SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ | શ્લોક-૩-૪ અહીં વિશેષ કહે છે કે જેમ પ્રસ્તુત ગ્રંથ ભગવાનના વચનરૂપ હોવાથી શાંત અમૃતરસના પાન તુલ્ય છે. તેમ ગણધરો, ઋષિઓ આદિથી રચાયેલાં સૂત્રો પણ શાંત અમૃતરસના ભાવોથી ભરપૂર છે. તેથી જે મહાત્મા ભગવાનના વચનરૂપ પ્રસ્તુત ગ્રંથથી આત્માને ભાવિત કરશે અને તેની જેમ જ ભગવાનનાં સર્વ સૂત્રોથી આત્માને વાસિત કરશે તેનું ચિત્ત પ્રસ્તુત ગ્રંથમાં બતાવેલ બાર ભાવનાઓથી અને મૈત્રી આદિ ચાર ભાવનાઓથી અને ગણધર આદિકૃત સૂત્રોથી સતત વાસિત રહેશે. અને જેઓનું ચિત્ત તે તે સૂત્રના અર્થોથી અને પ્રસ્તુત ભાવનાઓથી ભાવિત થશે તેઓના ચિત્તમાં તે તે અંશમાં મોહની અનાકુળતારૂપ શાંત અમૃતરસ સ્કુરાયમાન થશે અને જેમ જેમ એ શાંત અમૃતરસ સૂત્રાદિના ભાવનથી અધિક અધિક થશે, તે મહાત્માઓનું ચિત્ત વીતરાગભાવના આસન્ન આસન્નતર થશે અને જેમ જેમ આત્મા વીતરાગભાવને આસન્ન આસન્નતર થશે તેમ તેમ દુર્ગતિઓની પરંપરાનો ઉચ્છેદ થશે અને સદ્ગતિઓની પરંપરાની પ્રાપ્તિ થશે. અંતે વીતરાગ સર્વજ્ઞ બનીને અનંત સુખને પ્રાપ્ત કરશે, માટે સંસારથી ભય પામેલા જીવોએ ક્ષણભર પણ પ્રમાદ વગર ભગવાનના વચનથી અને ભગવાનના વચનરૂપ સૂત્રથી આત્માને ભાવિત કરવો જોઈએ. II3II અવતરણિકા : હવે, પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સુંદર બુદ્ધિવાળા જીવોને ભાવનાને સન્મુખ થવા માટે ઉચિત ઉપદેશ આપ્યો જેથી તે ભાવનાઓના રહસ્યને જાણવા માટે સન્મુખ થાય. હવે તે ભાવનાઓ ભાવવાથી કેવું ચિત નિર્માણ થાય છે, જેથી શ્રોતા તેવા ચિતતા પ્રબળ કારણભૂત એવી તે ભાવનાઓને તે રીતે જ અવધારણ કરીને ચિતમાં સ્થિર કરે અને ભાવનાના ફળને પ્રાપ્ત કરે તે બતાવે છે – શ્લોક : सुमनसो मनसि श्रुतपावना, निदधतां व्यधिका दश भावनाः । यदिह रोहति मोहतिरोहिताऽद्भुतगतिविदिता समतालता ।।४।। શ્લોકાર્થ : હે સુમનવાળા શ્રોતા ! તમે મૃતથી પવિત્ર એવી બાર ભાવનાઓ મનમાં ધારણ કરો. જેનાથી અહીં તમારા ચિત્તમાં, મોહને તિરોહિત કરવામાં અદ્ભુત ગતિવાળી વિદિત=બુધપુરુષને જ્ઞાત એવી સમતા લતા આરોહણ પામે. |૪ ભાવાર્થ - ગ્રંથકારશ્રી જે બાર ભાવનાઓ આગળમાં બતાવવાના છે તે કેવા ઉત્તમ ફળવાળી છે તે બતાવીને યોગ્ય શ્રોતાને તેના પરમાર્થને સાંભળવા અર્થે અત્યંત સન્મુખ કરવા અર્થે કહે છે. હે સુંદર મનવાળા જીવો ! આ પ્રકારે સંબોધન કરીને એ પ્રમાણે ઉપસ્થિતિ કરાવે છે કે જે શ્રોતાઓ સંસારથી કાંઈક પરાક્ષુખ થયા છે, તત્ત્વને ચિત્તમાં કંઈક સ્થિર કરવાના પરિણામવાળા છે, તેથી બાર ભાવનાના સ્વરૂપને જાણવા અભિમુખ
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy