SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૭૩ કુકડા સાથે ભટકાવ્યો. તેના વડે બુદ્ધિનો કુકડો પરાજય પામ્યો. ખુશ થયેલો સાગરદત્ત વિકસિત મુખકમળવાળો “આવો આપણે ઘેર જઈએ” એમ કહીને તે બંનેને રથમાં લઈ સાગરદત્ત પોતાના ઘેર ગયો. અને ત્યાં તેના દ્વારા ગૌરવ ભક્તિ બહુમાન પામતા તે બન્નેના કેટલાય દિવસો વીતિ ગયા. અને એક દિવસ બુદ્ધિલે મોકલેલો નોકર વરધનુની પાસે ઉપસ્થિત થઈને એકાંતમાં કંઈક કહીને ગયો. તે ગયે છતે વરધનુએ કુમારને કહ્યું કે જે (તે) મને બુદ્ધિલે અડધોલાખ આપવાનું સ્વાકરેલું, તે આપવા ચાલીસ હજારનો હાર આના હાથે મોકલ્યો છે. દાગીના બોક્સ ઉઘાડીને હાર દેખાડયો. કુમારે તે હાર દેખ્યો, દેખતા હારમાં પોતાના નામથી અંકિત લેખ જોયો. તેને દેખીને “આ લેખ કોનો છે ?” એમ કુમારે પુછયું, વરધનુએ કહ્યું “કોણ જાણે, બ્રહ્મદત્ત નામથી ઓળખાયેલા ઘણા પુરુષો હોય છે, એમાં આશ્ચર્ય કે પ્રશ્નની વાત ક્યાં છે.” એ પ્રમાણે જેટલામાં પરસ્પર વાર્તાલાપ ચાલી રહ્યો છે તેટલામાં ત્રિપુંડથી - ત્રણ તિલકથી ભૂષિત શરીરવાળી વત્સા નામની પરિવ્રાજિકા આવી. અક્ષત-પુષ્પ વગેરે તેના મસ્તક ઉપર નાંખીને” હે પુત્ર ! લાખ વરસ જીવ, એમ બોલતી વરધનુને એકબાજુ બોલાવ્યો. તેની સાથે કંઈક મંત્રણા કરી તે પાછી ફરતા કુમારે વરધનુને પુછ્યું કે આ શું કહે છે”? વરધનુએ કહ્યું આણે આમ કહ્યું કે તમને જે બુદ્ધિલવડે રત્નપેટીમાં જે હાર મોકલાયો તેની સાથે લેખ આવ્યો છે તેનો જવાબ આપો. મેં કહ્યું આ ખરેખર બ્રહ્મદરનામથી અંકિત દેખાય છે તેથી (મારા) આગ્રહથી તું કહે આ બ્રહ્મદત્ત કોણ છે ! તે બોલી હે વત્સ ! તું સાંભળ, પરંતુ તારે કોઈને ન કહેવું. આ જ નગરીમાં શ્રેષ્ઠીપુત્રી કામદેવની સ્ત્રી–રતિ જેવી રૂપાદિ સમગ્ર ગુણવાળી રત્નાવતી નામની કન્યા છે. તે બાળપણથી જ મારી સાથે ઉત્પન્ન થયેલ વિશ્વાસના ભાવથી ભરેલી, રહસ્યકથામાં પરાયણ રહે છે. એક દિવસ થોડા દિવસે ગયેલી મેં શ્રેષ્ઠ પલંગમાં રહેલી સાવ ઢીલું મૂકી દીધેલા ગાત્રવાળી અનિમેષ દેખાતા નયનયુગલવાળી, આગળ સંકલ્પ લખેલો હોય તેમ દેખતી, કોઈક હૃદયમાં રહેલા પદાર્થનું – પ્રયોજનનું ધ્યાન કરતી, જાણે ચિત્રમાં દોરેલી ન હોય તેવી સ્થિતિ દેખી-તેવા પ્રકારની પહેલા નહીં અનુભવેલી એવી તેની અન્ય અવસ્થા દેખી ધબકતા હૃદયવાળી હું તેની પાસે ગઈ, મેં કહ્યું “હે પુત્રી ! રત્નાવતી ! શું વિચારે છે ?” છતાં કશું બોલતી નથી, ફરી પૂછયું, ફરી કશું બોલતી નથી, ત્યારે શંકાપૂર્વક પરિજન-પરિવારને પૂછ્યું આ શું છે? તેની-રત્નવતીના બીજા હૃદયસમાન પોતાની છાયાની જેમ સદા પાસે જ રહેવાવાળી પ્રિયંગુલતા નામની (સખીએ) કહ્યું કે હે આર્યા ! જયારથી માંડી આણીએ પોતાના ભાઈ બુદ્ધિલશેઠ અને સાગરદત્તશેઠના લાખ રૂપિયાની હોડથી કુકડાનું યુદ્ધ પ્રવૃત્ત થએ છતે કૌતુકથી ત્યાં ગયેલી (તેણીએ) રૂપસંપદાથી સાક્ષાત્ કામદેવ જેવો, પૂર્ણિમાના ચંદ્રની જેમ સમસ્તકળાથી યુક્ત અમૃતમયદર્શનીય મિત્રયુક્ત એવો યુવાન દેખ્યો, ત્યારથી માંડી આ દેવને પૂજતી નથી, ગુરુજનને આરાધતી નથી, સખીઓ સાથે બોલતી નથી, વિવિધ જાતની રમતથી રમતી નથી, શુક-સારિકા વગેરે પંખીઓને તે પકડતી નથી. કુમારમાં રહેલા હૃદયવાળી, તેની કથામાં નાખેલા મનવાળી આ પ્રમાણે રહેલી છે. ત્યારે આ કામવિકાર છે. એથી શરમથી બોલતી નથી” એમ જાણીને મેં તે તે પ્રકારે બોલાવી જેથી આ બોલી “હે ભગવતી ! તું મારી માતા છે, સખી છે, ગુરુદેવતા છે, તેથી એવું કંઈ નથી જે તારી આગળ ન કહેવાય. પરંતુ જે આ પ્રિયંગુલતાએ કહ્યો તે ભર્તા ન થાય તો નિશ્ચયથી મારે મરણ એ જ શરણ છે.” આ સાંભળીને મેં કહ્યું “હે પુત્રી ! ધીરી થા, હું તે પ્રમાણે કરીશ કે તારો તેની સાથે
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy