SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતસુધારસ ભાવનાઓથી આત્માને ભાવિત ક૨વા યત્ન કરે છે. તેમ પ્રતિદિન ઉચિત ક્રિયાકાળમાં બોલાતા નવકારાદિ સૂત્રના પરમાર્થને ગ્રહણ કરી તેના ભાવોથી પણ આત્માને સતત ભાવિત કરવા યત્ન કરે છે. જેથી તે તે સૂત્રના તે તે ભાવોથી અત્યંત ભાવિત થયેલું ચિત્ત શાંતરસરૂપ અમૃતના પાનવાળું બને જેથી હંમેશાં મોહની આકુળતા અલ્પ અલ્પતર થાય. જેના બળથી આ ભવરૂપી જંગલમાંથી પણ સુખપૂર્વક પોતાનો આત્મા બહાર નીકળે અને સદા શાશ્વત સુખને પામે. II અવતરણિકા : ४ શ્લોક-૨માં કહ્યું કે ભાવનાઓ વગર વિદ્વાનોના ચિત્તમાં પણ ભગવાનની વાણીરૂપ શાંત અમૃતરસ સ્ફુરાયમાન થતો નથી. તેવી હવે ગ્રંથકારશ્રી શ્રોતાને શાંતસુધારસનું કારણ બને તેવી ભાવનાઓને અભિમુખ કરવા અર્થે કહે છે = શ્લોક ઃ यदि भवभ्रमखेदपराङ्मुखं, यदि च चित्तमनन्तसुखोन्मुखम् । शृणुत तत्सुधियः शुभभावनाऽमृतरसं मम शान्तसुधारसम् ।।३।। શ્લોકાર્થ ઃ જો તમારું ચિત્ત ભવના ભ્રમણના ખેદથી પરાસ્મુખ અને અંનતસુખને ઉન્મુખ=સન્મુખ છે. તદ્વ્રતો, હે સુંદર બુદ્ધિવાળા શ્રોતા ! શુભભાવના અમૃતરસ તુલ્ય મારા શાંતસુધારસને તમે સાંભળો=મારા શાંતસુધારસરૂપ પ્રસ્તુત ગ્રંથને તમે સાંભળો. II3II ભાવાર્થ : ગ્રંથકારશ્રી શ્રોતા પ્રત્યે કરુણાની બુદ્ધિવાળા છે અને વિચારે છે કે જો શ્રોતા અત્યંત ઉપયોગપૂર્વક પ્રસ્તુત ગ્રંથ ભણશે અને તેનાથી આત્માને ભાવિત ક૨શે તો તે અવશ્ય કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કરશે. પરંતુ અત્યંત દૃઢ પ્રણિધાનપૂર્વક જો પ્રસ્તુત ગ્રંથને સાંભળશે નહીં અને તેને સ્થિર કરશે નહીં, તો તે ગ્રંથના ભણવાથી પણ કલ્યાણને પ્રાપ્ત કરશે નહીં. તેથી યોગ્ય જીવોને પ્રસ્તુત ગ્રંથના મર્મને જાણવાને અભિમુખ ક૨વા અર્થે કહે છે કે હે સુંદરબુદ્ધિવાળા જીવો ! અર્થાત્ કલ્યાણના અર્થી જીવો ! તમે ચારગતિઓના પરિભ્રમણના ક્લેશથી પરામુખ થયા હો અર્થાત્ “સુંદર બુદ્ધિ થવાને કારણે તમને જણાતું હોય કે અનંત કાળથી મૂરખની જેમ મારા આત્માએ ચારગતિઓમાં પરિભ્રમણ કર્યું છે. હજી તે વિડંબનાથી છૂટવાના ઉપાયને મેં સેવ્યા નથી. તેથી જ હું સંસારમાં અનાદિ કાળથી ભમી રહ્યો છું. હવે કોઈક રીતે ચારગતિઓના પરિભ્રમણની નિવૃત્તિને અભિમુખ મા૨ી મનોવૃત્તિ પ્રગટ થઈ છે. તેથી મારી સુંદર મતિ પ્રગટ થઈ છે” તેમ માનવાને કા૨ણે જો તમે ભવભ્રમણનો નાશ કરવા માટે તત્પર થયા હો અને સર્વથા પરિભ્રમણ વગરની સિદ્ધ અવસ્થાને સન્મુખ થયા હો તો આ બાર ભાવનાઓ જે અમૃતરસ તુલ્ય છે અને તેને કહેનાર શાંતસુધારસ નામનો આ ગ્રંથ છે તેને અત્યંત ઉપયોગપૂર્વક સાંભળો.
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy