SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ શાંતસુધારણા શ્લોકાર્ચ - ક્ષમા, સત્ય, સંતોષ, દયાદિક એવા સુભગ સકલ પરિવારવાળો, દેવ, અસુર, નરથી પૂજિત શાસનવાળો, કૃતબકુભવપરિહાર કર્યો છે ઘણા ભવનો પરિહાર જેણે એવો ધર્મ છે. પII ભાવાર્થ : ભગવાને બતાવેલો ધર્મ કેવા સ્વરૂપવાળો છે ? તે બતાવવા પ્રસ્તુત ત્રણ વિશેષણો ભગવાનના ધર્મમાં બતાવેલ છે – (૧) ધર્મ ક્ષમા, સત્ય, સંતોષ, દયા આદિ સકલ સુભગ પરિવારવાળો છે: જે મહાત્માઓ ભગવાને બતાવેલા ધર્મનું દઢ પ્રણિધાનપૂર્વક સેવન કરે છે તેમાં ક્રોધની પરિણતિ ક્ષયોપશમ ભાવે પરિણમન પામતી જાય છે તેથી સેવાયેલા અનુષ્ઠાનના બળથી ક્ષમાની પરિણતિ પ્રગટે છે. વળી, જીવ લોભાદિને વશ અસત્યવચન બોલે છે પરંતુ શુદ્ધ ધર્મના સેવનને કારણે તે અસત્ય બોલવાની મનોવૃત્તિ ક્ષણ-ક્ષીણતર થાય છે તેથી સત્ય નામનો ગુણ પ્રગટ થાય છે. વળી, અનાદિકાળથી જીવને બાહ્ય પદાર્થોમાં અસંતોષ વર્તે છે અને ધર્મના સેવનના કારણે તે અસંતોષની પરિણતિ ક્ષીણ-ક્ષીણતર થાય છે તેથી આત્મામાં સંતોષનો પરિણામ વર્તે છે. વળી, સંસારીજીવોને પોતાના સ્વાર્થ ખાતર બીજાને પીડા કરવાની પરિણતિ વર્તે છે અથવા બીજાની પીડા પ્રત્યે ઉપેક્ષા વર્તે છે જેથી હૈયું કઠોર રહે છે અને ધર્મના સેવનથી તે કઠોરભાવ ક્ષીણ-ક્ષીણતર થાય છે જેથી જીવનું ચિત્ત દયાની પરિણતિવાળું બને છે. આ રીતે ક્ષમાદિ સર્વ સુભગ પરિવાર ધર્મની પરિણતિનો છે તેથી જીવમાં ક્ષમાદિ ઉત્તમ પરિણતિઓ સદા વર્તે છે તેથી ધર્મને તેવા ઉત્તમ સુંદર પરિણામવાળો કહેલ છે. (૨) દેવ, સુર, નરપૂજિત શાસનવાળો છે: ધર્મ એ ભગવાને પ્રરૂપેલ શ્રુતચારિત્રરૂપ છે અને તેવા ધર્મને દેવો, અસુરો અને મનુષ્યો પૂજે છે તેથી દેવ, નર, અસુરથી પૂજિત શાસનવાળો ધર્મ છે. આથી જ મહાત્માઓમાં વર્તતા શ્રત અને ચારિત્રરૂપ ધર્મને જોઈને દેવતાઓ વગેરે તેઓની પૂજા કરે છે. વળી, તીર્થકરોમાં પણ શ્રત અને ચારિત્ર ધર્મ પ્રકર્ષવાળો થયેલો છે. આથી જ કેવલજ્ઞાન અને ક્ષાયિક ચારિત્રવાળા છે અને તેને કારણે દેવતાઓ તેમને પૂજે છે. માટે ભગવાનનો ધર્મ દેવ, અસુર, નરથી પૂજિત શાસનવાળો છે. (૩) કૃત બહુભવ પરિહારવાળો છે: જે મહાત્માઓ સ્વસ્વભૂમિકા અનુસાર ભગવાને બતાવેલ શ્રત અને ચારિત્રરૂપ ધર્મનું સેવન કરે છે તેઓમાં ઘણા ભવની પરંપરા ચલાવે તેવી શક્તિવાળાં કર્મો હતા તે કર્મોમાં રહેલી ઘણા ભવો ચલાવવાની શક્તિનો પરિહાર ભગવાનનો ધર્મ કરે છે. તેથી તે મહાત્મા જેમ જેમ તે ધર્મનું સેવન કરે છે તેમ તેમ તેઓમાં ભવની પરંપરાને ચલાવવા અનુકૂળ જે સંગની પરિણતિ છે તે સંગની પરિણતિ ક્ષીણ-ક્ષીણતર થાય
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy