SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. ધર્મ સ્વાખ્યાતભાવના-ગીત | શ્લોક-૩-૪-૫ ૧૨૭ આનાથી વિશ્વની સર્વ વ્યવસ્થાનો મૂલસ્તંભ તે પદાર્થનો ધર્મ છે. તેમ આત્માનું પણ પૂર્ણ સુખમય અવસ્થાની પ્રાપ્તિનું કારણ આત્માનો ધર્મ છે. તેથી તેવા ધર્મને હું અત્યંત બહુમાનપૂર્વક સેવું કે જેથી મારા આત્માના પારમાર્થિક સ્વરૂપની પ્રાપ્તિ થાય તે પ્રકારે મહાત્મા ભાવન કરે છે. IIII અવતરણિકા : વળી તે ધર્મ કેવા સ્વરૂપવાળો છે તે બતાવે છે શ્લોક ઃ दानशीलशुभभावतपोमुखचरितार्थीकृतलोकः । शरणस्मरणकृतामिह भविनां दूरीकृतभयशोकः । । पालय० ४ ।। શ્લોકાર્થ : દાન, શીલ, શુભભાવ, તપરૂપી મુખથી ચરિતાર્થ કર્યો છે લોકને જેણે એવો, અહીં=સંસારમાં, શરણ અને સ્મરણ કરનારા ભવ્ય જીવોના ભય અને શોક દૂર કર્યા છે જેમણે એવો, ધર્મ છે. એવા બાંધવને છોડીને જીવો સંસારમાં ભમે છે એમ શ્લોક-૬ સાથે સંબંધ છે. ૪ ભાવાર્થ -- ભગવાનનો ધર્મ દાન, શીલ, તપ અને શુભભાવ રૂપ છે તેથી તે ચાર ભાવોથી ભગવાનનું વચન જગતને સતત ધર્મનો ઉપદેશ કરે છે અને તેના કારણે તેને સેવનારા જીવોને તે ધર્મ કલ્યાણની પરંપરાનું કારણ બને છે. આ રીતે ધર્મ ચારમુખથી ચરિતાર્થ કરાયેલા લોકવાળો છે. વળી, જે ભવ્ય જીવો સંસારમાં છે તેઓ ભગવાને બતાવેલ ધર્મનું શરણ સ્વીકારે તથા શક્તિ અનુસાર ધર્મનું સેવન કરવા યત્ન કરે અને સદા તે ધર્મનું સ્મરણ કરતા રહે તો તે ધર્મ શ૨ણ કરનારા અને તે ધર્મનું સેવન કરનારા તે જીવોના ભય અને શોકને દૂર કરે છે; કેમ કે જેઓ આ ધર્મનું શરણું સ્વીકારે છે અને નિત્ય તે ધર્મના ગુણોનું સ્મરણ કરે છે તેઓનું તે ધર્મ સદા રક્ષણ કરે છે તેથી તેઓને દુર્ગતિમાં જવાનો ભય દૂર થતો જાય છે અને સંસારમાં શોક ઉત્પન્ન કરે તેવી સામગ્રીનો પણ અભાવ થાય છે. એટલું જ નહીં પણ સમ્યગ્ રીતે સેવાયેલા તે ધર્મના બળથી તે મહાત્માઓને સર્વ પ્રકારની શારીરિક, માનસિક, સાંયોગિક અનુકૂળતાની પ્રાપ્તિ થાય છે અને હૈયામાં ભગવાને કહેલો ધર્મ જ સદા આનંદદાયી થાય છે તેથી તેઓ ભય-શોકથી પર બને છે. ૪ શ્લોક ઃ क्षमासत्यसन्तोषदयादिकसुभगसकलपरिवारः । देवासुरनरपूजितशासनः कृतबहुभवपरिहारः । । पालय० ५ ।।
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy