SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ બ્રહ્મદત્ત કથા મૂળશુદ્ધિ ભાગ-૨ પરાધીન મનવાળો પાંચ યોજન ગયો, તે હાથી જોયો; તે કેવો છે... ઝરતા મદવાળો, આગળના ભાગમાં ઉન્નત -ઊંચા જતા સુંદર દાંતવાળો, જાણે ચાલતો ઉત્પાદ પર્વત હોય એવા ચાલતા ગજનાથને તે જુએ છે. ||રા ત્યારે પોતાને પરિવાર રહિત દેખી કૌતુકથી કુમારે ગળાથી ગર્જના કરી. તેને સાંભળવાથી વેિલ કર્ણ યુગલવાળો, સુંઢ દ્વારા મૂકેલ સૂત્કાર= અવ્યક્ત શબ્દ મૂકનારો, ગળાની ગર્જનાથી પાણીવાળા વાદળોને જિતનારો તે હાથી કુમારની પાસે આવ્યો. સૂઢ ફેલાવી જેટલામાં હજી કુમારને પકડતો નથી તેટલામાં કુમારે તેની આગળ વીંટાળીને-ગુંચડો વાળીને ઉત્તરીયવસ્ત્ર ફેંક્યું. તે હાથીએ પણ અમર્ષના વશથી વસ્ત્રને આકાશમાં નાખ્યું, અને નીચે પડતા એવા તે વસ્ત્રને ધારણ કરવા જેટલામાં દાંતવડે લેવા જાય છે તેટલામાં તેને છેતરીને પાછા આપતો હોય તેની જેમ વાંકા વળીને કુમારે ગ્રહણ કર્યું અને ઉતાવળે ચાલતા હાથીના પગની વચ્ચેથી નીકળેલા કુમારે હાથ હાથ વડે પગ અને સૂંઢને સ્પર્શ કર્યો. ત્યારે રોષના વશથી વ્યર્થ લક્ષ્ય આપનાર (એટલે ક્રોધનાકારણે ખ્યાલ નથી પડતો કે પ્રહાર ક્યાં કરવો તેથી જેમ તેમ પ્રહાર કર્યા કરે છે.) બે હાથથી ઉખાડીને નાંખેલી ધૂળ વડે ઢંકાઈ ગયો નેત્રનો પ્રસાર જેનો એવા તે હાથીના કંઠ ઉપર તે કુમાર લટકી ગયો, જેટલામાં કમારને હાથી સંઢથી સ્પર્શ કરવા જાય છે. તેટલામાં લાઘવથી એક હાથથી પંછડાને પકડી જલ્દી ભૂમિ ઉપર આવી ગયો. આ અરસામાં ચારે બાજુ ફેલાતી જોરદાર સ્થળ-મોટી પાણીની ધારાથી સંધી નાંખ્યો છે નયનમાર્ગ જેણે એવો વરસાદ વર્ષવા લાગ્યો. ત્યારે તે હાથી ઘણો જ થાકેલો અને વરસાદથી આહત થયેલો વિરસ આવાજ કરીને-ચીસ પાડીને ભાગ્યો. કુમાર પણ જેટલામાં તેની પાછળ ચાલ્યો. તેટલામાં જલનાપરથી ઉંચી નીચી જમીનનો ભાગ જેને નથી ઓળખાતો એવો દિમૂઢ બનેલો તે કુમાર પાણીથી ભરેલી એક નદીમાં પડ્યો. તેણી વડે લઈ જવાતો બીજા દિવસે કાંઠે રહેલા એક નિર્જન જુના ગામમાં બહાર નીકળ્યો. અને તે કેવું છે. અતિ ઉંચા અને મોટા નગર દ્વાર પડી જવાથી આવવાજવાનો જેનો માર્ગ રોકાઈ ગયો છે. સમાન ભંગ પામેલા દેવાલયના ઊંચા શિખર અને જેમાં તિરાડ-ફાટો પડી ગઈ છે. મલિન અપવિત્ર બનેલો ગભારો જેઓનો છે એવા દેવાલયવાળું, ઘરની ભીંતમાં ઊગી નીકળેલા ઝાડથી તુટી પડ્યા છે ઊંચા ધવલઘરો જેમાં, જંગલી હાથીના દાંત દ્વારા ભંગાઈ રહ્યું છે કપાટ સંપુટ જેનું, (૯૪) જંગલી ભેંસોના પાડાના તીક્ષ્ણ શિંગડાના અગ્રભાગથી ભેદાયેલ અવયવો પડી રહ્યા છે જેમાં, ભૂંડના કુલ-ચૂથ વડે ખોદાયેલ ભૂમિમાં દેખાઈ રહ્યા છે નિધાનના કંઠાગ્રભાગ જેમાં (જમીનમાં ગાડેલા ચરુ વગેરેનો ઉપરનો ભાગ જોવા મળે છે) (૯૬). કૌતુક રસના દેઢ પ્રસારથી ભરેલો કુમાર આવા પ્રકારના નગરમાં જ્યારે ફરે છે, ત્યારે મહાકાયવાળા વંશજાલને જુએ છે. (૯૬) તે ઝાડીની પાસે રહેલ-લટકતી વસુનંદક નામની તલવારને દેખીને આ તો બહુ સરસ છે એમ કતહલથી ગ્રહણ કરી તે વંશજાલ ઉપર તે તલવારને ચલાવી, એક જ પ્રહારથી વાંસની સાઠી પડી ગઈ. તેની વચ્ચે રહેલ, થોડા થોડા ફફડતા હોઠવાળું એક મનોહર મકકમલ પડેલું હતું, તેને દેખી શંકાશીલ બની વંશજાલને જોઈ અને ઊંચા બાંધેલા પગવાળું ધૂમાડો પીવાની લાલસાવાળું ધડ જોયું. અહો ! વિદ્યાસાધવા ઉદ્યત થયેલો કોઈક આ મહાનુભાવ મારાવડે મરાયો. એ પ્રમાણે ભાવના ભાવતો ઘણીવાર પોતાના બાહુબલની નિંદા કરી. ત્યારે ક્ષણ પછી આગળ થઈને પ્રયાણ
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy