SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૫૯ સિદ્ધિસુખનો નાશ ન કર (૪૧). તે ચિત્રમુનિએ આ પ્રમાણે કહેવા છતાં તે સંભૂતિસાધુ જ્યારે પોતાનો આગ્રહ મુક્તો નથી, ત્યારે બમણા સંવેગવાળો ચિત્રમુનિ સ્વકાર્યમાં-સાધુ ક્રિયામાં લાગ્યો. (૪૨). આ બાજું અનશન કરીને અને મરણ પામી હવે સુંદર વિમાનમાં બન્ને દેદીપ્યમાન શરીરવાળા દેવ તરીકે ઉત્પન્ન થયા. (૪૩). આ બાજુ આજ જંબુદ્વીપમાં સમસ્ત દેશમાં સમૃદ્ધિથી મનોહર પંચાલ નામનો દેશ છે. અને ત્યાં શોભાના સમૂહથી દેવનગરીને જિતનારી કાંડિલ્ય નામની નગરી છે. અને જયાં સજ્જનની મૈત્રી જેવી લાંબી શેરીઓ છે, સજ્જન પુરુષના હૃદયના મનોરથ જેવો વિસ્તૃત બજારનો માર્ગ છે. માનધનવાળા રાજાના અભિપ્રાય જેવા ઊંચા મહેલ અને દેવકુળો છે, મહામુનિના ચરિત્ર જેવા નિર્મલ સરોવરો છે. અને વળી.. શૂરવીર, સરળ, સુભગ, ત્યાગી, પ્રિયવાદી, કૃતજ્ઞ, ઉતાવળ કરી પહેલા નહીં બોલનારો, દક્ષ-હોંશિયાર એવો પુરુષવર્ગ જેમાં વસે છે. (૪૪) શરમાળ, વિનીત, ગુરુજન ઉપર ભક્તિવાળો,પ્રિય ઉપર અનુરાગી, શીલથી સંપન્ન, ગુણથી પરિપૂર્ણ ત્યાં સ્ત્રીવર્ગ વસે છે. (૪૫) આવા પ્રકારના તે નગરને રાજા “જાણે દેવોનું શ્રેષ્ઠ નગર ભૂમિ ઉપર અવતર્યું ન હોય” . તેવું માને છે, (લોકો તેવું માને છે.) અને તેનું બ્રહ્મ રાજા પાલન કરે છે. (૪૬) : અને જે શત્રસ્ત્રીઓને વૈધવ્યવ્રત આપવા-સ્વીકાર કરાવવા માટે દીક્ષાગુરુ સમાન છે, શત્રુ સેનારૂપી લાંબા-પહોળા વાદળ સમૂહને વિખેરવા માટે પ્રલય કાળના પવન સમાન, પોતાના દેશના માણસો રૂપી ચંદ્રવિકાસી કમલના ભંડાર-સમૂહ માટે ચંદ્ર સમાન, પ્રજા રૂપી મોરના સમૂહ માટે વાદળના આગમન સમાન છે. અને વળી.. જે રૂપથી કામદેવ, દાનથી કર્ણ, ગતિથી ગજપતિ, શોંડીર્યથી સિંહ, અને કલાથી પૂર્ણિમાનો ચંદ્ર છે. (૪૭) તેની ચુલની નામની પ્રિયા છે. જેણે રૂપથી રતિને જિની નાંખી, તે રાજા તેની સાથે આનંદ ઉત્પન્ન કરવા પૂર્વક વિષય સુખ ભોગવે છે. (૪૮) હવે તેની કુક્ષિમાં દેવલોકથી આવીને દેવ-સંભૂતિ સાધુનો જીવ પોતાના કર્મના વશથી ઉપયો. (૪૯). ત્યારે રાણી અનન્યસદ્રશ – કોઈની તોલે ન આવે તેવા ૧૪ સ્વપ્નો જુએ છે, પોતાના પતિને કહે છે, તે રાજા પણ ખુશ થયેલો કહે છે, હે દેવી ! તારે નમેલા રાજાના મુકુટના મણિથી ચમકદાર કરાયેલ પાદપીઠવાળો સમસ્ત ભૂમિ (પૃથ્વી) નારીનો નાથ એવો શ્રેષ્ઠ પુત્ર થશે. (૫૦-૫૧) ‘દેવ ગુરુની સુપ્રસન્નતાથી અને તમારા પ્રભાવથી આ પ્રમાણે જ છે.' એમ દેવી અભિનંદન કરે છે. (૨) હવે સવાર થયે છતે રાજા સ્વપ્નપાઠકોને બોલાવીને સ્વપ્નનું ફળ પૂછે છે, તે સ્વપ્ન પાઠક પણ ખુશ થયેલો કહે છે હે દેવ ! રાણીને ત્રણ સમુદ્ર મેખલા અને ભૂમિનારીનો નાથ, નમન કરતા સામંતોવાળો ચક્રવર્તી એવો પુત્ર થશે. (૫૪) એ પ્રમાણે અનુક્રમે પ્રસવ સમય આવ્યે છતે રાણીએ સર્વ અંગના સૌંદર્યથી મનોહર દેવકુમાર
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy