SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૬૫ પંખીઓના શબ્દોથી ઉદ્ધત-ઉછાંછળી, બહુ જ લાંબા છેડાવાળી, કોઈક ઠેકાણે પવનના ઝાટકાથી ઝપાટાથી હાલતા ડોલતા પલ્લવરૂપી હાથોવડે, બીકને નકારતી, કોઈક ઠેકાણે તે અટવી પડી રહેલા પાકાં ફળોવડે વટેમાર્ગુઓની જાણે પૂજા કરતી ન હોય, (૮૬) કોઈક ઠેકાણે શ્રેષ્ઠ વૃક્ષોથી સૂર્ય કિરણોને રોકનારી તે અટવી જાણે પ્રાણીઓના તાપસંતાપનું હરણ કરતી ન હોય, કોઈક ઠેકાણે દાવાનળથી બળી ગયેલી (જંગલની ભૂમિ) સંગથી (પોતાના સંપર્કથી) દુર્જનની જેમ મલિન કરી રહી છે, (૮૭) . એ પ્રમાણે ઘણી જાતના વૃતાંતવાળી અનેકઘટનાથી ભરેલી તે અટવીમાં તે બંને જઈ રહ્યા છે. તેટલામાં તરસથી-બનાવો ગળું સુકાવાથી કુમાર ઘણો જ પીડાયો. (૮૮) ત્યારે તેવા પ્રકારના કુમારને જોઈ વરધનુ ઘણા પાંદડાવાળા વડવૃક્ષની છાયામાં કુમારને મૂકી જાતે પાણી શોધવા ગયો. તેટલામાં દિવસ આથમવાના સમયે દૂરદેશમાં ૨હેલો યમના સુભટ સરખા દીર્ઘરાજાના પુરુષો વડે માર મરાતો ‘તું જલ્દી ભાગી જા' એ પ્રમાણે ઈશારો કરાતો વરધનુ અન્યકુમા૨વડે દેખાયો, તે જાણીને કુમાર ભાગ્યો. ભાગતો ભાગતો દુર્ગમ જંગલમાં આવી પડ્યો. અને તે કેવું છે..... વિકટ ગિરિકૂટના સાંકડા તટની પાસે પડી રહ્યા છે ગહન ઝાડનો સમૂહ જેમાં, અતિ ભયંકર જંગલી જાનવરોના મોટા અવાજથી યુક્ત ભરપૂર (૮૯) મદથી મદોન્મત્ત હાથીના કુલથી ભંગાતા મોટા વૃક્ષોથી જેમાં ચાલવું મુશ્કેલ છે. મોટા વાંસના ઘર્ષણથી પેદા થયેલ દાવાગ્નિથી બળી રહ્યો છે વૃક્ષ સમૂહ જેમાં, (૯) અતિશય ફેલાયેલ પરાક્રમી શબ્દથી ભયંકર, આવા મહાઘોર ભયંકર જંગલમાં બ્રહ્મદત્તકુમાર પોતાના કર્મની પરિણતિમાં જેમ ભમે તેમ ભમે છે. (૯૧) અને ત્યાં રસ વગરના - ખરાબ રસવાળા ફળો વગેરેનો આહાર કરી ત્રીજા દિવસે એક તાપસને જુએ છે. તેને દેખીને કુમારે પૂછ્યું હે ભગવન્ ! તમારો આશ્રમ ક્યાં છે ? તે તાપસ પણ કુમારને આશ્રમમાં લઈ ગયો, કુલપતિને જોયા, જમીને લબડતા વાંકડિયા વાળના સમૂહવાળા ભાલસ્તલવડે વંદન કર્યા. આશીર્વાદ આપવા પૂર્વક કુલપતિએ કહ્યું - હે વત્સ ! તું સુકમાલ શરીરવાળો દેખાય છે, અને આ જંગલ તો અતિશય ભીષણ અને દુ:ખે ચાલી શકાય તેવું છે, તેથી તારું અહીં કેવી રીતે આવવાનું થયું ? તે કુમારે પણ “આ તો ગુરુ છે” એમ માની સર્વ બીના જેમ બની તેમ કહી દીધિ. આવું બોલતાની સાથે “સ્વાગત હો !” એમ બોલતા બોલતા કુલપતિ તે કુમારને ભેટી પડ્યા, અને કહ્યું કે હું તારા પિતા બ્રહ્મરાજાનો નાનો ભાઈ છું, એથી સુખ ઉપજે તેમ અહીં રહે, આ આશ્રમ તારો જ છે, તે ત્યાં રહેતે છતે પ્રાદુસ્ - વર્ષાકાળ આવ્યો. ત્યાં રહેલા તેને તે કાકાએ (કુલપતિએ) બધી કળાઓ અને મહાર્થવાળી વિદ્યાઓ શિખવાડી. અને એક દિવસ પાણી ગળી ગયેલા વાદળાથી ધોળું કરાયું છે દિશાંતર જે કાળે નભસ્તલ કુવલયના પત્ર સરખી કાળાશથી ભરેલુ દેખાઈ રહ્યુ છે જે કાળે તેવો શદકાળ આવ્યે છતે, ફલાદિ નિમિત્તે તાપસોએ પ્રયાણ કર્યે છતે, તેઓની સાથે કુલપતિ જવાની ના પાડી છતાં પણ તે કુમાર જંગલમાં ગયો. ત્યારે ચક્ષુની ચપલતાના કારણે આમ તેમ જોતા તેણે તે જ સમયે છોડાયેલ હાથીના મળમૂત્ર જોયા, તેથી હાથી અહીં નજદીકમાં હોવો જોઈએ (હશે,) બાળપણના સ્વભાવની ચપળતાવાળો તે કુમાર તાપસોએ રોકવા છતાં હાથીની પાછળ લાગ્યો, “આ જાય છે, આ જાય છે”. એમ
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy