SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. પ્રમોદભાવના-ગીત / બ્લોક-૬-૭ ૧૮૯ શ્લોકાર્થ : વળી, જે સ્ત્રીઓ પણ યશથી યુક્ત એવા કુલયુગલને સસરા અને પિતાના કુલને, સુપતાકાવાળું કરે છે તેઓના સુચરિતથી સંચિત એવું સુવર્ણ જેવું દર્શન પણ કરાયેલા સુકૃતના વિપાકવાળું છે. IIII. ભાવાર્થ : ગુણ પ્રત્યેના પ્રમોદભાવને આત્મામાં સ્થિર કરવા અર્થે મહાત્મા સંસારવર્તી જીવોમાં વર્તતા માર્ગાનુસારી ગુણોનું સ્મરણ કરે છે અને વિચારે છે કે જેઓ પૂર્વના તથા પ્રકારના કર્મદોષને કારણે સ્ત્રીપણું પામેલ છે તેવી સ્ત્રીઓ પણ દુષ્કર એવું અણુશુદ્ધ શીલ પાળે છે અર્થાત્ જે બ્રહ્મચર્ય વ્રત પાળે છે અને સ્વાતિ સિવાય અન્યત્ર લેશ પણ વિકારવાળી થતી નથી. તેના આ શીલગુણના કારણે તેના પિતાનું કુલ અને પતિનું કુલ સુપતાકાવાળું બને છે અર્થાત્ આ ઉત્તમકુલ છે જ્યાં આવા ઉત્તમગુણવાળી સ્ત્રીઓ છે અને તેઓના સુચરિત્રનો વિચાર કરીને મહાત્મા વિચારે છે કે શીલગુણના સ્મરણપૂર્વક તેઓનું દર્શન પણ મહાકલ્યાણનું કારણ છે. આવી શીલવર્તી સ્ત્રીઓનું પ્રાતઃકાળમાં મહાત્માઓ પણ સ્મરણ કરે છે; કેમ કે અનાદિથી મોહવાસિત આત્મા છે તેથી તત્ત્વમાર્ગને પામીને સુવિશુદ્ધ શીલ પાળવાને અભિમુખ બને છે તોપણ સુવિશુદ્ધ શીલ પાળવા સમર્થ બનતો નથી તેથી શીલસંપન્ન સ્ત્રીઓના શીલગુણનો વિચાર કરીને તેમના નામનું સ્મરણ કરે છે જેનાથી ઉત્તમ કોટીના પુણ્યને તેઓ પ્રાપ્ત કરે છે અને સુવિશુદ્ધ શીલપાલનની શક્તિનો સંચય કરે છે; કેમ કે ગુણના રાગથી જ ગુણની નિષ્પત્તિને અનુકૂળ સદ્વર્યનો સંચય થાય છે. આવા શ્લોક : तात्त्विकसात्त्विकसुजनवतंसाः केचन युक्तिविवेचनहंसाः । अलमकृषत किल भुवनाभोग, स्मरणममीषां कृतशुभयोगम् ।।विनय० ७।। શ્લોકાર્ધઃ ખરેખર ભુવનના આભોગને અત્યંત આકર્ષણ કરનારા=જગતના પદાર્થોને અત્યંત યથાર્થ જાણનારા, યુક્તિવિવેચનમાં હંસ જેવાસર્વાના વચનને યુક્તિ અનુસાર ઉચિત રીતે યોજન કરનારા, તાત્વિક અને સાત્વિક એવા ઉત્તમપુરુષોમાં વાંસવાળા=મૂર્ધન્ય સ્થાનવાળા, તેવા કેટલાક જીવો છે એઓનું સ્મરણ કૃતશુભયોગવાળું છે. llી ભાવાર્થ : મહાત્મા પ્રમોદભાવનાનું ભાવન કરતાં વિચારે છે કે સંસારવર્તી જીવોમાં કેટલાક ઉત્તમપુરુષો છે જેઓ હંમેશાં તત્ત્વ તરફ જનારા હોય છે અને ગુણોને વિકસાવવા માટે સાત્ત્વિક હોય છે. આવા તાત્ત્વિક, સાત્ત્વિક ઉત્તમપુરુષોમાં જે મૂર્ધન્ય સ્થાન પામેલા છે તેઓએ ભૂતકાળમાં આરાધના કરીને આ ભવમાં ઉત્તમ
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy