SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ પર ભમે છે. પછી રાજાએ કપટ કરી વસ્ત્રથી શરીરને ઢાંકી ચાર રસ્તા ઉપર ગોદડી વગેરેનું સેવન કરતા ચોરને જોયો. તે જ ક્ષણે તેને ઓળખી ભવનમાં લઇ ગયો. રાત્રીમાં જે બન્યું તે પ્રગટ કર્યું અને બંનેના મન મળ્યા. અતિ બુદ્ધિમાન મૂળદેવે ચોરને રાજપદ ૫૨ સ્થાપ્યો અને ક્યું તારી બહેન મને આપ. ચોરે ગૌરવપૂર્વક બહેનને તેની સાથે પરણાવી. આ પ્રમાણે તેની સાથે વિષયસુખમાં આસક્ત મૂળદેવનો કાળ પસાર થાય છે. રાજાએ ચોરના ઘરની સાર વસ્તુ જાણી તે તે ઉપાયથી વિશ્વાસમાં લઇ તેને ખાલીખમ કર્યો. પૂર્વના અપરાધોને યાદ કરીને કંઈ છળને કાઢીને શૂળી ઉપર ચઢાવીને મરણ પમાડયો. અહીં વિશેષ ઉપનય આ પ્રમાણે બતાવાય છે. રાજાના સ્થાને ધમ્મપુરુષ છે, ચોરના સ્થાને શરીર છે, જેમ તે વિવિધ ઉપાયોથી ચોરનું ધન હરી લઇ મૂળદેવે ઉપયોગ કર્યો તેમ આ દેહની શક્તિનો ઉપયોગ શુભ પ્રવૃત્તિમાં કરવો જોઇએ. જેવી રીતે મૂળદેવે ચોરને ધનરહિત જાણી પૂર્વના અપરાધના દોષથી શૂળી ઉપર લટકાવીને મૃત્યુ પમાડ્યો તેવી રીતે બુદ્ધિમાને ક્ષીણ શક્તિવાળા દેહને પણ શૂળી સમાન અનશનવિધિથી અંતમાં છોડવો જોઇએ. ગાથા અક્ષરાર્થ– ‘સ્વપ્ને કૃતિ' એ દ્વારપરામર્શ છે. ચંદ્રને ગળી જવાની જેમ ચંદ્રના પાનસ્વરૂપ સ્વપ્રમાં મુસાફરને પૂડલાની પ્રાપ્તિ થઇ અને મૂલદેવને રાજ્યની પ્રાપ્તિ થઇ. અહીં પ્રવૃત્તિરૂપ કાર્ય સરખું થયું, છતાં ફળમાં ભેદ કેમ થયો ? સ્વપ્રને કહેવાની વિધિમાં ભેદ હોવાથી ફળમાં ભેદ થયો. એકને વિધિમાં બેદરકારી છે બીજાને બહુમાન છે. સ્વપ્નફળને કહેનારા ભિન્ન ભિન્ન છે. એકને કાર્પટિકે કહેલું સ્વપ્રનું ફળ મળ્યું છે, બીજાને સ્વપ્રપાઠકે કહેલું સ્વપ્રનું ફળ પ્રાપ્ત થયું છે. પછી મુસાફરે મૂળદેવનું પ્રસ્તુત સ્વપ્રનું રાજ્યફળ જાણ્યા પછી પશ્ચાત્તાપ કર્યો. પછી ફરીપણ પ્રસ્તુત સ્વપ્ર માટે શયનમાં સૂતો છતાં સ્વપ્રલાભ ન થયો તેમ ગુમાવેલા મનુષ્યભવથી ફરી મનુષ્યભવનો લાભ થવો દુર્લભ છે. अथ सप्तमदृष्टान्तसंग्रहगाथा - चणवि कण्णहरण, अफिडियमच्छिगहचक्कनालाहिं । अन्नत्थ णट्ठतच्छेदणोवमो मणुयलमोति ॥१२॥ अथ गाथाक्षरार्थः- चक्रेणाप्युपलक्षिते 'कन्याहरणे' निर्वृतिसंज्ञराजकन्यकादृष्टान्ते राधावेधे प्रक्रान्ते सतीत्यर्थः, 'अस्फिटितेन' लक्ष्यादन्यत्राव्याक्षिप्तेन 'अक्ष्णा' दृष्ट्या ‘ग्रहो’ऽवधारणं चक्राष्टकोपरिव्यवस्थितराधासंज्ञयन्त्रपुत्रिकावामाक्षिलक्षणस्य लक्ष्यस्येति ૧. ખાલીખમ કરવું= ઘરની સર્વસામગ્રી પડાવી લેવી.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy