SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ બ્રહ્મદત્ત કથા મૂળશુદ્ધિ ભાગ-૨ ગયું. વિજળીની જેમ આગની જવાળાઓ પ્રકટ થઈ. તેવા પ્રકારનું દેખી સનકુમાર ચક્રીએ પુછ્યું કે ભો ! અરે આ શું છે ? આવું તો પહેલા ક્યારે થયું નથી, એવું દેખાય છે. ત્યારે કોઈએ કહ્યું કે હે દેવ ! આ તપસ્વીને કોઈએ ક્રોધ કર્યો છે. તે આ કુદ્ધ સાધુ નગરને બાળવા તૈયાર થયો છે. તે સાંભળી સનકુમાર ચક્રી સંભ્રમપૂર્વક તરત જ અચાનક સાધુ પાસે ગયો. વંદન કરીને વિનયથી પગમાં લાગી ખમાવવા લાગ્યો. અને વળી..... અત્યારે અજાણમાં માણસોએ જે અપરાધ કર્યો તેને મહાયશસ્વી ! ક્ષમા કરજો. કારણ કે તમારા જેવા (મહાત્માઓ) નમસ્કાર કરનાર ઉપર વાત્સલ્યવાળા જ હોય છે. (૨૪) તે જોઈ ચિત્રમુનિ પણ ઉતાવળા પગે ત્યાં આવ્યા, અને મધુર આગમ વચનો દ્વારા તે સંભૂતમુનિને શાંત કરવા લાગ્યા. તેથી લોક-રાજા અને સાધુના વચન સાંભળી તે સાધુ શાંત થઈ ગયો, અને ક્ષણ માત્રમાં સ્વભાવ-મુનિભાવમાં આવી ગયો (૨૬) લોકો તે સાધુને વાંદી અને ખમાવીને પોતપોતાના સ્થાને ગયા. ચિત્રમુનિ તે સંભૂતસાધુને પણ તે ઉદ્યાનમાં લઈ ગયો. (૨૭) ત્યાર પછી તે મુનિઓએ વિચાર કર્યો કે “ધિક્કાર હો ધિક્કાર હો આહારમાત્રના કારણે નગરમાં પ્રવેશ કરાય છે અને ત્યાં પણ આવું દુઃખ પામીએ છીએ-પ્રાપ્ત થાય છે (૨૮) તેથી તેવા આહારથી સર્યું” એમ વિચારી ત્યારે તે સંવિગ્ન સાધુઓએ ચારેય આહારનું અનશન સ્વીકાર્યું. (૨૯) સનકુમારે પણ પૂછે છે કે સાધુને કોણે રોષે ભરાવ્યા? પરમાર્થકારી કોઈએ તપાસ કરીને જાણીને બધું કહ્યું. (૩) તે સાંભળી રાજા ત્રિવલી તરંગ ભંગીવાળો-લલાટની ત્રણેરેખાઓ, ભવાઓ ચડી ગયા અને તે ચક્રી કહેવા લાગ્યો “રે રે ! તે મહાપાપીને બાંધીને આણોઅહીં લાવો” |૩૧ાા બોલતાની સાથે જ સુભટોએ નમુચિને બાંધીને લાવ્યો. રાજા પણ તેને લઈને સાધુ પાસે જાય છે. ૩રા અને કહે છે કે હે ભગવન્! આ પાપી છે જેણે આપશ્રીની કદર્થના-હેરાનગતિ કરી, તેથી આનું માથું હું પોતાના હાથે આજે લઉં-ઉડાવું છું. (૩૩) ત્યારે કરુણાથી સાધુઓએ તેને છોડાવ્યો. કારણકે પાપીઓનું પણ બધા ઉપર અપાપ = નિષ્પાપ પરિણામવાળા મુનીઓ પાપ - હેરાનગતિ કરતા નથી. (૩૪) ત્યારે રાજાએ તેને કહ્યું કે “રે પાપી ! સાધુના કહેવાથી તેને છોડી મુકુ છું, તેથી અહીંથી જલ્દી રવાના થઈ દૂર નીકળી જા કે જયાંથી તારું નામ પણ હું ન સાંભળું' (૩૫). આ બાજુ ૬૪૦૦૦ લોકોની સાથે ચક્રવર્તીનું સ્ત્રીરત્ન સુનંદા ત્યાં મુનિવરના ચરણ કમલમાં આવી (૩૬). જેટલામાં તે સુનંદા સંભૂતિ ઋષિના ચરણમાં પ્રણામ કરે છે ત્યારે તેના અગ્રકેશો-આગળના વાળનો સ્પર્શ તે મુનિએ વેદ્યો. ૩ત્યારે તે સ્પર્શથી સાધુ રાગપરિણામવાળા થયા, ચક્રવર્તી નીકળી ગયે છતે તે આવા પ્રકારનું નિદાન-નિયાણ કરે છે. જો આ આચરેલ અતિદુષ્કર-તપનું કંઈ ફળ હોય તો હું આગામી ભવમાં સ્ત્રીરત્નનો સ્વામી થાઉં. (૩૯). તે સાંભળી ચિત્રમુનિ કહે છે હે ભદ્ર ! આવું ના કર, ખેતીના કામમાં જેમ ઘાસ મળે છે, તેમ મોક્ષાર્થી વિષયસુખ મેળવે છે. (૪૦). જેમ કાકિણી ખાતર મંદબુદ્ધિવાળો ક્રોડને હારી જાય છે, તેમ તું પણ વિષયકાજે-ના નિમિત્તે
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy