SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ મૂળશુદ્ધિ ભાગ-૨ पमाओ य मुणिदेहि भणिओ अट्ठभेयओ । अण्णाणं संसओ चेव मिच्छानाणं तहेव य ॥१४३॥ रागोदोसोसईभंसो धम्मम्मि य अणायरो । जोगाणं दुप्पणीहाणं अट्ठहा वज्जियव्वओ ॥१४४।। ગાર્થાથ – તીર્થકરગણધરોએ આઠ પ્રકારનો પ્રસાદ કહ્યો છે, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, સ્મૃતિભ્રંશ, ધર્મમાં અનાદર, યોગોમાં દુષ્ટતા. આ આઠે પ્રકારનો પ્રમાદ છોડી દેવો જોઈએ. તે આ પ્રમાણે અજ્ઞાન, આ બધા જ દોષનું-કારણ ભંડાર છે. કહ્યું છે કે..../૧૪૪-૧૪પા ક્રોધ વગેરે બધા દોષોથી અજ્ઞાન વધારે કષ્ટકારી છે, કારણ કે અજ્ઞાનથી ઘેરાયેલ માનવ હિતકારી અહિતકારી પદાર્થને જાણતો નથી || (૩૪૫) અજ્ઞાનથી અંધજીવ જ્યાં ભય છે તે સ્થાને જાય છે, જેમ અજ્ઞાનના દોષથી કીટ પતંગિયા અગ્નિમાં પડે છે. (૩૪૬) સંદેહ એટલે “આ આમ જ છેકે બીજી રીતે છે ?” એમ શંકા કર્યા કરે, આ પણ અનર્થકારી છે. કારણ કે સંદેહથી અનિશ્ચિત મતિવાળાનું કોઈપણ કામ સિદ્ધ થતું નથી, તેનાથી સાંશયિકમિથ્યાત્વ થાય છે. તેથી સંશય ન કરવો. (૩૪૭) અહીં. “ચિય-ચેવ' શબ્દ સૂક્ષ્મ સંશય અને બાદર સંશય આવા ભેદને સૂચવવા માટે છે. મિથ્યાજ્ઞાન એટલે ઉલટજ્ઞાન, તેવા પ્રકારનું હોવાથી આ મિથ્યાજ્ઞાન પણ સારું નહી, તે આ પ્રમાણે - વિપરીત જ્ઞાનથી પ્રવૃત્તિ કરનારો માનવી અનર્થને પામે છે. જેમ પાણી માટે ઝાંઝવાના જળ તરફ દોડનારો માનવ. (૩૪૮) રાગ એટલે આસક્તિભાવ, દ્વેષ-અપ્રીતિ સંસારના આબન્ને પ્રધાન હેતુ છે. તથા કહ્યું છે.... રાગ દ્વેષથી જિતાયેલો જીવ અપારસંસાર સાગરમાં ભમે છે. તેથી સુખના અર્થીઓએ દૂરથી રાગ દ્વેષ છોડી દેવા જોઈએ (૩૪૯). સ્મૃતિભ્રંશ-ભૂલી જવું અને આ પણ દોષ માટે થાય છે. કારણ કે... જે માણસને ધર્મ કર્મ કહેવામાં આવે તે ભૂલી જાય તો તે વિશિષ્ટ બુદ્ધિ વગરનો અધન્ય માણસ કેવી રીતે પરમાર્થને સાધી શકે ? અર્થાત એકાસણાનું પચ્ચખાણ આપ્યું લીધું હોય અને ભૂલી જાય તો તે એકાસણાનું પાલન કરી શકતો નથી. (૩૫૦) ધર્મમાં અનાદર – ઉત્સાહ પૂર્વક પ્રયત્ન કરવાનો અભાવ, તે પણ કલ્યાણકારી નથી. કારણ કે... અનાદરથી કરેલુ આલોકનું કાર્ય પણ ફળઆપનારું બનતું નથી. તેથી ધર્મમાં વિશેષથી અનાદર ન કરવો જોઇએ. ૩૫૧ મનવચન કાયા સ્વરૂપ યોગોને બગાડવા તે પણ ન કરવું જોઇએ કારણ કે જે મૂઢ મન-વચન કાયાને દુષ્ટ બનાવે છે, તે કરેલું સુધર્મનું અનુષ્ઠાન નિષ્ફળ જવાથી સંસારમાં ડૂબે છે. ૩૫રા એમ આઠ પ્રકારનો પ્રમાદ છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કાષાય દુષ્ટ- અશુભ યોગો કર્મબંધના હેતુ કહ્યાં છે. તથા અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન દ્વારા મિથ્યાત્વને,રાગ દ્વારા અવિરતિને વૈષ વડે કષાયોને, સ્મૃતિભ્રંશ અને ધર્મના અનાદરથી પ્રમાદને, યોગદુપ્રણિધાનથી દુષ્ટયોગોને કહેવામાં આવ્યા છે. તેથી આ બધાને છોડવા જોઇએ. એમ ૧૪૩-૧૪૪ મા શ્લોકનો અર્થ થયો.
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy