SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ ઉપદેશપદ : ભાગ-૧ કરવા પ્રયત્ન કર્યો. કર અધિકારીઓએ તેની યુક્તિ પકડી પાડી રાજાની સમક્ષ હાજર કર્યો. પછી સંભ્રમથી ચકિત આંખોથી રાજાએ અચલને જોયો. અરે આ અતિ અદ્દભૂત છે, સાર્થવાહ અહીં કેવી રીતે ? હે મહાયશ ! હું કોણ છું તું ઓળખે છે ? અચલ કહે છે– હે દેવ ! શરદઋતુના ચંદ્રની કાંતિ જેવી નિર્મળ કીર્તિથી ભરાયું છે ભુવન જેના વડે એવા આપને કોણ ન ઓળખે ? પોતાના વૃત્તાંતને કહી રાજાએ તેનો દુષ્કર સત્કાર કર્યો. તેને ખુશ કરી ઉચિત સમયે રજા આપી. અચલ ઉજ્જૈનમાં આવ્યો, ભાઈઓને મળ્યો અને મૂલદેવે જે સત્કાર કર્યો તે કહ્યો. (૧૦૩) હવે બેનાતટ નગરમાં એક ચોર ચાલાકીથી દરરોજ ધનવાનોને ઘરે ખાતર પાડે છે. રક્ષણ કરનાર લોક દક્ષ અને સજાગ હોવા છતાં તેને જોઈ (પકડી) શકતો નથી. રક્ષણ કરનાર લોકે રાજાને નિવેદન કર્યું: હે દેવ ! તે ચોર જોવાતો (પકડાતો) નથી. ખરેખર તેણે અદશ્યકરણ વિદ્યા સિદ્ધ કરી હશે અથવા તે ચોરી કરનાર દેવ કે ખેચર હોવો જોઇએ. નહીંતર કોઈપણ વડે ક્યાંય પણ કેવી રીતે ન દેખાય ? પછી નીલવસ્ત્રને પહેરીને, પ્રચંડ તલવાર અને દંડને હાથમાં લઈને મૂલદેવ સ્વયં જ રાત્રિના પ્રથમ પહોરે નીકળીને દેવળપરબ-સભા-શૂન્યગૃહ-ઉદ્યાનાદિ સ્થાનોમાં ઘણા ઉપાયોથી શોધવા લાગ્યો. હવે એક પરબ ઉપર ગાઢ અંધકારના સમૂહના વશથી સંધાયો છે દૃષ્ટિનો પ્રચાર જેમાં એવી રાત્રીના મધ્યભાગના સમયે સભાલોક સૂઈ ગયા પછી કપટથી મૂલદેવ પણ ત્યાં સૂવા પ્રવૃત્ત થયો. પછી ત્યાં મંડિક નામનો ચોર આવ્યો. તેણે ધીમેથી મૂલદેવને ઉઠાવ્યો અને કહ્યું: હે ભદ્ર! તું કોણ છે ? મૂલદેવે કહ્યું: હું અનાથ મુસાફર છું. ચોરે કહ્યું: તું મારી પાછળ આવે જેથી તને વાંછિત અર્થની સિદ્ધિ થાય. હા હું આવું છું એમ કહી રાજા તેની પાછળ ગયો. કોઇક ધનિકના ઘરે ખાતર પાડ્યું, ત્યાં અતિ ઘણો ઘરસાર હાથ લાગ્યો અને રાજાની ખાંધ ઉપર ચડાવ્યો. અને મૂળદેવને જીર્ણ ઉદ્યાનની અંદર દેવળના મઠની અંદરની ભૂમિમાં લઈ ગયો અને ત્યાં મૂળદેવે રૂપથી રતની ખાણ સમાન તેની બહેનને જોઇ. મંડિકે તેને (બહેનો) કહ્યું કે કૂવાની નજીક આના પગનું પક્ષાલન કર. કૂવા કાંઠે તેને ઊભો રાખીને કેટલામાં તેની બહેન પગને અડે છે તેટલામાં સ્પર્શના અનુમાનથી આ રાજાના પગ છે એમ જાણી તેના ઉપર પ્રેમવાળી થઈ. તે મૂળદેવને સત્ય હકીકત જણાવે છે જેથી મૂળદેવ જલદીથી ત્યાંથી નીકળી ગયો. પણ જો આ ઠેકાણે બીજો કોઈ હોત તો તેને પગ ધોવાના બાનાથી દયાવગરની તે અત્યંત ઊંડા તળિયાવાળા કૂવામાં નાખત. મૂળદેવે જાણ્યું કે પાછળ ઉતાવળે પગે ચોર આવી રહ્યો છે. પછી ભય પામેલો નગરના ચાર રસ્તે શિવના મંદિરમાં ભરાઈ ગયો. ચોરે રોષના આવેશના ભ્રમથી ખગથી શિવલિંગને કાપ્યું. પોતાને કૃતાર્થ માનતો ચોર પૂંઠથી જલદી પાછો વળ્યો. હાથીના સ્કંધ ઉપર બેઠેલો રાજા બીજે દિવસે નગરમાં
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy