SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ બ્રહ્મદત્ત કથા મૂળશુદ્ધિ ભાગ-૨ થોડા જ દિવસોમાં સંયોગ થશે.” ત્યારે તે પહેલા વાદળાના બિંદુથી સીંચાયેલી ધરતી જેમ શાંત તૃપ્ત થઈ. અતીત (પરમ) દિવસે મેં તેને કહ્યું કે “હેપુત્રી ! તારા હૃદયને આનંદ આપનાર બ્રહ્મદત્ત કુમાર તે મેં દેખ્યો છે.” તે બોલી હે ભગવતી ! “તારા ચરણપ્રસાદથી બધુ સારું થશે. પરંતુ તેના ચિત્તને જાણવા માટે આ હાર રત્નપેટીમાં લઈને બ્રહ્મદત્ત નામથી અંકિત લેખને મોકલ.” અને મેં ગઈ કાલે તેમ કર્યું. તેથી હે કુમાર ! લેખની આ બિના છે. મેં પણ તેને પ્રતિ લેખ આપ્યો. એ પ્રમાણે વરધનુએ કહેલું સાંભલીને નહી દેખેલી પણ રત્નવતીને કુમારને જોવાની ઇચ્છા વધી, કામનો સંતાપ પ્રગટ થયો. તેના દર્શન સમાગમના ઉપાયની ખોજ કરતા તે બન્નેના કેટલાક દિવસો નીકળી ગયા. એક દિવસ ભમતા એવા વરધનુએ બહારથી આવીને કુમારને કહ્યું કે હે કુમાર ! અહીં નગરીના સ્વામી પાસે કોશાલાધિપતિ દીર્ઘરાજાએ આપણને શોધવા વિશ્વાસુ પુરુષો મોકલ્યા છે. આ નગરનાયકવડે ઉપક્રમ-(યોજના) ચાલુ કરાયો છે. નગરીમાં હલહલારાવ થઈ રહ્યો છે.-કોલાહલ મચી ગયો છે. આ વ્યતિકરને સાંભળી સાગરદત્તે ભોંયરામાં છુપાવ્યા રાતપડતા અમે સાગરદત્તને કહ્યું કે અમે અહીંથી સરકી જઇએ તેમ કર. કવચ સાથેના તૈયાર રથમાં બેસાડી થોડી ભૂમિ લઈ ગયો. ત્યારે પાછા ફરવા નહીં ઇચ્છતા તે સાગરદત્તને પાછો વાળી જેટલામાં આગળ જઈએ છીએ તેટલામાં બગીચાના યક્ષમંદિરની નજદીક વિવિધપ્રકારના અસ્ત્ર શસ્ત્રથી પરિપૂર્ણ એવા શ્રેષ્ઠ રથઉપર આરુઢ થયેલી દેવીનું અનુસરણ કરનારી નવાયૌવનમાં આવેલી એક કન્યા જોઈ. ત્યારે તે સાદર ઊભી થઈને બોલી’” કેમ તમે આટલા મોડા આવ્યા ? તે સાંભળી કુમાર બોલ્યો હે સુંદરી ! અમે વળી કોણ છીએ ? તે બોલી કે સ્વામી ! તમે ખરેખર બ્રહ્મદત્ત-વરધનુ છો. કુમારે કહ્યું તને આ કેવી રીતે ખબર પડી ? તે બોલી જો આમ છે તો સાવધાન થઈ સાંભળો, આ જ નગરીમાં મોટા -વિપુલ ધનવાલો ધનપ્રવર નામનો શેઠ છે. તેને રત્નસંચયા નામની પત્ની છે. તેને આઠ પુત્રો ઉ૫૨ મા-બાપને વ્હાલી હું થઈ છું. બાળભાવને ઓળંગી ગયેલી એકદિવસ અસામાન્ય વિભ્રમનું કુલઘર, બધા માણસોને મનગમતું એવું યૌવન પામ્યે છતે સામાન્ય વરોમાં સંતોષ નહીં પામતી સર્વશ્રેષ્ઠ વરની પ્રાપ્તિ માટે આ યક્ષની આરાધના કરવાની શરૂઆત કરી. અસાધારણ ભક્તિથી ખુશ થયેલ યક્ષે પ્રત્યક્ષ થઇને મને કહ્યું “હે પુત્રી ! ત્રણે સમુદ્રના છેડા સુધીની ભૂમિનો નાથ એવો બ્રહ્મદત્ત મારા વચનપ્રસાદથી તારો ભર્તા થશે.” મેં કહ્યું, પણ મારે તે ઓળખવો કઈ રીતે ? યક્ષે કહ્યું બુદ્ધિલ સાગરદત્ત શેઠના કુકડાનું યુદ્ધ પ્રવૃત્ત થએ છતે અનન્ય સરખી-અજોડ આકૃતિવાળો સમસ્ત લક્ષણથી સંપન્ન શ્રીવત્સ લાંછનવાળો પ્રધાન એક સહાયકવાળો જે આવશે, તે પોતાનો ભરતાર માનવો. મારા ભવનની પાસે રહેલી તને તેની સાથે પ્રથમ મેળાપ થશે. તેથી હે સ્વામીનાથ ! લક્ષણોથી અને યક્ષના આદેશથી તે પ્રમાણે તું જણાયો. તમારી પ્રવૃત્તિ જણાઈજવાના ભયથી તમે આ બાજુ જઈ રહ્યા છો એ વાત બીજાને ખબર પડી જશે તેના ભયથી અન્યને ન કહ્યું. (૧૨૧) = તેથી જાતે જ શરમ ત્યજી બોલું છું કે તારા વિરહની આગથી તપેલી મને તારા સંગરૂપી પાણીથી શાંત-શીતળ કર. ।।૧૨। એવા તેના વચન સાંભળીને પ્રકટ થયેલ અનુરાગના પ્રસાર પૂર્વક કુમારે તેની વાતનો સ્વીકાર કર્યો. તેના રથમાં ચઢ્યો. અને તેણીને પૂછયું “ક્યાં જવાનુ છે ?” રત્નવતી બોલી “મગધાપુરમાં મારાપિતાનો નાનોભાઈ ધનાવહ નામે શેઠ છે, તે તો તમારી
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy