SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ ઉપદેશપદ : ભાગ-૧ कृतम् । तत्र च सकृद्दृष्टनगरीलेखनं रोहकेण तदनु तद्देशागतस्य राज्ञो निषेधो निजगृहे आलिखितराजकुलमध्ये प्रविशतः सतः कृतः ॥५३॥ ततो राज्ञा पृच्छा कृता । अत्रान्तरे 'साधु निमित्तं' शोभनशकुनरूपं संजातम् । तदनु 'मंतिपरिच्छा' इति मन्त्रिपदनिमित्तं तस्य प्रारब्धा, यथा-शिलाया मण्डपः कार्यः । ततः 'आदण्णेसु'त्ति आकुलेषु ग्रामवृद्धेषु सत्सु 'पिइ जगमण' त्ति रोहकपितुर्भोजनार्थमुत्सूरे गृहगमनं संपन्नम् । ततो रोहकबुद्ध्या खनने संपादिते एकमहामूलस्तम्भः शिलामण्डपः संपादितः । तुः पादपूरणार्थः ॥५४॥ ततो राज्ञस्तद्ग्रामवासिना केनचित् कथने कृते सति 'चालण' त्ति चालना विहिता पार्थिवेन यथाऽसंबद्धभाषकस्त्वमसि । तेनाप्युक्तम् अन्यथा नेदम् । ततो भूभुजा काक्वा प्रत्यपादि 'माणुसमेत्तस्सुचियं' ति मानुषमात्रस्योचितं किमेवंविधार्थकरणम् !। ततः 'तदपुच्छण पुच्छ रोहेणं' ति तस्य प्रथमनिवेदकस्य पुरुषस्यापृच्छनेन तमपृच्छ्यमानं कृत्वेत्यर्थः, अन्यस्य कस्यचिन्मध्यस्थस्य पृच्छा कृता । तेनाप्यावेदितं यथा रोहकेणायमाश्चर्यभूतो मण्डपः कारित इति ॥५५॥१॥ હવે પૂર્વોક્ત ચાર સંગ્રહ ગાથાનો અક્ષરાર્થ– ઉજ્જૈની નગરીની નજીક શિલાગ્રામમાં પોતાની માતા મરણ પામેલી છે એવો રોહક નામનો ભરતનો પુત્ર હતો. અને સાવકીમાતા દુઃખમાં સારી રીતે રોહકની સંભાળ નથી કરતી ત્યારે તેના પિતાને કોપ કરાવ્યો અને પછી રોહકે સાવકી માતા સંબંધી પિતાને સંતોષ થાય તેમ કર્યું. તે કેવી રીતે તેને કહે છે– પ્રથમ પરપુરુષનું નિવેદન કરી અને પછી પોતાની પરિકલ્પિત શરીરની છાંયાથી પિતાને પરપુરુષનું નિવેદન કરી સાવકી માતા પાસે સારી રીતે સાર સંભાળરૂપ કાર્ય કરાવ્યું. ક્યારેક રોહકનું પિતાની સાથે ઉજ્જૈની જવાનું થયું. ત્યાર પછી ઉજૈનીના વૃત્તાંતને જાણી પિતાની સાથે પાછો ફર્યો. પછી પિતા ભુલાઈ ગયેલી કોઈક વસ્તુ પાછી લેવા માટે રોહકને નદી કાંઠે મૂકી નગરીમાં ગયો. અને ત્યાં નદી કાંઠે) એકવાર જોયેલી નગરીનું આલેખન કર્યું. પછી તે સ્થાને આવેલા રાજાને આલેખાયેલી નગરીના રાજકુળની મધ્યભાગમાં પોતાના ઘરમાં પ્રવેશ કરતા રોક્યો. પછી રાજાએ પૃચ્છા કરી. આટલીવારમાં સારું નિમિત્ત થયું, અર્થાત્ શુભ શકુન થયું. પછી મંત્રીના પદ નિમિત્તે તેની પરીક્ષા કરી, જેમકે શિલાનો મંડપ કરવો. ગ્રામના વૃદ્ધો મુંઝાયા ત્યારે રોહકના પિતા ભોજન કરવા ઘરે મોડા આવ્યા. પછી રોહકની બુદ્ધિથી ખોદીને એક મોટા સ્તંભવાળો શિલામંડપ તૈયાર કરાયો. તુ શબ્દ પાદપૂરણ માટે છે. તે ગામના રહેનારાએ રાજાને આ વાત જણાવી ત્યારે તેની ચોકસાઈ કરવા રાજાએ તપાસ કરાવી કે આ સત્ય છે કે નહીં. તેણે પણ કહ્યું: આ અન્યથા નથી, અર્થાત્ યથાર્થ છે. શું આવા પ્રકારનું કાર્ય માણસ માત્રથી કરવું શક્ય છે? એમ રાજાએ પ્રશ્ન કર્યો. રાજાને પ્રથમવાર જણાવનાર માણસને પુછ્યા વિના બીજા કોઈક મધ્યસ્થ પુરુષને પુછ્યું. તેણે પણ જણાવ્યું કે રોહકે આ આશ્ચર્યભૂત મંડપ કરાવ્યો છે. (પર-૫૫)
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy