SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ શાંતસુધારસ થાય તે પ્રકારે તીર્થંકર પોતાના આત્માને સંપન્ન કરે છે તેથી કોઈપણ ઉપસર્ગો કે પરિષહો તેઓના ચિત્તને સ્પર્શતા નથી. આ તિતિક્ષાગુણને કા૨ણે વૃદ્ધિ પામતા અભિમાનવાળો જે કર્મનો વિસ્તાર હતો એ પણ ક્રોધ કષાય સહિત તેમનામાંથી શીઘ્ર નાશ પામ્યો. આશય એ છે કે કર્મના સમૂહને જાણે તે પ્રકારનું અભિમાન છે કે મારો ક્ષય કોઈ કરી શકે તેમ નથી. આથી જ જીવોમાં સતત વધતા જતા કર્મના વિસ્તારનો નાશ કરવો અતિ દુષ્કર છે. છતાં એક તિતિક્ષાગુણના બળથી ભગવાને પોતાના તે રોષનો તો નાશ કર્યો, પરંતુ કર્મના સમૂહનો પણ નાશ કર્યો. માટે હે આત્મા ! તું તિતિક્ષાગુણને કેળવ કે જેથી કોઈના ગુણને જોઈને મત્સરભાવ ન થાય. જો તું તિતિક્ષાગુણને વિશેષ પ્રકારે કેળવીશ તો અન્ય જીવો પ્રત્યે તો મત્સર નહિ થાય પરંતુ પોતાને કોઈક પ્રતિકૂળ સંયોગો આવશે તોપણ રોષ કે અરિત થશે નહિ અને સુખપૂર્વક કર્મના સમૂહનો નાશ કરી શકીશ. I૪l શ્લોક ઃ अदधुः केचन शीलमुदारं, गृहिणोऽपि परिहृतपरदारम् । यश इह सम्प्रत्यपि शुचि तेषां विलसति फलिताफलसहकारम् । । विनय० ५ ।। શ્લોકાર્થ ઃ કેટલાક ગૃહસ્થો પણ પરિહાર કરેલા પરદારાવાળું ઉદાર એવું શીલ ધારણ કરે છે. અહીં= સંસારમાં, વર્તમાનમાં પણ તેઓનો ફલિત અફલના સહકારવાળો=પૂર્વમાં જેનું ફળ ન હતું એવું પણ ફળ ખીલ્યું છે જેમાં એવા આમ્રવૃક્ષવાળો, પવિત્ર યશ વિલાસ પામે છે. પ ભાવાર્થ: વળી, મહાત્મા પ્રમોદભાવનાને અતિશય કરવા અર્થે વિચારે છે કે કેટલાક ઉત્તમ શ્રાવકો પણ પરસ્ત્રીનો ત્યાગ કરીને મન, વચન, કાયાથી સુવિશુદ્ધ એવું ઉદાર શીલ ધારણ કરનારા છે જે તેઓમાં વર્તતી સાત્ત્વિક પ્રકૃતિનું પ્રતિબિંબ છે અને તેવા ઉત્તમપુરુષોનો પવિત્ર યશ વર્તમાનમાં પણ વિસ્તાર પામે છે. જેમ પૂર્વમાં નહિ ફળેલું એવું આમ્રવૃક્ષ ફળદ્રુપ બને છે ત્યારે લોકો તે આમ્રવૃક્ષને જોઈને પ્રમુદિત થાય છે તેમ તે મહાત્માઓએ પૂર્વમાં નહિ સેવેલ એવું પણ ઉત્તમ શીલ આ ભવમાં સુવિશુદ્ધ પાળે છે જેનાથી તેઓનો યશ જગતમાં વિસ્તાર પામે છે. આ પ્રકારે શીલસંપન્ન શ્રાવકોના ગુણની અનુમોદના કરીને મહાત્મા ગુણ પ્રત્યેનો પક્ષપાતનો ભાવ દૃઢ કરે છે. INI શ્લોક ઃ या वनिता अपि यशसा साकं, कुलयुगलं विदधति सुपताकम् तासां सुचरितसञ्चितराकं, दर्शनमपि कुतसुकृतविपाकम् । । विनय० ६ । ।
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy