા તેજને ધારણ કરે છે તેમ કષ્ટમાંથી પાર ઉતરેલો તે અતિ તેજવાળો થયો. અતિ ઉગ્ર વૈરાગ્યથી તેણે જિન ચૈત્યોની પૂજાદિ કરવાથી જિનેશ્વરના ધર્મની પરમ ઉન્નતિ કરી. પવિત્ર શીલવાળી કુલબાલિકાઓને પરણીને પોતાના વંશની વૃદ્ધિ કરી અને બંધુવર્ગને પરમ સંતોષ પમાડ્યો. જણાયો છે સંપૂર્ણ અર્થશાસ્ત્ર જેના વડે એવા તેને આ વૈનયિકી બુદ્ધિ હતી. જિનપ્રવચનની ઉત્તમ આરાધના કરી, કાળે તે સ્વર્ગમાં ગયો. (૧૨૦) અથવા સોમક નામનો ચિત્રકારનો પુત્ર આના વિષે ઉદાહરણ છે. જેમ સોમકને આ (વૈનયિકી) બુદ્ધિ થઇ તેને હું અહીં કહીશ. ૧. દાવાગ્નિ− મૂળ એ વૃક્ષનું હ્રદય છે. મૂળ સલામત હોય તો વૃક્ષ ફરી થવાનું છે. મૂળ નાશ પામતા વૃક્ષ અવશ્ય નાશ પામે છે. અહીં દાવાગ્નિ વૃક્ષના હૃદય સમાન મૂળને બાળી શકતો નથી. મૂળ જમીનમાં અંદર ઉતરેલ છે તેથી દાવાનળનો વિષય બનતો નથી તેથી દાવાનળ શાંત થયા પછી પાણી આદિ સામગ્રી મળતા ફરી વૃક્ષ થઇ જાય છે. હિમાદિથી ઠંડું થયેલું પાણી જમીનમાં ઉતરી મૂળનો નાશ કરે છે. તેથી વૃક્ષ નાશ પામે છે. તેમ દાવાગ્નિ સમાન દંડાદિ નીતિ મૂળને નાશ કરી શકતી નથી જયારે હિમાદિ શીતલ પાણીની જેમ સામાદિ નીતિ મૂળમાંથી શત્રુરૂપી વૃક્ષનો નાશ કરે છે.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy