SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ બ્રહ્મદત્ત કથા મૂળશુદ્ધિ ભાગ-૨ वरं हालाहलं पीयं, वरं भुत्तं महाविसं । वरं तालउडं खद्धं, वरं अग्गीपवेसणं ॥१४५॥ ગાર્થાથ > તથા હાલાહલ પીવું સારું, મહાવિષનું ભોજન કરવું સારું તાલપુટ ખાવું સારું, આગમાં પ્રવેશ કરવો સારો. ૧૪પ. આ ગાથા સુગમ છે, ફક્ત હાલાહલ એટલે દ્રવરૂપે ઝેર હોય તે, મહાવિષ જે કોળિયારૂપે ખાઈ શકાય અને તાલપુટ-જે તલના છોતરાના ત્રીજા ભાગ જેટલુ પણ, તાળુ લગાડતા જેટલો સમય થાય એટલી વાર, જીભના ટોચે-ટેરવે મૂકીએ તો પ્રાણને હરી લે, આવું ભયંકર વિષ. ૧૪પી. वरं सत्तूहिं संवासो, वरं सप्पेहिं कीलियं । खणं पि न खमं काउं, पमाओ भवचारए ॥१४६।। ગાળંથ – તથા શત્રુઓ સાથે વાસ કરવો સારો, સાપ સાથે ખેલવું સારું, પરંતુ ભવરૂપી કારાગ્રહ-જેલમાં ક્ષણમાત્ર પણ પ્રમાદ કરવો યુક્ત નથી. ૧૪ll एक्कम्मि चेव जम्मम्मि मारयं ति विसाइणो । पमाएणं अणंताणि दुक्खाणि मरणाणि य ॥१४७।। । ગાળંથ – વિષ વગેરે એક જ જન્મમાં મારનારા છે, જયારે પ્રમાદથી અનંત દુઃખ અને મરણ થાય છે. ૧૪૭ છે. पमाएणं महाघोरं पायालं जाव सत्तमं । पडंति विसयाऽऽसत्ता बंभदत्ताइणो जहा ॥१४८॥ ગાર્થાથ – પ્રમાદ વડે વિષયમાં આસક્ત થયેલા જીવો બ્રહ્મદત્તની જેમ મહાભયંકર સાતમી નરકમાં પડે છે. I૧૪૮ જેથી કહ્યું છે કે તે નરકવાસો હમેશા ફેલાયેલા અંધકારવાળા, ગ્રહનક્ષત્ર, ચંદ્ર, તારા વગરના, મહાભયંકર અંધકારમય, પૂય-દુર્ગધ-લોહી, વસા, માંસ, ચરબીના કાદવથી ખરડાયેલ, વિરસ, અશુભ ગંધવાળા ત્રાસ આપનારા છે. બ્રહ્મદત્ત નામે ૧૨મો ચક્રી આદિશબ્દથી ચંડપુત્ર વગેરે ગ્રહણ કરવા છે. તેનો ભાવાર્થ કથાનકથી સમજવા યોગ્ય છે. ત્યાં બ્રહ્મદત્તનું ચરિત્ર કહેવાય છે. બ્રહ્મદત્ત-કથા) આકાશના અગ્રભાગને સ્પર્શનારા દેવકુલ અને મહેલના તોરણોની શ્રેણીથી સુશોભિત, આભૂષણોથી સુસજ્જ-ઘરેણા સજેલા બધા જ નરનારીના સમૂહવાળું, સમૂહમાં રહેલ ગાય, ભેંસ વગેરે પશુઓથી વ્યાપ્ત, દેશાંતરથી આવેલા વ્યાપારીઓએ લાવેલા અનેક જાતની વેચાણની વસ્તુથી વ્યાપ્ત સાકેત નામનું નગર છે. ને ત્યાં ઉત્કટ સેનાથી વ્યાપ્ત, સૈન્યથી શત્રુ સુભટોના માનને ખંડિત કરનારો, માન-બહુમાનથી ગુરુજનના ચરણ કમળને પ્રાપ્ત કરનાર, ચારિત્રથી દુર્જય ઇંદ્રિય ગણને વશ કરનાર, ઇંદ્રિયશ્રુતજ્ઞાનના સારવાળો, સારભૂત સમકિતથી શુભ વાર – કાળ બનાવનારો, શ્રેષ્ઠ રાણીઓના મુખ
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy